પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

ક્યારેક તો કોઈની જરૂર પડે



        ક્યારેક તો કોઈની જરૂર પડે 

               એક ફરિયામાં બે પરિવાર રહેતા હતા એક પરિવાર ગરીબ અને એક પરિવાર અમીર હતો. બંને પરિવારને એકબીજા સાથે સારા સંબંધો હતા 
 એક દિવસ થાય છે એમકે ગરીબ ઘરની સ્ત્રી અમીર સ્ત્રીના ઘરે એક વાડકી ખાંડ લેવા જાય છે અમીર સ્ત્રી તેને એક વાડકી ખાંડ આપે છે.
 હવે બીજે દિવસ અમીર ઘરની સ્ત્રી ગરીબ ઘરના ઘરે થોડું મીઠું લેવા જાય છે અને ગરીબ ઘરની સ્ત્રી મીઠું આપે છે અને અમીર ઘરની સ્ત્રી પાછી ઘરે આવે છે 
ત્યારે તેનો પતિ તેને પૂછે છે કે આપણા ઘરે મીઠું હતું છતાં તું કેમ એમના ઘરે મીઠું લેવા ગઈ ?
  ત્યારે અમીર સ્ત્રીએ તેના પતિને આપેલો જવાબ આપણા દરેક માટે પ્રેરણા દાયક છે 
  અમીર સ્ત્રીનો જવાબ : હું એના ઘરે કદાચ આપેલી એજ ખાંડ લેવા ગઇ હોત તો કદાચ તે મને ખાંડ ના આપી શકત પણ મને ખબર હતી કે ગરીબના ઘરે મીઠું તો હોય જ એટલે હું તેના ઘરે મીઠું લેવા ગઈ જેનાથી તે મને ના ના પાડી શકે. આવો સરસ જવાબ સાંભળીને તેના પતિને તેના પર ગર્વ થયો કે ખરેખર તારો વિચાર ખરેખર સારો છે અને આવો વિચાર આપણા દરેકને આવો જોઇએ.

    આપણે પણ જેની પાસે જે હોય તેની મદદ માંગવી જોઈએ નહિ કે ના હોય તેની કારણકે નહિ હોય તેની મદદ માંગશો તો તે મદદ કરી પણ નહિ શકે અને તેને મદદ ના કરવાનું દુઃખ પણ થશે.
  અમીર માણસે પણ ગરીબ માણસની મદદ લેવી જોઇએ જેના કારણે ગરીબ પોતાને ક્યારેય નાનો માણસ ના સમજે અને તેને પણ લાગે કે અમીરને પણ મારી જરૂર પડે તો મારે તો બીજા ઘણા લોકોની જરૂર પડે .
       કોઇએ એવો વહેમ ક્યારેય ના રાખવો મારે કોઈની જરૂર ના પડે પણ સમય અને સંજોગે ચપટી ધૂળની પણ જરૂર પડે.

  
   

  

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "