પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

"સ્વ સાથેનો સબંધ "

સ્વ એટલે પોતે , અહી મારે વાત પોતાના સાથેના સંબંધ વિશે કરવી છે.
   સબંધ દરેક પ્રકારના હોય છે.
દા,ત., ભાઇ નો ભાઇ સાથે, મમ્મી નો બેટા - બેટી સાથે ,
ભાઇ નો બહેન સાથે , બહેન નો બહેન સાથે , પપ્પાનો મમ્મી સાથે પોતાના બાળકો સાથે, દાદા દાદી સાથે , કાકા - કાકી સાથે,  અહી મારે મુખ્ય વાત એ કરવી છે કે દરેક વ્યક્તિ દરેક માણસ સાથે કોઈને કોઈ સબંધથી જોડાયેલો હોય છે. બીજો પણ એક સબંધ છે જે આજની દુનિયા તેને ખુબ જ મહત્વ આપે છે અને તે સબંધ મિત્રતાનો છે પણ એક અતૂટ સંબંધ આપણો આપણા અંતર આત્મા સાથે હોય છે. તમે તમારી પોતાની સાથે બેસી શકો છો તમે તમારા માટે વિચારી શકો છો, કોઈ પ્રવૃત્તિ કરી એવી કરી શકો છો જેનાથી તમને ખુશી મળે તમે જે પણ કંઈ કરો છો તે તમારા સ્વ સાથે જોડાયેલ છે અત્યારે થવા એવું લાગ્યું છે આપણે આપણી પોતાના સાથેના સબંધને ઓળખવા જ નથી માગતા, કંઈ પણ હોય બહારના સંબંધથી આપણે બધા ટેવાઈ ગયા છીએ. આપણે શું કરવું છે , આપણને શું પસંદ છે, હું કોણ છું અને મારે માટે શું સારું છે શું ખરાબ છે એ બધું આપણે જાણવા માટે બહારના સંબંધોની જરૂર પડે છે . દા.ત., તમારે કંઇ ખરીદી કરવી છે તો તમે બીજાને પૂછશો, તમારે કોઈ ધંધો શરૂ કરવો છે તો પણ બીજાને પૂછશો, જો કદાચ કોઇ વસ્તુ તમને ગમી ગયું હોય અને કોઈ બહાર નો સબંધ એટલે તમારો મિત્ર કે બીજી કોઇપણ વ્યક્તિ કહી દે આમા મજા નથી હો ,
આપણે એટલું પણ કહી નથી શકતા કે અલ્યા પણ તારે ક્યાં લેવાનું છે લેવાનું તો મારે છે ને. હું એવું કેવા નથી માગતો કે તમારે કોઈની સલાહની જરૂર નથી પણ બીજાની સલાહ દરેક સમય પર સાચી નથી હોતી ,
કદાચ તમારે આગળ ભણવા કૉલેજ કરવી છે હવે તમે પપ્પાને પૂછશો પપ્પા મારે કયો કોર્સ કરવો જોઈએ અરે આ સમય બીજાને પૂછવાનો થોડી છે તને જેમાં પણ રુચિ હોય તે કોર્સ કરી શકે છે તને કોઈ ના થોડું પાડવાનું છે. મારું માનવું તો ફક્ત એવું છે. તમે કંઇપણ ભણો, પણ ભણો , સારું ભણો , જરૂરી નથી જે ભણશો તેના પર જ તમારું કેરિયર બનશે ના એવું ફક્ત ૨૦ % ભણેલા લોકો સાથે જ થતું હોય છે બાકી બીજા ૮૦ % લોકો ભણ્યા કંઇક અલગ હોય અને તેમનું  કેરિયર કંઇક અલગ હોય. જો જીવનમાં પ્રગતિ કરવી હોય તો પોતાને ઓળખવો ખૂબ જ જરૂરી છે પોતે કંઈ પ્રવૃત્તિમાં રસ રાખીએ છીએ, પોતાને શું કરવું છે , પોતાના ગુણો કેવા છે , બીજા વ્યક્તિ માટે પોતાની વિચાર શ્રેણી કેવી છે , તમારી પોતાની માન્યતા શું છે આ બધું જાણવું ખૂબ જ જરૂરી છે પોતાના પર આત્મવિશ્વાસ રાખવો , પોતાને બીજાથી કંઇક વિશેષ માનવું એ બધું જ સ્વ સાથે જોડાયેલ છે. તમારે બીજા કોઈ સાથે સારા સંબંધો રાખવા છે તો પહેલા પોતાના સ્વ સબંધને ઓળખો.
આપોઆપ બીજા સાથેના સંબંધો સારા બનશે.

 જો પોતાના માટે સમય આપે એ વ્યક્તિ સ્વાર્થી નહિ ગણાતો પણ બીજા સાથે કામ પૂરતો જ સમય આપવો અને પછી કોઈપણ પ્રકારનો સંબંધ ના રાખવો એ માણસ સ્વાર્થી હોય છે. સબંધ બધા પાસે રાખો પણ  સ્વ સાથેના સબંધને ઓળખો.
                                                             

Comments