Posts

પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

વિધાતાના લેખ કોઇ ના બદલી શકે

             વિધાતાના લેખ ક્યારેય ના બદલાય    આપણા બધાને ખબર છે કે આપણા દરેકના લેખ છઠ્ઠીના દિવસે જ લખાય જાય છે અને એ દિવસે જેવી રીતે લખાયું હોય તેવી જ રીતે આપનું જીવન પસાર થાય છે તેમાં થોડો પણ ફેરફાર થઇ જ ના શકે.  વિધાતાના લેખ ક્યારેય ના બદલાય તેને એક નાની સત્ય બનેલી ઘટના દ્વારા  સાંભળીએ.        રાવણના ઘરે એક દિવસ વિધાતા તેની દીકરીના લેખ લખવા આવે છે હવે રાવણ કેટલો શક્તિશાળી હતો તે તો આપણને ખબર જ છે જ્યારે વિધાતા લેખ લખીને ઘરની બહાર નીકળે છે ત્યારે રાવણ વિધાતાને પૂછે છે કે શું લખ્યું મારી દીકરીના નસીબમાં ત્યારે વિધાતા કહે છે જે હું લખું છું તે ફક્ત મને થોડીવાર સુધી જ યાદ રહે છે અને એ થોડીવાર પછી તો મને પણ ખબર હોતી નથી કે મેં કોના ભાગ્યમાં શું લખ્યું છે. રાવણ કહે છે ભલે તમે થોડીવાર પછી ભૂલી જતા હોવ પણ અત્યારે તો તમને યાદ હશે ને થોડું એમાંથી એક પ્રસંગ કયો બનાવાનો છે મારી દીકરીના જીવનમાં એતો કહો. વિધાતા કહે છે આમ તો મારી પાસે કોઇ અધિકાર નથી કે મેં જે લખ્યું તે બીજાને કહી શકું છતાં પણ તમે પૃથ્વી પરના એક એવા મહાન માણસ ...

કર્મ ફળ ના આપે ત્યાં સુધી શાંત ના થાય

                     " કર્મ ફળ ના આપે ત્યાં સુધી શાંત ના થાય "     આપણે દરેકે કર્મ વિશે ઘણું બધું સાંભળ્યું છે કે જીવનમાં સારા કર્મો કરવાથી સારા ફળ મળે છે અને ખરાબ કર્મ કરવાથી ખરાબ ફળ મળે છે. તો કર્મની જ એક સત્ય ઘટના છે જે એક કોર્ટના જજ સાથે બનેલી છે.        એકવાર જજ સાંજના સમયે એક બગીચામાં એક બાંકડા પર બેઠા હતા. બેઠા બેઠા ત્યાં અંધારું થવા આવ્યું હતું અને તે અંધારામાં તેમની પાસેથી એક માણસ  ભાગતો ભાગતો એમની પાસેથી પસાર થાય છે અને એ માણસની પાછળ એક બીજો માણસ એની પાછળ પાછળ ભાગતો જાય છે અને થોડે દૂર જઇને પેલો માણસ પેલા આગળ વાળા માણસને પકડી પાડે છે અને હાથમાં રહેલા ચપ્પા વડે પેલા માણસના પેટમાં બે વાર ઘા કરે છે અને પેલો માણસ ત્યાંને ત્યાં ઢળી પડે છે. આ આખી ઘટના આ બાજુ જજ જોઇ રહ્યા હતા જેને ચપ્પાના ઘા માર્યા તે માણસને જજે જોયો હતો પણ તેમને ખબર હતી કે આવતીકાલે સવારે આ કેસ કોર્ટમાં જ આવશે ને એમ કરીને ત્યાંથી ઘર તરફ જતા રહે છે.        બીજા દિવસે કોર્ટમાં તેજ કેસ આવે છે પણ જેણે ખૂન કર્યું ...

ભગવાને દરેકનું સારું જ વિચારેલું હોય છે

      ભગવાને દરેકનું સારું જ વિચારેલું હોય છે   એકવાર નારદ મુનિ પૃથ્વી પર ફરવા આવે છે તે એક એવા પરિવારને જોવે છે તે પરિવારમાં એક સ્ત્રી અને ત્રણ દીકરીઓ હોય છે જેની અનુક્રમે ઉંમર ૫ વર્ષ , ૩ વર્ષ અને ૧ વર્ષની હોય છે. નારદ મુનિ તેમના ઘરે જાય છે અને મોટી દીકરીને પૂછે છે કે તારા પિતા ક્યાં છે તારા પિતા ઘરે દેખાતા નથી ત્યારે તે દીકરી જવાબ આપે છે કે   છ મહિના પહેલા મારા પિતા એક ગંભીર બીમારીના લીધે મૃત્યુ પામ્યા અને હવે અમે ત્રણેય બહેનોની સંપૂર્ણ જવાબદારી મારા માતા પર આવી ગઈ છે. મારી માતા બીજા લોકોના ઘરે કામ કરીને અમારું અને એનું ભરણ પોષણ કરે છે. નારદ મુનિ આટલી વાત સાંભળે છે અને ત્યાંથી આગળ નીકળી જાય છે.  હવે નારદમુનિ પાછા ફરે છે ત્યારે તે ઘર આગળથી નીકળે છે તો જોવે તો એ સ્ત્રી ત્યાં દેખાતી ન હતી અને એ ત્રણે દીકરીઓ ઘરમાં બેઠેલી. ત્યાં નારદ મુનિએ મોટી દીકરીને પૂછ્યું તારી માતા ક્યાં ? તો મોટી દીકરીએ જવાબ આપ્યો મારી માતા થોડા દિવસથી બીમાર હતી અને છેવટે બીમારી વધતી ગઇ અને અઠવાડિયા પહેલા જ તેનું મૃત્યુ થયું છે. આ બધું જાણીને નારદ મુનિ સ્વર્ગમાં પાછા આવે છે અને ભગવા...

કોનું સાંભળવું અને કોનું સાંભળ્યું

           કોનું સાંભળવું અને કોનું સાંભળ્યું  આજે મને એક અનુભવ થયો કે શું મારી સાંભળેલી વાત ખરેખર સાચી છે   અમુક ઉંમર થયા પછી મારી જેમ દરેક વ્યક્તિને ( પુરુષ - સ્ત્રી ) મારા જેવો પ્રશ્ન અવશ્ય થતો હશે કે હવે મારે શું કરવું અને શું નિર્ણય લેવો.   આપણા દરેકની એક એવી ઉંમર હોય છે જ્યારે આપણે આપણા ઘરના લોકોને ખૂબ જ નજીકથી સમજવાના હોય છે અને તે સમય પોતાની જવાનીનો હોય , આપણે દરેકની આ ઉંમરમાં આપણે એક નિર્ણય કરવાનો હોય છે કે હવે મારે શું કરવું ..પરંતુ આ વખતે પોતાના મનમાં ચાલતા દરેક પ્રશ્નોનો જવાબ આપણે ઘરવાળા પાસેથી લેવાને બદલે આપણે બહારની દુનિયાના વ્યક્તિઓ પાસેથી લેવા માંગીએ છીએ કે મારો એક સારો મિત્ર , મારો કોઇ સારો સબંધી , અન્ય પણ બીજા અમુક લોકો હોય છે જે આપણને આપણા જીવન વિશે કંઈ ને કંઈ માર્ગદર્શન આપવા ઇચ્છતા હોય છે ત્યારે આપણે આપણા ઘરવાળાને પૂછ્યા વગર બહારના લોકો પાસેથી નિર્ણય તો લઈ લેતા હોઈએ છીએ અને અંતે જ્યારે તેમાં નિષ્ફળતા મેળવીએ ત્યારે આપણે આપણા ઘરના લોકો પાસે આવીએ છીએ અને તે નિષ્ફળતામાં થયેલું દેવું અથવા તો હવે આગળ શું કરવું તેનો નિર્ણય શું લે...

" માણસને અને તેનાથી બનતી ઘટનાને પારખતા શીખો "

     ' માણસને અને તેનાથી બનતી ઘટનાને પારખતા શીખો ' એકવાર એક ખુલ્લી જગ્યામાં એક માણસ પક્ષીઓને દાણા નાખતો હતો અને બીજું બાજુ થોડે દૂર ઉભેલો માણસ પક્ષીઓને નાની નાની કાંકરીઓ મારી ત્યાંથી ઉડાડતો હતો આ આખું દ્રશ્ય એક ત્રીજો માણસ ત્યાંથી પસાર થતો હતો અને તેણે જોયું.            તે તરત જ પેલા કાંકરી મારનાર માણસ પાસે પહોંચે છે અને પૂછે કેમ ભાઇ કોઇ પક્ષીઓને દાણા નાખે છે તો તે તારાથી સહન નહિ થતું તો તું તારી મસ્તીમાં ક્યારનો નાની નાની કાંકરીઓ નાખીને પક્ષીઓને દાણા ચણતા ઉડાડી રહ્યો છે.    પેલા કાંકરીઓ મારતા માણસે શાંતિપૂર્વક સામેવાળાને જવાબ આપ્યો કે મારી આખી વાત સાંભળો અને પછી તમે મને ગુનેગાર કહો.    પેલા ભાઇએ કહ્યું : આટલું મે જોયું છતાં તું મને હજુ તારી વાત સાંભળવાનું કહું છું  , સારું સારું બોલ તું જે કરી રહ્યો છે તે ખોટું નથી. કાંકરીઓ મારતા માણસે : મને મારી દ્રષ્ટિએ મારું કાર્ય ખોટું નથી લાગ્યું રહ્યું ભલે તમને તે ખરાબ લાગતું હોય પણ એની પાછળની ઘટનાને જાણવાની કોશિશ અવશ્ય કરો. પેલા ભાઇએ કહ્યું : જો ભાઇ મને તો તારું કાર્ય ખોટું જ ...

ક્યારેક તો કોઈની જરૂર પડે

        ક્યારેક તો કોઈની જરૂર પડે                 એક ફરિયામાં બે પરિવાર રહેતા હતા એક પરિવાર ગરીબ અને એક પરિવાર અમીર હતો. બંને પરિવારને એકબીજા સાથે સારા સંબંધો હતા   એક દિવસ થાય છે એમકે ગરીબ ઘરની સ્ત્રી અમીર સ્ત્રીના ઘરે એક વાડકી ખાંડ લેવા જાય છે અમીર સ્ત્રી તેને એક વાડકી ખાંડ આપે છે.  હવે બીજે દિવસ અમીર ઘરની સ્ત્રી ગરીબ ઘરના ઘરે થોડું મીઠું લેવા જાય છે અને ગરીબ ઘરની સ્ત્રી મીઠું આપે છે અને અમીર ઘરની સ્ત્રી પાછી ઘરે આવે છે  ત્યારે તેનો પતિ તેને પૂછે છે કે આપણા ઘરે મીઠું હતું છતાં તું કેમ એમના ઘરે મીઠું લેવા ગઈ ?   ત્યારે અમીર સ્ત્રીએ તેના પતિને આપેલો જવાબ આપણા દરેક માટે પ્રેરણા દાયક છે    અમીર સ્ત્રીનો જવાબ : હું એના ઘરે કદાચ આપેલી એજ ખાંડ લેવા ગઇ હોત તો કદાચ તે મને ખાંડ ના આપી શકત પણ મને ખબર હતી કે ગરીબના ઘરે મીઠું તો હોય જ એટલે હું તેના ઘરે મીઠું લેવા ગઈ જેનાથી તે મને ના ના પાડી શકે. આવો સરસ જવાબ સાંભળીને તેના પતિને તેના પર ગર્વ થયો કે ખરેખર તારો વિચાર ખરેખર સારો છે અને આવો વિચાર આપણા દર...