Posts

Showing posts from October, 2020

પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

ક્યારેક તો કોઈની જરૂર પડે

        ક્યારેક તો કોઈની જરૂર પડે                 એક ફરિયામાં બે પરિવાર રહેતા હતા એક પરિવાર ગરીબ અને એક પરિવાર અમીર હતો. બંને પરિવારને એકબીજા સાથે સારા સંબંધો હતા   એક દિવસ થાય છે એમકે ગરીબ ઘરની સ્ત્રી અમીર સ્ત્રીના ઘરે એક વાડકી ખાંડ લેવા જાય છે અમીર સ્ત્રી તેને એક વાડકી ખાંડ આપે છે.  હવે બીજે દિવસ અમીર ઘરની સ્ત્રી ગરીબ ઘરના ઘરે થોડું મીઠું લેવા જાય છે અને ગરીબ ઘરની સ્ત્રી મીઠું આપે છે અને અમીર ઘરની સ્ત્રી પાછી ઘરે આવે છે  ત્યારે તેનો પતિ તેને પૂછે છે કે આપણા ઘરે મીઠું હતું છતાં તું કેમ એમના ઘરે મીઠું લેવા ગઈ ?   ત્યારે અમીર સ્ત્રીએ તેના પતિને આપેલો જવાબ આપણા દરેક માટે પ્રેરણા દાયક છે    અમીર સ્ત્રીનો જવાબ : હું એના ઘરે કદાચ આપેલી એજ ખાંડ લેવા ગઇ હોત તો કદાચ તે મને ખાંડ ના આપી શકત પણ મને ખબર હતી કે ગરીબના ઘરે મીઠું તો હોય જ એટલે હું તેના ઘરે મીઠું લેવા ગઈ જેનાથી તે મને ના ના પાડી શકે. આવો સરસ જવાબ સાંભળીને તેના પતિને તેના પર ગર્વ થયો કે ખરેખર તારો વિચાર ખરેખર સારો છે અને આવો વિચાર આપણા દર...

સંઘર્ષના દિવસો અને સફળતાના દિવસે

               સંઘર્ષના દિવસો અને સફળતાના દિવસે  થોડા સમય પહેલા મને એક વિચાર આવ્યો કે મારે કંઇક કરવું છે તે કરવા માટે હું બે ત્રણ નહિ પણ પંદર વીસ વ્યક્તિને રૂબરૂ મળ્યો અને એવા જ વ્યક્તિને મળ્યો કે જે મને ઓળખે છે એમાંથી કેટલાયને તો મારી વાત સાંભળવાનો સમય જ હતો નહિ અને જેને સાંભળી મારી વાત અને જેની સાથે મે મારા કામ કરવાનો વિચાર રજૂ કર્યો તે લોકોને મારા કામમાં રસ પણ ના આવ્યો અને મારો વિચાર કામ નહિ લાગે આવું કીધું છતાં પણ હું ઉદાસ ના થયો કે ચાલો ને હજુ  જે ખાસ મિત્રો છે તેમને મળું તેમને કદાચ મારો વિચાર ગમે મારા વિચાર પર વિશ્વાસ મૂકે અને મારી સાથે કામ કરવા જોડાય પણ એવું કંઈ ના થયું .        હવે તો હું એકલો જ હતો મારા વિચાર અને મારું કામ કરવા માટે એક બે દિવસ તો મને પણ લાગ્યું કે ખરેખર મારા મિત્રો સાચું કહેતા હતા કે મારા વિચાર પર કામ કરવામાં કંઇ મજા નહિ. હવે મારો વિચાર તે વિચાર પર કામ નહિ જ કરવાનો હતો અને બીજે દિવસે વહેલી સવારે મને એક સપનું આવ્યું કે બીજા લોકો તારી સાથે નથી તો શું તું તારા વિચારને છોડી દઈશ શું તને તારા પર વિ...

"જીવનનો બદલાવ - પુરુષાર્થ "

          " જીવનનો બદલાવ - પુરુષાર્થ "  દુનિયાનો દરેક વ્યક્તિ એવું ઇચ્છતો હોય જ છે મારે મારું જીવન બદલવું છે પણ એમ થોડું બદલાય જાય છે તેને બદલવા પ્રચંડ પુરુષાર્થ કરવો પડે છે અને આવો પુરુષાર્થ દરેક વ્યક્તિ કરી શકતો નથી અહી દરેક વ્યક્તિ પ્રારબ્ધની આશાએ પોતાનું જીવન બદલવા માગે છે જ્યારે પણ મારો સમય આવશે ત્યારે મારું જીવન બદલાશે આવું વિચારનારા ઘણા બધા હોય છે પણ જેને ખરેખર પોતાનું જીવન બદલવું છે તે ખરેખર પ્રચંડ પુરુષાર્થ કરવા તૈયાર રહે છે તેના જીવનની દરેક સ્થિતિમાં તે પોતાને સ્થિર રાખવાની કોશિશ કરતો રહે છે. ઘણા લોકો એવા પણ હોય છે જે ફક્ત માની લેતા હોય છે ભગવાનની જેવી ઇચ્છા હશે મારી સાથે તેવું જ થશે અને આમ ને આમ તે પોતાના જીવનને બદલવા કોઇ પણ જાતનો પુરુષાર્થ કરતો નથી પણ એને ખબર નથી કે ભગવાન ફક્ત તમને જીવન આપે છે પણ તેને કેવું જીવવું તે વ્યક્તિ પોતાની ઇચ્છા મુજબ જીવી શકે છે  આપણે વાચ્યું છે કે કોઈપણ કર્મ કરવું જોઇએ પણ કર્મ કેવું કરવું જોઇએ તેની સાચી ખબર દરેકને ખરેખર હોતી નથી કર્મ એટલે આપણે જે પણ ક્રિયા કરીએ છીએ તે બધું જ કર્મ જ છે. દરેકે સાંભળ્યું છે કે કર્મ ક...