પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

" સમ્માન કરો અને સમ્માનિત થાવ "

      

આજે હું એક મહિલાની નહિ પણ એક એવી
વ્યક્તિની વાત કરવા માગું છું જે વ્યક્તિનું આપણા જીવનમાં ઘણું જ મહત્વ હોવું જોઇએ
 આ વાત એક જ વ્યક્તિને નહિ પણ સંસારના દરેક વ્યક્તિને લાગુ પડે છે  કેમ કે હું વાત જ એવી કરવા માગું છું
  સંસારના દરેક વ્યક્તિને રોજે રોજની ટેવ પડી હોય છે બોલવાની કે ઘરે રહેલી વ્યક્તિ એના માટે શું કરે છે પણ આજે હું  બધાને ઘરે રહેલી વ્યકિતની વાત કરવા માગું છું
ઘરે રહેલી વ્યક્તિનો કોઈ જ પગાર નથી હોતો કારણકે તેને કોણ પગાર આપે કારણકે તે ઘરે જ હોય છે  પણ એ જ વ્યક્તિ આપણા બધા માટે કેટલું કામ કરે છે અને તેનું કેટલું વેતન હોવું જોઇએ તે આજે હું બધાને જણાવવા માંગુ છું

ઘરે રહેલી વ્યક્તિ જ્યારે સવાર સવારમાં આપણા માટે ગરમા ગરમ ચા બનાવે છે તેની કદર કરો કારણકે એજ ચા બનાવવા હોટલ પર ચા બનાવનારને પગાર આપવામાં આવે છે
જ્યારે આપણે ઓફિસ કે ધંધા પર જવા માટે  મોડું થતું હોય છે અને ત્યારે તમારા શર્ટ નું પહેલું બટન તૂટી ગયું હોય કે પછી શર્ટ ફાટી ગયો તો પોતાનું કામ છોડીને પહેલું કામ આપણું કરે છે કેમકે આપણે જવામાં મોડું ના થાય  એ જ બટન કે ફાટેલો શર્ટ જો આપને એ જ કામ બહાર દરજીની દુકાનમાં જઈએ તો આપણો સમય પણ વેડફાશે અને આપણું સમય પર કામ ના પણ કરે અને કદાચ સમય પર કામ કરે તો મજૂરી પણ કદાચ વધારે લે .
 જ્યારે આપણે ઘરે આવીએ છીએ ત્યારે આપણને સમય પર જમવાનું તૈયાર આપે છે અને એવું જમવા માટે તમારે હોટેલમાં વધારે રૂપિયા ચૂકવવા પડે છે જમવાનું તો ઠીક પણ જ્યારે પાછા આવો ને તરત જ આપણને પાણીનો ગ્લાસ ભરીને આપે છે તે પણ એક કામ જ છે કારણકે હોટેલમાં અમુક વેટરનું કામ  ફક્ત પાણી જ આપવાનું હોય છે અને હોટેલ તેને પણ પગાર આપે છે
 સમયસર આપણા કપડાં ધોવાય જાય , કપડાંને ઇસ્ત્રી કરે અને શોધતાની સાથે મળી જાય એવી જગ્યાએ કપડાં મૂકે એ પણ એક કાર્ય જ છે ..જો બહાર કપડાં ધોવડાવિયે તો એના રૂપિયા  , ઇસ્ત્રી કરાવાના  રૂપિયા  અને ઘરમાં બધી જ વસ્તુ સહેલાઈથી મળી જાય તેવી રીતે મૂકવી એ પણ એક વ્યવસ્થાનું જ કાર્ય કરે છે  એનો પણ પગાર હોટેલમાં હોય છે
 એવા તો ઘણા બધા ઘરે બેઠા કાર્ય હોય છે જે કાર્ય કરવા માટે બહારના લોકો પગારથી તે કામ કરતા હોય છે  અને આપણે તેને બસ એક જ વાક્ય બોલીને નિરાશ કરી દેતા હોઈએ છીએ કે તારે શું કામ હોય છે તું તો  આખો દિવસ ફક્ત ઘરે જ હોય છે ને.
એ વ્યક્તિને તે બધું કામ કરવાનો કોઈ પગાર નથી જોઈતો પણ આપણે તે વ્યક્તિને એટલું તો સમ્માન આપી જ શકીએ જેટલું સમ્માન આપણે  પોતાને જોઈએ છે. નોકરીમાં બઢતી થાય છે , ધંધામાં પ્રગતિ થાય છે ત્યારે તેનાથી જેટલા ખુશ આપણે થઈએ છીએ
એટલી જ ખુશી આપણે તે વ્યક્તિને પણ આપી શકીએ છીએ ફક્ત આપણે તેને દરેક કામ માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે અને દરેક કામ કરવા માટે તેનો આભાર માનવાની ટેવ પાડવાની છે આટલું બસ છે આનાથી વધારે તેને આપણી પાસે કોઈ આશા નહિ હોય અને મે કીધી એ બધી જ વાતો માટે આપણે કોઇ જ ચુકવણી કરવાની નથી ફક્ત ને ફક્ત આપણે સારા શબ્દનો ઉપયોગ તે વ્યક્તિ માટે કરવાનો છે અને તેટલું આપણે બધા જ કરી શકીએ છીએ .
 આ વાત દરેક વ્યક્તિના જીવનમાં જોવા મળે છે  અને તેના માટે હું તમને આ લેખ છું .
   લેખ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર

   - ઉરવ અને અંગ્રેજી માં હરિત

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "