ઘડિયાળના કાંટા
ઘડિયાળમાં કેટલા કાંટા હોય છે અને તેનું નામ કાંટા જ કેમ રાખ્યું ? અને દરેક કાંટો અલગ અલગ ગતિએ ફરે છે.
ઘડિયાળના લીધે આપણે ચોક્કસ સમય જોઇ શકીએ છીએ. સમયનો માર દરેકને પડે છે જેના લીધે દરેકને વાગે છે અને કદાચ એટલે જ ઘડિયાળમાં કાંટા હોય છે.
ઘડિયાળના ત્રણ કાંટા
સેકંડનો કાંટોએ આપણું બાળપણ છે. જેની ગતિ બીજા બે કાંટા કરતા વધારે છે એટલે સેકંડનો કાંટો ફરતા વાર નહિ લાગતી તેમ બાળપણનો સમય જતાં વાર નહિ લાગતી અને તેના પછી બીજો કાંટો મિનિટ નો છે
મિનિટનો કાંટો સેકંડના કાંટા કરતા થોડો ઓછો ફરે છે એટલે સેકન્ડનો કાંટો એક વાર આખું ચક્ર પૂરું કરે ત્યારે મિનિટનો કાંટો ફક્ત એક વાર ખસે છે મિનિટનો કાંટો આપણને આપણી જવાનીનો અહેસાસ કરાવે છે
જવાનીમાં અહેસાસ થાય છે કે સેકંડ કાંટાની જેમ આપણે બાળપણમાં જે ગતિએ ચાલતા હતા તેનું મહત્વ મારા એકવાર ખસવા જેટલું જ છે ભલે એ સમય પર હું ખૂબ દોડ્યો પણ આ પરિસ્થિતિની સામે તેનું મૂલ્ય એટલું નથી.
હવે વાત કરું છેલ્લા કાંટાની તો તે બીજા બે કાંટા કરતા
ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે એમ દુનિયામાં છેલ્લા કાંટાની જેમ કોઈ ચાલતું હોય તો તે આપણા વડીલો છે જેમની ઉંમરના લીધે હવે તે કલાકના કાંટાની જેમ ધીમે ધીમે ચાલે છે પણ જેમ ઘડિયાળમાં કલાકના કાંટાનું જેટલું મહત્વ છે તેટલું મહત્વ બીજા કાંટાનું નથી અને તેવી જ રીતે આપણા બધાના જીવનમાં અને પરિવારમાં કલાકની કાંટાની જેમ ધીમે ચાલતા વડીલોનું ખૂબ મહત્ત્વ છે. જ્યાં મિનિટનો કાંટો ૬૦ ચક્ર પૂર્ણ કરે છે ત્યારે કલાકનો કાંટો પાંચ વાર ખસે છે અને જ્યાં સેકન્ડનો કાંટો ૩૬૦૦ વાર ખસે ત્યારે પણ કલાકનો કાંટો ફક્ત પાંચ જ વાર ખસે છે. એમ છેલ્લો કાંટો કલાકનો હોય છે અને તે કાંટાના લીધે જ આપણે સમય જોઇ શકીએ છીએ અને તેવી જ રીતે આપણી સાચી ઓળખ આપણા વડીલોના લીધે થાય છે. ઘડિયાળમાં કાંટા આપેલ છે એટલે જ આપણે સમય પૂછતી વખતે કહીએ છીએ કે કેટલા વાગ્યા.
આ ત્રણ કાંટા આપણને આપણા જીવનનો સમય બતાવે છે અને જીવન સમયનું મહત્વ. જીવનમાં જીવવા સમય બીજો મળી શકે છે પણ સમય બદલવા જીવન પાછું મળતું નથી.
તમે બધાએ એક કહેવત સાંભળી જ છે
"જ્યાં ત્રણ કાંટા ભેગા થાય ત્યારે બાર વાગે છે" તેમ આપણે પણ પરિવારમાં ત્રણ જનરેશનના માણસ રહીએ છીએ અને જ્યારે પણ આ ત્રણ જનરેશન ભેગી થાય છે ત્યારે આપણા પરિવારની તાકાત બને છે અને આ તાકાત ગમે તેવી વિકટ પરિસ્થિતિ ને બદલી શકે છે.
- ઉરવ
( ખાસ નોંધ : ઉપરનો લેખ ડો.જગદીશભાઈ ત્રિવેદીના વીડિયોના માર્ગદર્શન હેઠળ બનાવેલ છે પરંતુ અમુક વિચારો મારા પણ ઉમેરેલ છે.)
Comments
Post a Comment