પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ

આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.
      ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી.
એક દાખલા જોઈએ તો ,
  દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમે ધીમે તેની પરિસ્થિતિ બદલાતી જાય છે અને તેને થોડા પૈસાની જરૂર પડે છે તો તે આપણી પાસે માગે છે આપણે આપીએ પણ છીએ અહીં આપનાર માણસને માંગનાર કેમ બનવું પડ્યું ?? કારણકે એની પરિસ્થિતિ હવે પેલા જેવી નથી રહી જ્યારે તે બીજી વાર આપણી પાસે પૈસા માંગશે તો આપણું મન ખચકાશે  કારણકે એને જેટલા પૈસાની જરૂર છે એટલા પૈસા તો આપણી પાસે છે નહિ તો આપણે કેવી રીતે તેને આપી શકવાના હવે આપણને તેજ મિત્ર સાથે સંબંધ ઓછું રાખવાનું ગમશે કેમ ?? કારણકે હવે તે આપનાર નહિ પણ માંગનાર બની ગયો છે અને હવે આપણા મનમાં એવા પણ વિચાર આવશે કે કદાચ આપેલા પૈસા  પાછા નહિ આપે તો ??  આવું બનવું તે બધું જ પ્રારબ્ધનું ફળ હતું તે પૂરું થયું હવે આપણા મિત્રએ બીજા પાસે પૈસા માંગવા કરતા પોતે પૈસા કેવી રીતે કમાય શકે તે વિચારવું જોઇએ અને તેના માટે તેણે પુરુષાર્થ કરવો જોઇએ જેનાથી આપણી નજરમાં તેની સારી છાપ પાછી બની શકે અને તેની પરિસ્થિતિ પણ પહેલા જેવી થઇ જાય પણ ત્યાં સુધી તો બંને મિત્રો વચ્ચે ઘણું બધું પરિવર્તન પણ આવી જાય છે અને આપણને દરેકને ખબર છે કે કેટલાય લોકો એવા આપણા જીવનમાં આવીને ગયા જે આપણા માટે સારા પણ હતા અને ખરાબ પણ હતા જો થોડા ભૂતકાળના દિવસો યાદ કરો તો યાદ આવશે કે  જે કંઇ પણ થયું હતું તે બધું જ સારું જ થવા માટે થયું હતું ભલે ત્યારે તે ખરાબ લાગતું હતું પણ સારા માટે જ થયું હતું. કોઇ એવો માણસ પૃથ્વી પર જન્મ્યો નથી જેણે નક્કી કરેલી બધી યોજના સફળ જ બની હોય કંઇક ને કંઇક એવી ઘટના બને જ જે તેની યોજનાની વિરુધ્ધ હોય અને બનાવેલી યોજના નિષ્ફળ જાય ત્યારે માણસને પોતાની બનાવેલી યોજના પર વિશ્વાસ ના રહે તે અંદરથી સંપૂર્ણ રીતે ભાંગી જાય છે અને નવું કંઇક કરું એવા વિચાર પણ નથી આવતા એમાં દોષ શું માણસના હોય છે ના માણસ ત્યારે પણ સાચો જ હોય છે  તેના લીધેલા નિર્ણયો પણ સાચા હોય છે ફક્ત ને ફક્ત સમય તેની વિરુદ્ધ ચાલતો હોય છે અને જ્યારે ખરાબ સમય ચાલતો હશે ને ત્યારે આપણે લીધેલા સાચા નિર્ણયો પણ ખોટા સાબિત થશે. આવી સ્થિતિ દરેકને આવે છે ત્યારે ફક્ત ને ફક્ત થોડા સમય સુધી માણસે કંઇ જ કરવાનું નથી અને જે ખરાબ થઇ રહ્યું છે તેને પણ ખરાબ સમજવાનું નથી કારણકે તે બધું જ કંઇક સારા માટે જ થઇ રહ્યું હશે આવું આપણને થોડા દિવસ પછી સમજાશે વર્તમાનમાં તો બસ એક જ વિચાર આવશે કે જે મારી પાસે નહોતું થવું જોઈતું પણ થઇ ગયું અને એ વિચારની અસર આપણા વર્તમાનના કામમાં પણ થાય છે.

એક વાત યાદ રાખવી વર્તમાનમાં બનતી ખરાબમાં ખરાબ ઘટના એક સારા ભવિષ્યની યોજના કરતી હોય છે.

Comments

Popular posts from this blog

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "