Posts

Showing posts from September, 2020

પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

શ્રદ્ધા અને વિશ્વાસ

                        " શ્રદ્ધા અને વિશ્વાસ "    શ્રદ્ધા કેરો દીપક મારો ના કદીએ ઓલવાજો મારું જીવન અંજલિ થાજો ...પંક્તિથી શરૂઆત કરીને આજનો લેખ તમારા બધાના સમક્ષ રજૂ કરું છું. આપણે દરેક શ્રદ્ધા અને વિશ્વાસ ને એકબીજાના સમાનાર્થી જ સમજીએ છીએ પરંતુ બંને એકબીજાથી ઘણા જ અલગ છે  પહેલા તો આપણે શ્રદ્ધા અને વિશ્વાસ વચ્ચે તફાવત શું છે તે જાણીએ. આમ તો શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો ત્રણે પ્રથમ દ્રષ્ટિએ સમાનાર્થી શબ્દો લાગે, પરંતુ ત્રણે શબ્દોમાં અર્થસંબંધી તફાવત છે. મારે આ ત્રણે શબ્દો શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસાનો વાક્યપ્રયોગ કરવાનો હોય તો હું એમ કહું કે મંત્રમાં વિશ્વાસ રાખવો, સદ્દગુરુમાં ભરોસો રાખવો અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી અથવા એમ પણ કહી શકાય કે સત્યમાં વિશ્વાસ રાખવો, પ્રેમમાં ભરોસો રાખવો અને કરુણામાં શ્રદ્ધા રાખવી. શ્રદ્ધા અમૂલ્ય છે. દરેક જગ્યાએ શ્રદ્ધા મૂકી ન શકાય. વિશ્વાસ વિના ન ચાલે એટલે તેને આપણે ગમે તે જગ્યાએ મૂકી દઈએ છીએ , જ્ઞાનને આપણે લોકોએ વિજ્ઞાન બનાવી દીધું છે અને તે વાત સત્ય જ છે તેના લીધે આપણે તેના પર વિશ્વાસ...

" છેલ્લી તક "

                          " છેલ્લી તક "     આપણા દરેકના જીવનમાં આપને કંઈપણ કાર્ય કરીએ છીએ તો આપડે તેમાં સફળ પણ થતાં હોઇએ છીએ અને ક્યારેક નિષ્ફળ પણ થઈએ છીએ  ત્યારે આપણને કોઈનું કોઈ વ્યક્તિ અવશ્ય કહેતું હોય છે હજુ તારી પાસે બીજી તક છે એટલે તું ચિંતા ના કર પણ અહીં મારે  વાત છેલ્લી તકની કરવી છે.        આપણે જીવનમાં બનતી દરેક ઘટનામાં કાર્ય કરવા માટે આપણે તક ગુમાવી દેતા હોઇએ છીએ કે હજુ એક તક મારી પાસે છે ને ફરીવાર પ્રયત્ન કરીશ અા કાર્ય આજે નહિ તો આવતીકાલે થશે આવા બહાના કાઢી આપણે દરેક આપણા મનને મનાવી લઈએ છીએ પણ  જીવનમાં દરેક પરિસ્થિતિ તક અવશ્ય મળે છે પણ તે તક હંમેશા નવી હોય છે તે મળેલી તક અલગ હોય છે  સમય અલગ હોય છે એટલે તે વખતે મળતી સફળતા પણ કંઇક અલગ જ હશે .       આપણા જીવનમાં બનતી દરેક ઘટના કુદરત દ્વારા નિર્મિત હોય છે પણ એ ઘટના સારું થવા માટે જ કુદરતે નિર્માણ કરી હોય છે પણ આપણે તે સમયે જે પણ કંઈ કરીએ છીએ તેના હિસાબે તે ઘટના બનતી હોય છે     વર્તમાનમાં...

હા જરૂર છે મને મારા પાડોશીની

" હા જરૂર છે મને મારા પાડોશીની " જીવનમાં માણસ જેમ જેમ મોટો થાય છે તેમ તેમ તે ઘણું બધું જાણતો થાય , સમજતો થાય , છતાં પણ એક વાત તે ભૂલતો જાય કે જરૂર મારે કોઇની છે.    માણસની પાસે ભૌતિક સુખ વધે તેમ તેને લાગવા માંડે કે કદાચ મારે કોઈની જરૂર નહિ પડે અને કદાચ જરૂર પડશે તો મારા પસંદ કરેલા સ્નેહીઓ અવશ્ય મને કામ લાગશે અને મારી ખરાબ પરિસ્થિતિમાં મને સાથ આપશે. જેને આપણે પોતાના સમજીએ છીએ સબંધીઓ સમજીએ છીએ તે જ લોકો અમુક સમય પર આપણને કામ લાગતા નથી તો આવું કેમ ...?      જીવનમાં દરેક માણસની કદર કરવી જોઈએ ખબર કોઈને નથી ક્યારે કોની જરૂર પડે પણ બને ત્યાં સુધી સારા સબંધો જો રાખવા હોય ને તો પોતાના પાડોશીઓ સાથે રખાય કારણકે પહેલો સગો પાડોશી છે. આમ આપણે પસંદ કરેલા કેટલાય સ્નેહીઓ હોય છે જેને આપણે આપણા ખુશીના પ્રસંગે આમંત્રિત કરીએ છીએ ત્યારે આપણે આપણા અમુક પાડોશીઓને ગણતરીમાં લેતા નથી કે મારે આ વ્યક્તિને પણ બોલાવવો જોઈએ ત્યારે તો આપણે સ્નેહીઓ સાથે વ્યસ્ત રહીએ છીએ.       સાચી ખબર પાડોશીઓની ત્યારે પડે છે જ્યારે તાત્કાલિક આપણે કોઇ વ્યક્તિની જરૂર પડે છે અને આપણો પાડોશી આપણા...

" શિક્ષકના જીવનની સત્ય ઘટના "

સત્ય ઘટના પર આધારિત આજે પાંચ સપ્ટેમ્બર એટલે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મદિવસ અને આ દિવસે દરેક નિશાળમાં શિક્ષક દિન ની ઉજવણી થાય છે તો આજે તમારા સમક્ષ એક એવા શિક્ષકની સત્ય ઘટના કહેવા જઇ રહ્યો છું જે સત્ય ઘટના મેં એમના મોઢેથી સાંભળી છે.         શિક્ષકનું નામ હું જાહેર કરતો નથી પણ એમનો જન્મ અમદાવાદમાં ૧૯૬૪ ની સાલની આસપાસ એક વાણિયા પરિવારમાં થયો હતો તેમના પિતા એટલા રૂપિયા વાળા ન હતા કે તેમને સારું શિક્ષણ આપી શકે પણ તેમને નાનપણ થી ભણવામાં ઉત્સુકતા હતી પણ તે જ્યારે ધોરણ દસમાં આવ્યા ત્યારે  ત્રણ વિષયમાં નાપાસ થયા ત્યારે જ તેમના પિતાએ કીધું બેટા આપણે હવે ભણવાનું બંધ કરો અને ધંધે લાગી જાવ પણ પિતાની વાત ના માની અને ફરી એકવાર પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો અને માંડમાંડ બે વિષયમાં પાસ થયા અને એક વિષયમાં નાપાસ થયા અને તે વિષય અંગ્રેજી હતો. છતાં પણ ફરી પરીક્ષા આપી તે વિષયમાં પણ પાસ થઇ ગયા અને ઘરેથી તો આગળ ભણવાની મંજૂરી હતી નહિ છતાં પણ એમની જિદ્દ સમજી એમના પિતાએ તેમને એક તક વધારે આપી  તક તો મળી પણ બાજુમાં ઘરનો ધંધો પણ સંભાળવાનો આ ...

ભણ્યા પછી શું ..?

                  ભણ્યા પછી શું....?  આજે હું એક ખૂબ જ નાનો સંવાદ તમારા બધાના સમક્ષ રજૂ કરવા જઇ રહ્યો છું જેનાથી તમને આજના શિર્ષક આવું કેમ રાખ્યું તે અંતમાં સમજાશે.     એક પિતા અને તેના ભણેલા પુત્ર વચ્ચેનો સંવાદ છે.      પુત્ર કોલેજના છેલ્લા વર્ષમાં હતો અને તેની છેલ્લી પરિક્ષા પૂર્ણ થઇ ગઇ છે અને આજે તેનું પરિણામ જાહેર થયું છે. હવે પુત્ર પોતાના પિતા પાસે આવે છે અને પૂછે છે પિતાજી હવે હું શું કરું ?   પિતા : બેટા મને તારા પર ખૂબ જ ગર્વ છે કે તું સારું એવું ભણ્યો અને મારું નામ પણ રોશન કર્યું પરંતુ એક એવી વાત મારે આજે તને કરવી છે જે વાત દરેક પિતાએ પોતાના પુત્રને કહેવી જોઈએ. પુત્ર : પિતાજી હું તમારી બધી જ વાત સાંભળવા તૈયાર છું પણ હાલમાં હવે મારે શું કરવું જોઇએ એ તો તમે મને કહો. પિતા : પુત્ર ,  હા કહું છું પણ તું કેવી રીતે ભણ્યો એ તને ખબર છે પણ મે તને કેવી રીતે ભણાવ્યો છે એ આજે હું તને કહેવા માગુ છું જેનાથી મારી સાંભળેલી વાત તને એક માગદર્શક રીતે તને આખી જિંદગી કામ લાગશે. પુત્ર : બોલો ,હું  સાંભળવા તૈયાર ...