પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

"જીવન એક અણધાર્યું લક્ષ"

માણસનું જીવન એક અણધાર્યું લક્ષ જ છે.

એક ગામમાં એક નાનો પરિવાર રહેતો હતો.  પરિવારમાં બે બાળક (એક છોકરો અને એક છોકરી )  અને માતા પિતા હતા. આ પરિવારમાં ગુજરાન ચલાવવા પિતા મજૂરી કરતા હતા. એક દિવસ જ્યારે પિતા ઘરે આવ્યા તો તેમને સખત તાવ જેવું હતું. આ વાત તેના મોટા છોકરાને ખબર પડી તેને તે જ રાતે કોઇ ડોક્ટરના ઘરે ગયો અને ડોક્ટરને બોલાવી લાવ્યો. ડોક્ટરે તપાસ કરી અને તેણે છોકરાની માતાને એક બાજુ બોલાવ્યા અને કીધુ કે તમારા પતિને આ એક ગંભીર બીમારી છે હવે જો તે વધારે કામ કરશે તો તેમના શરીર પર વધારેમાં વધારે નુકસાન પહોંચાડી શકે છે. આ સાંભળી પત્ની ખુબ જ દુઃખી થઇ , આ વાત તેણે તેની નાની છોકરીને ના કરતા તેના મોટા છોકરા સાથે વાત કરી. કીધું કે બેટા તારે આવતીકાલથી તારી નાની બેન અને તારા પિતાનું ધ્યાન રાખવાનું છે. અને હવેથી તારે ભણવાનું છોડી દેવું પડશે.છોકરાને માની આ વાત થી કોઈ વાંધો ન હતો કે પોતાને ઘરે રહેવાનું અને નાની બેન અને પિતાનું ધ્યાન રાખવાનું પણ તેને વાંધો તો ત્યાં લાગ્યો જ્યારે તેની માતાએ તેને ભણવાનું છોડી દેવાનું કહ્યું . ધીમે ધીમે દિવસો જવા લાગ્યા . પિતાની હાલત ગંભીર થવા લાગી
માતા ઘણી મહેનત કરી થોડા ઘણા રૂપિયા બહાર કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતી હતી. પણ અમુક ખર્ચો તો પિતાની દવામાં થઈ જતો હતો. અમુક સમયે તો છોકરાને અને તેની માએ ભૂખ્યું પણ રહેવું પડતું. એક દિવસ છોકરો નિશાળ ન જતો હતો એટલે એના એક માસ્ટર તેના ઘરે આવ્યા , નિશાળ ના આવવાનું કારણ પૂછવું ના પડ્યું કારણકે માસ્ટર એ તેના ઘરની હાલત જોઈને બધું સમજી ગયા. ત્યાંથી નીકળતા પહેલા તેને છોકરાને કીધું તારે નિશાળ આવાની જરૂર નથી ત્યાની બધી જવાબદારી હું સંભાળી લઇશ બસ તું તારા ઘર અને તારા પિતાજીનું ધ્યાન રાખજે પણ હા તારે ફક્ત પરિક્ષા આપવા આપવું પડશે. છોકરાએ માસ્તરની વાત મંજૂર રાખી અને ભણવાનું ચાલુ રાખ્યું . એક દિવસ તેના પિતાએ તેના છોકરાને કહ્યું બેટા મારી એક વાત સાંભળીશ , બેટાએ : હા કહ્યું . પિતાએ કહ્યું  :
બેટા ભલે આજે મારી આ પરિસ્થિતિ છે પણ મારે તને એક મોટો માણસ બનાવાનું સપનું છે , મને નહિ ખબર કે હું કેટલા દિવસ જીવીશ પણ મારા મર્યા પછી પણ તારે મારા સપનાને જીવતું રાખવું પડશે. છોકરાએ પિતાની વાત ને ગંભીરતાથી લીધી.
 થોડા દિવસ પછી રાતના સમયે પિતાને એક ધારી ઉલ્ટી થવા લાગી અને ત્યાં સમય પણ રાતનો એવો હતો કે કોઇ ડોક્ટરે પણ ઘરનો દરવાજો ના ખોલ્યો. પાછો આવ્યો ત્યારે  મે મારી માતાને રડતા જોઈ , એક બાજુ મારી નાની બહેન સૂતેલી જાગી ગઇ હતી . હું મારા પિતાના પલંગ પાસે ગયો ત્યાં જોવ તો મારા પિતા નું શરીર એક દમ ઠંડુ પડી ગયું હતું. મને લાગ્યું સૂઈ ગયા હશે.પણ તે તો કાયમ માટે સુઈ ગયા હતા.
સવાર પડતાની સાથે આજુબાજુમાં રહેતા લોકો મારા ઘરે આવી ગયા. આજુબાજુના લોકોએ મને ક્રિયાકર્મ કરવાની તૈયારી કરવાની વાત કરી , હવે હું તો નાનો મને તો કંઈ ખબર ના પડે મારે શું કરવું , હું મારી માતા પાસે ગયો પણ તે બિચારી પર એટલું મોટું દુઃખ આવી પડ્યું હતું તો તેને કેવી રીતે વાત કરું . બીજા લોકોએ કીધું એમ હું બજારમાં ગયો ક્રિયાકર્મ ની બધી વસ્તુઓ લાવવાની હતી પણ મારી પાસે પૈસા ક્યાંથી હોય , મે દુકાનવાળા ને સ્પષ્તાપૂર્વક કીધું તો તેને મને ઉધાર આપ્યું પણ સાથે સાથે એવું પણ કીધું કે જો અમુક સમય પછી તું પૈસા આપવા નહિ આવે તો તારે મને તે પૈસાનું વ્યાજ પણ ચૂકવવુ પડશે. મે હા પાડી અને તે સમયે તેનો ખૂબ આભાર માન્યો કે આવા સમય પર તેને મારી મદદ કરી. અમારા કોઇ ખાસ સબંધી ન હતા અને હતા એ લોકો અમારી પરિસ્થિતિ જોઇને અમારી અવગણના કરતા હતા તો સમય ના બગડતા ક્રિયાકર્મ પૂર્ણ કર્યું. બધા પોત પોતાના ઘરે ગયા
હવે હું ,મારી  બહેન અને મારી મા જ ઘરમાં રહ્યા હતા.
થોડીવારમાં એક સ્ત્રીએ મારા ઘરમાં પ્રવેશ કર્યો તેના હાથમાં વાસણ હતું અને વાસણ ઢાંકેલું હતું. તે મારી માતા પાસે આવી અને કીધું કે આ જમવાનું તારા છોકરા - છોકરીને ખવડાય અને તું પણ ખા. પહેલા તો માતાએ મને આદેશ કર્યો હોય એમ કીધું બેટા  નાની ક્યાં છે  મારી નાની બહેન ને લાડથી અમે નાની કહેતા હતા. તો હું અંદરના રૂમમાં ગયો ત્યાં તે શાંતિથી સૂઇ ગઇ હતી હવે તેની ઉંમર એટલી નાની હતી કે તેને ખબર ન હતી કે મારા ઘરમાં શું બન્યું . મે માતાને આવીને કીધું કે તે સુઈ ગઇ છે તો માએ મને જમવા કહ્યું પણ હું કેવી ખાઇ શકું.
મારી નાની બહેન એ સવારથી કંઈ ખાધું ના હોય મારી માતા એ ના ખાધું હોય અને હું ખાઇ લવ કેવું લાગે આવો વિચાર કરતા મે માતાને ના પાડી અને કહ્યું નાની ઉઠશે પછી અમે બંને અને તું પણ અમારી સાથે જમી લેજે. હવે પેલી આવેલી સ્ત્રીએ માને જણાવતા કહ્યું કે તમે ખાસ ચિંતા ના કરશો જે બનવાનું હતું તે બની ગયું હવે ખોટું એનો વિચાર કરતા તમે દુઃખી ના થશો અને તમે તમારા બંને બાળકનું ધ્યાન રાખો. અને જતા જતા કહેતા ગયા ૧૦ દિવસ સુધી સવાર સાંજ હું તમારા ઘરે ખાવાનું આપી જઈશ એટલે તમે ખાવાની જરા પણ ચિંતા કરતા નહિ . હવે મને તે સ્ત્રી અને દુકાનવાળા ભાઇમાં માનવતા છુપાયેલી જોવા મળી કે માનવતા આજે પણ જીવે છે. તેમના ગયા પછી હું મારી માતા પાસે બેઠો અને તેને દુકાનવાળા ની ત્યાંથી લાયેલો તે વસ્તુઓની વાત કરી તો મારી માતાએ મને પૂછ્યું બેટા કેટલા રૂપિયા તેમને આપણે આપવાના છે તો મે કીધું તેમને મને એક ચિઠ્ઠી આપી છે તે ચિઠ્ઠીમાં રકમ પણ લખી છે અને કયા સુધી રકમ આપવી તે પણ લખ્યું છે. માતાએ ચિઠ્ઠી જોઈ અને તરત જ એક પેટીમાંથી  અમુક રૂપિયા આપ્યા અને મને કીધું તું બેટા આજે જ રૂપિયા ચૂકવી આવ . કારણકે  તે માણસે આપણી કદર કરી છે તો આપણે પણ તેની કિંમત ચૂકવી દેવી જોઇએ. તેટલી વાત  કરતા અંદરના રૂમમાંથી રડવાનો અવાજ આવ્યો  મારી માતાએ કીધું બેટા નાની જાગી ગઇ છે વધારે રડે નહિ તે પેલા તેને અહી લેતો આવ. હું નાની ને લઇ આવ્યો હવે મારી માતાએ કીધું કે બેટા , હાથ પગ ધોઈને
ચલ જમવાનું કાઢ તે અને નાની એ સવારથી કંઈ ખાધું નથી. માની વાત સાંભળી હું હાથપગ ધોઈને આવ્યો અને જમવાનું  કાઢ્યું  અને નાની ને મારી પાસે બેસાડી અને માતાને પણ કહ્યું ચલ તું પણ અમારી સાથે જમી લે , માતા ના પાડતી હતી કે મારે અત્યારે નથી જમવું તો મે પણ માતાને કહ્યું તું નહિ જમે તો હું પણ નહિ જમુ , માતાને આ વાત મારી જીદ લાગી પણ મે તેને સ્પષ્ટતા કરી કે જો તું નહિ જમે તો તારી તબિયત બગડશે. અને હું એ જોવા નથી માગતો  માતા આ સાંભળી તરત જ મા અમારી પાસે જમવા બેસી . અમે ત્રણ એ સાથે બેસીને જમ્યા અને પછી નાની માતા સાથે રમવા લાગી અને હું દુકાનવાળા ને ત્યાં પહોંચ્યો અને મે પૈસા ચૂકવતા કહ્યું લો . આ ચિઠ્ઠીમાં લખ્યા હોય એટલા પૈસા કાપો. દુકાનદારે મારો ખભો થાબડી ને કહ્યું કે બેટા મે તારા જેવો ઈમાનદાર માણસ પહેલીવાર જોયો જેને આજે જ મારી પાસે ઉધાર લીધું અને પૈસા પણ આજે. જ ચૂકવવા આવ્યો. તેમને હસતા મોઢે કહ્યું બેટા , જીવનમાં તારી આ ઈમાનદારી હંમેશા કામ લાગશે. ત્યાંથી હું ઘરે આવ્યો .
    મારા ઘરમાં હવે મારે પણ બહાર જઈને કંઈ કામ કરવું પડે તેવી પરિસ્થિતિ આવી ગઈ હતી. મે મારી માતાને કહ્યું હવે તું જે પણ કામ કરે તે ઘરે રહીને કરજે તો તેને કહ્યું કેવી રીતે તો મે કહ્યુ આપણો જૂનો સંચો  બહાર કાઢી સાફ કર અને સિવવાનું કામ ચાલુ કરી દે .
મારી આ નિર્ણયનું મુખ્ય કારણ એક જ હતું મારી બેન દિવસે દિવસે મોટી થશે અને તેના મનમાં એવી ગ્રંથિ ના થાય કે મારે પણ મારી માતાની જેમ બહાર કામ કરવા જવું પડશે અને તેનું મન ભણવા પ્રત્યેથી ઉઠી જશે.
મારો નિર્ણય ખોટો ના લાગતા મારી માતાએ મારા કહ્યા મુજબ જ કર્યું હવે મારી માતા ઘરે રહેતા હતા અને મારી નાની બહેન હવે નિશાળ જવા લાગી હતી અને હું પણ નિશાળમાં ફક્ત પરિક્ષા આપવા જતો હતો અને મારું ભણવાનું  ચાલુ રાખ્યું હતું. અને મે એક જગ્યાએ નોકરી શોધી કાઢી હતી .
હું જ્યાં નોકરી જતો હતો તે ખૂબ મોટી કે વધારે પગાર વાળી નોકરી ન હતી પણ તેનાથી મારો ખર્ચો , નાની ની અમુક ઈચ્છાઓ અને બચત માતાને ઘરે આપતો હતો.
હવે મારે મેટ્રિક ની પરિક્ષા ખૂબ જ નજીક આવતી હતી અને આ પરિક્ષામાં મારે સારા એવા ગુણથી પાસ થવું હતું. નોકરી મારી એક વેટરની હતી ત્યાં જ્યારે ભીડ હોય ત્યારે હું કામમાં વ્યસ્ત હોતો અને જ્યારે કોઈ કામ ના હોય ત્યારે હું મારું વાંચન ત્યાં કરતો. જેનાથી મારે ઘરે આવીને મોડી રાત સુધી વાંચવા જાગવું ના પડે. અમુક વાર તો મારા માલિક પણ ગુસ્સે થતાં હું વાંચતો હોવ અને એમણે કોઇ બૂમ પાડી હોય અને મારું ધ્યાન એમની બુમ પર ના ગઈ હોય , ધીમે ધીમે તેમને પણ મારા પ્રત્યે આદર થવા લાગ્યો અને કેટલીવાર કહેતા કે મેટ્રિક પછી આગળની ઈચ્છા શું છે ?  ત્યારે હું કહેતો પેલા મેટ્રિક તો પાસ થઈ જવા દો. તેમણે મને કહેલું કે તારે જ્યારે પણ કોઈ વસ્તુ કે પૈસાની જરૂર હોય તો મને
જરૂર થી સંકોચ રાખ્યા વગર કહે જે.  મારાથી થતી મદદ હું અવશ્ય કરીશ . પણ જેમ બને તેમ હું ક્યારેય એવા નિર્ણયો ના કરતો. જેનાથી કોઇ પાસે. હાથ લંબાવો ના પડે . પોતાની પાસે છે તે જ બજેટને ધ્યાનમાં રાખી હું ભવિષ્યની યોજના બનાવતો હતો. સવારે ૭ વાગે નોકરી પર જતો અને રાતે ૧૧ કે ૧૧ ૩૦ સુધી ઘરે
પાછો આવતો . નોકરીનો સમય વધારે હતો પણ  નાની ઉંમરે  મને નોકરીએ કોણ રાખે અને રાખે તો મને જે પગાર આ નોકરીમાંથી મળતો તેટલો પગાર કોઈ નોકરી વાળા આપવા તૈયાર ન હતા . હું સવારે ફક્ત ચા પી ને નોકરી જતો અને બપોરનું ભોજન ત્યાં અને રાતનું ભોજન પણ ત્યાં જ કરતો એક વાર તો માતાએ કહ્યું બેટા કોઈવાર ઘરે પણ જમતો હોય તો , ત્યારે હસતા હસતા હું કહે તો તારું જમવાનું હોટલ જેવું ક્યાં હોય છે. હોટલમાં આવજે એક વાર ખબર પડે તને તારો છોકરો કેટલું સારું ભોજન કરે છે . આ વાત પરથી મારી માતા મારા પર ગુસ્સે ના થતી પણ એ સમજતી હતી કે હું કેમ હોટલમાં જમીને આવતો હતો કે જેથી ભોજન ઘરમાં ઓછું બને તો ખર્ચ ઓછો થાય અને ખર્ચ ઓછો થાય તો ઘરમાં બચત થાય .પણ અઠવાડિયામાં એક વાર હું અવશ્ય હોટલમાંથી જમવાનું પેકિંગ કરી ઘરે લાવતો અને હું અને મારી નાની , મારી માતા સાથે બેસીને જમતા એ દિવસે મને ખૂબ જ ખુશી થતી.
  હવે દિવસો પસાર થતા મારી મેટ્રિક પરિક્ષા એક દમ  નજીક આવી ગઇ હતી.મે એક વાર હોટલ પરથી બે - ત્રણ કલાકની છુટ્ટી લેતા હુ મારા માસ્તરને મળવા ગયો મારી પરીક્ષાની ચર્ચા કરી અને મારી નાની બહેન ની પણ ચર્ચા કરી તે ભણવામાં કેવી છે. ભણવામાં ધ્યાન તો આપે છે ને  માસ્તરે તેની વાત  સાંભળીને કહ્યું કે તારી નાની બહેન ખબર છે કેટલી હોશિયાર છે તે નિશાળની બધી જ સ્પર્ધામાં ભાગ લે છે અને વિજેતા પણ બને છે . જ્યારે તું પાછો જવ ત્યારે પ્રિન્સીપાલ ની ઓફિસની બહાર ની દીવાલ પર તારી નાની બહેન નો ફોટો છે જે ગયા અઠવાડિયે વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ વિજેતા બની હતી. આટલી સારી વાત સાંભળી મને મારી નાની બહેન માટે ખૂબ જ ગર્વ થયું. હવે હું ત્યાંથી રજા લેવા માટે માસ્તરને જણાવ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર હવે મારે મોડું થઇ ના જાય એટલે હું નીકળું છું.
રસ્તામાં ચાલતા ચાલતા મને નાની પ્રત્યે ગર્વ થતો અને આજે હું નાની માટે ઘરે કંઇક લઈ જવ એવી મનમાં ઈચ્છા થઇ. મે વિચાર્યુ શું લવ , શું લવ ..ત્યાં વિચાર આવ્યો એક સરસ ડ્રેસ લઈ જવ નાની ને મારી પસંદ ગમશે. હવે લેતા લેતા બીજો એક વિચાર આવ્યો માતા માટે પણ કશું લઈ જવ પણ માતા માટે શું લઈ જવ
ત્યારે વિચાર આવ્યો કે પિતાના મૃત્યુ પછી  માતા નવી સાડી તો પહેરતી નથી તો મારે એવું કંઇક આપવું જોઈએ જે વસ્તુ તેને કામ લાગે તો તરત મને વિચાર આવ્યો કે અલગ અલગ દોરાની રિલ લઇ જવ અને ૨ કાતર લીધી. આમ પણ માતાના મોઢા પર મે સાંભળ્યું હતું કે આ વસ્તુની ખરીદી કરવા જવાની જ હતી તો હું
જ એ લાવી આપુને . અને આવો વિચાર કરતા મે નાની બહેન અને માતાનો સામાન પેક કરાવ્યો અને હું હોટલે પહોંચ્યો. હોટલ પર થી છૂટી હું ઘરે જવા નીકળ્યો અને ઘરે પહોંચીને મે નાનીને બુમ પાડી નાની બહાર આવી અને મારા હાથમાં થેલી જોઈને પૂછ્યું શું લાવ્યા ભાઇ આના પહેલા એકપણ વાર હું આવી રીતે કંઈ લઈને આવ્યો ન હતો . મે નાનીના હાથમાં થેલી આપી અને હું હાથ પગ ધોવા ગયો અને હાથ પગ ધોઈને આવ્યા પછી હું માતા પાસે ગયો ત્યારે માતાએ પૂછ્યું બેટા આજે શું લાવ્યો છે નાની ક્યારની મને કહે છે ભાઇ આજે કંઇક લાવ્યા છે મા, ભાઇ આજે કંઇક લાવ્યા છે.મે થેલી નાની પાસે ખોલાવી અને ડ્રેસ વાળી કોથળી  નાનીના હાથમાં રાખી અને બીજી રહી એ માતાને આપી .  બંને લોકો ખૂબ જ ખુશ થયા , નાની તો એટલી બધી ખુશ થઇ કે બસ કાલે જ આ ડ્રેસ હું પહેરીશ. અને માતાએ મને કીધું આમ પણ બેટા તું વધેલા બધા પૈસા મને આપે છે તો આ લાવવાની ક્યાં જરૂર હતી ત્યારે મે કીધું આટલા દિવસથી હું તારા માટે કઇ લાવી શક્યો છું. લાવ્યો છું તો કેમ આવું બોલે છે. માતાએ કીધું બેટા પણ હું નહિ ઈચ્છતી કે મારા લીધે તારો પૈસો બગડે , ત્યારે મે માતાને કહ્યું ક્યાં પૈસા બગડ્યા છે મા જો નાની કેટલી ખુશ લાગે છે અને તારા માટે લાવ્યો એ તો તું પણ લાવવાની જ હતી ને.. આમ વાત પૂર્ણ કરી અને અમે બધા સૂઈ ગયા.
   મે મેટ્રિક ની પરિક્ષા આપી દીધી હતી અને હવે હું પરિણામની રાહ જોઈ રહ્યો હતો અને નોકરી પર વધારે ધ્યાન આપતો હતો. એ દિવસ આજે આવી ગયો હતો જે દિવસની રાહ હું કેટલાય દિવસોથી જોઈ રહ્યો હતો અને આજે હું મારી નિશાળમાં પહોંચ્યો હતો કારણકે તે સમય પર ઈન્ટરનેટ પર પરિણામ આવતું ન હતું. મે પરિણામ જોવા બોર્ડ ચેક કરવા લાગ્યો . મારે હવે મારો નંબર શોધવાનો હતો મે છેલ્લા ૪ આંકડા જોવા માંડ્યો
અને છેવટે મને મારો નંબર મળી ગયો અને તેની સામે મારા ટકા આપ્યા હતા અને નંબર પણ આપ્યો હતો . તે વખતે હું  ખરેખર ખૂબ જ ખુશ હતો કે મારો આખી નિશાળમાં બીજો નંબર આવ્યો હતો અને ૮૫ ટકા આવ્યા હતા. આ પરિણામ જોતા મારી નાની બહેન મારી પાસે હતી અને મારા માસ્ટર પણ મારી પાસે હતા તેમને મને કહ્યું બેટા તે જે તે વિચાર્યું તેના કરતાં વધુ તારું પરિણામ વધારે સારું છે. આ વાત હોટલ સુધી પહોચતા વાર ના લાગી અને મારા માલિકે બધા  જ કામદારોને આજે  મારા પાસ થવાની અને કોલેજમાં બીજા નંબર આવવાની ખુશીમાં પાર્ટી આપી અને તેમણે મને કહ્યું
હવે તો પરિણામ આવી ગયું  હવે આગળ શું કરવાની ઇચ્છા છે ? મે વિચારતા કહ્યું હવે જરૂર હું તમને જણાવીશ કે મારે શું બનવું છે.  અને કહ્યું હવે હું  સરકારી પરીક્ષાની તૈયારીઓ કરીશ અને  સરકારી ઓફિસર બનીશ .
માલિકે કીધું સપના તારા સારા ઊંચા છે અને મને ખાત્રી છે તું અવશ્ય એક દિવસ સરકારી ઓફિસર બનીશ.
આમ એ દિવસ મારી જિંદગીનો ખૂબ જ મસ્ત દિવસ હતો, ઘરે ગયો ત્યારે મારી માતાને પણ મારી પરિણામ સાંભળીને મારા પર ખૂબ ગર્વ થયો.
 હવે હું ધીરે ધીરે સરકારી પરીક્ષાની તૈયારીઓ કરતો હતો અને એક દિવસ પરિક્ષા આપી અને હું તેમાં સારા એવા રેંકથી પાસ થયો અને હવે મારે ૬ મહિના માટે ઓફિસરની ટ્રેનિંગમાં જવાનું થયું તો મે માલિકને વાત કરી માલિકે એક પણનો પણ વિચાર ના કરતા મને જવાની મંજૂરી આપી અને કહ્યું બેટા તને મારી વાત યાદ છે ને કોઈપણ પ્રકારની વસ્તુ કે પૈસાની તકલીફ પડે તો અવશ્ય મને ખબર મોકલજે .
ધીરે ધીરે ૬ મહિના પૂરા થવા આવ્યા અને હું એક સરકારી ઓફિસર બની ગયો હતો. હવે હું પહેલા તો
મારા ઘરે આવ્યો આ ખુશ ખબર મારી માતાને જણાવી અને મારી નાની બહેન ને જણાવી તે લોકો ખૂબ જ ખુશ થયા . હવે મારે બીજા કોઈને મારી સફળતાની ખુશ ખબર કહેવાની હોય તો મારા માસ્ટર , પેલા દુકાનવાળા ભાઇ જેમણે મને મુશ્કેલ ઘડીમાં મને મદદ કરી હતી . પેલી સ્ત્રી જેને અમારી ખરાબ પરિસ્થિતિ જોઇને અમારા ઘરના સભ્યો માટે ૧૦ દિવસ જમવાનું મોકલાવ્યું હતું અને  છેલ્લે હું જે હોટલમાં કામ કરતો હતો તે હોટલના સ્ટાફનો અને તેના માલિકનો .
   હવે ધીરે ધીરે  મારા ઘરની પરિસ્થિતિ સારી બની રહી હતી નાનીને મેટ્રિક પછી આગળ ભણવાની ઈચ્છા હતી અને મારી માતાને  હવે મે સંચો ચલાવવાની ના પાડી હતી પણ તેને કીધું બેટા ઘરે બેઠા બેઠા કંટાળી જવ એના કરતા હું મારું કામ કરું તો સારું. મે માતા ને કંઈ કહ્યું નહિ અને હું મારા કામમાં વ્યસ્ત થઇ ગયો એક વાર મારે એક મિટિંગ નું આયોજન કરવાનું હતું તો તેના માટે એક સારી હોટલ જોઈતી હતી તો મને મારી જૂની હોટલ યાદ આવી અને તે મિટિંગ મે ત્યાં રાખી અને તેના લીધે મારા માલિક પણ ખુશ થયા હતા કે તારા લીધે આજે સરકારી ઓફિસરની મિટિંગ મારી હોટલમાં થઇ.
કેટલીય વાર હું મારી બહેન , અને મારી માતા એ હોટલમાં જમવા જતા હતા.

    વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર

                                                         

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "