Posts

Showing posts from August, 2020

પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

" ભૂલને સ્વીકારો અને સુધારો "

                        ભૂલને સ્વીકારો અને સુધારો  એક જૂની કહેવત છે " માણસ માત્ર ભૂલને પાત્ર "  આપણે દરેક સંસારનું એક અદ્ભુત પાત્ર છીએ. આપણે અહી એક નહિ પણ અલગ અલગ પાત્ર ભજવવા પડશે જ  પાત્ર ભજવવાની શરૂઆત નાના બાળકથી થાય છે અને વૃદ્ધ અવસ્થાએ પૂર્ણ થશે પણ કયારેક કેટલાય લોકોનો રોલ અમુક સમય પૂરતો જ હોય છે. ક્યારેક નાનપણમાં મૃત્યુ થાય તો ક્યારેક જવાનીમાં અને ક્યારેક ઘડપણમાં પણ મૃત્યુ આવવાની કોઇ આશા દેખાતી નથી પણ મૃત્યુ તો નિશ્ચિત જ છે.          દરેક માણસને જન્મ થી મૃત્યુ સુધીના સફરમાં ઘણી બધી પરિસ્થિતિઓ સાથે અથડાવાનું નક્કી જ છે. દરેક પરિસ્થિતિમાં એક ભૂલ થવી  આવશક્ય છે કયારેક થાય છે એવું કે કોઇ ભૂલ કરવી નથી છતાં ભૂલ થઇ જાય છે. નાનપણની અવસ્થા એવી હોય છે જ્યારે ખબર તો પડે છે કે ભૂલ મારાથી થઇ છે એટલે તેની સજા અવશ્ય મળે છે અને ફરીવાર આવું ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું આવું પણ સાંભળવા મળે છે કારણકે તે સમયે આપણું જીવન આપણા પર નિર્ભર હોતું નથી આપણું જીવન આપણા પરિવાર પર નિર્ભર હોય છે ત્યારે ભૂલનો સ...

" આપણી માતૃભાષા આપણી નૈતિક જવાબદારી "

"આપણી માતૃભાષા આપણી નૈતિક જવાબદારી "    આપણે દરેક ગુજરાતના છીએ તો આપણે દરેકને ગુજરાતી ભાષા એટલે કે આપણી માતૃભાષા આવડવી એ ખરેખર ખૂબ જ જરૂરી છે. હવે જેમ જેમ નવી પેઢી આવે છે તેમ તેમ આપણી ભાષાને ભૂલીને નવી પેઢીને અંગ્રેજી ભાષામાં શિક્ષણ મળવા લાગ્યું છે અત્યારનો દરેક ગુજરાતી પરિવાર એવું ઈચ્છે કે મારો દીકરો કે દીકરી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે . અહી મારો ઉલ્લેખ ગુજરાતી પરિવાર એટલે કે ફક્ત ગુજરાતના લોકો માટે જ નથી પણ જે પણ લોકો ગુજરાતમાં રહે છે તે બધા માટે લાગુ પડે છે.      આપણું બાળક અમુક ધોરણ સુધી તો આપણી ગુજરાતી ભાષામાં એટલે કે આપણી માતૃભાષામાં જ ભણવું જોઈએ જેના કારણે તેને ઘણી બધી ખબર પડે છે અમુક વાર થાય એવું કે કોઇ પરિવારનું બાળક જે ભણે છે અંગ્રેજી માધ્યમમાં અને તેના ઘરેથી તેને દૂકાને ઘર સામગ્રી સામાન લેવા મોકલે છે. હવે બાળકને તો નાનપણથી અંગ્રેજીમાં જ બોલતા શીખવ્યું હતું એના કારણે તેની મમ્મીએ તેને એક ચિઠ્ઠી લખીને આપી હતી જેમાં સામગ્રીના નામ લખ્યા હતા અને કીધું હતું બેટા આ ચિઠ્ઠી દુકાન વાળા કાકાને આપજે તે તને દરેક સામગ્રી આપી દેશે. હવે થાય છે એવું કે બાળક દુકાને પ...

" ગરજની ઘડીએ "

                      " ગરજ ની ઘડી "  ગુજરાતી ભાષાની એક ખ્યાત કહેવત છે ' ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે '        ગરજ ઘણી જ મીઠી છે જેને હોયને એના મોઠામાંથી મીઠા મીઠા શબ્દો નીકળે છે અને એ શબ્દો સામેવાળા વ્યક્તિને કામ કરવા મજબૂર કરી દેતા હોય છે  આપણે ઘણા વ્યક્તિઓને જોયા છે આડા દિવસે આપણને કેમ છો પણ નહિ કહેતા અને એમને કંઇક કામ પડે એટલે આપણી વાહ વાહ કરવાની શરૂ કરે છે.  અને આપણે તેમની મીઠી મીઠી વાતોમાં આવી જતા હોઈએ છીએ અને આપણે એમના કામ હોંશે હોંશે કરી દેતા હોય છે. મારું તો કહેવું છે દરેક વ્યક્તિએ આવા ગરજ ના સમય પર યાદ કરે અને આપણી વાહ વાહ કરે એવા લોકોથી દૂર રહેવાની જરૂર છે.    આવા કિસ્સા ઘણા બધા છે જે ફક્ત એમના કામ પૂરતા જ આપણી પાસે સબંધ રાખે છે અને પછી તો એમની સામેથી નીકળીએ તો કેમ છો પણ કહેવા રાજી નથી હોતા. આપણે માણસ છીએ માણસાઈની રીતે બીજા માણસને કામ આવવું જોઈએ એને કામમાં હંમેશા મદદ કરવી જોઈએ પણ દરેક માણસ અત્યારે એવું સમજવા ક્યાં રાજી છે એ તો બસ મારું કામ પત્યું ને બસ છે. જીવન પોતાનું છે સૌથી...

" પારંગત બનવા તમારા કાર્યને સમય આપો "

                " વિશ્વ ખ્યાત ચિત્રકાર  પાબલો પિકાસુ "           ઓગણીસમી સદીમાં એક મહાન ચિત્રકાર  થઇ ગયા જેમનું નામ  પાબલો પિકાસુ  હતું તેમણે ચિત્રકલામાં ઘણા બધા એવોર્ડ પોતાના નામે કર્યા છે. તેમના ચિત્ર દુનિયા ભરમાં પ્રખ્યાત છે અને તેમના ચિત્રની કિંમત એ સમય પર  લાખો રૂપિયામાં અંકાતી હતી.  એકવાર પિકાસુ બગીચામાં એક બાંકડા પર શાંતિથી બેઠા હતા ત્યાં એક યુવાન છોકરી પસાર થઇ તેની નજર બાંકડા પર બેઠેલા પિકાસુ પર પડી બાંકડાની નજીક આવતા તે છોકરી પિકાસુ ને ઓળખી ગઈ અને પિકાસુ સાથે વાત કરવા લાગી.  તેને કહ્યું :  સાહેબ , હું તમને સારી રીતે ઓળખું છું . તમે ખ્યાત ચિત્રકાર છો ને ? પિકાસુ : હા.  છોકરી : સાહેબ , તમે મારા માટે એક ચિત્ર બનાવી શકો છો ?  પિકાસુ : હમણાં તો મારી પાસે ચિત્ર દોરવા માટે રંગ કે સાધન નથી તો કેવી રીતે દોરી આપુ ? છોકરી : તેની ચિંતા તમે ના કરો હું બધી જ સામગ્રી લાવી આપુ છું ફકત તમે મને એક ચિત્ર દોરી આપો. પિકાસુ : સારું , મારી પાસે ૧૫ મિનિટ છે બને તેમ જલ્દી સામગ્રી...

" ગોકુળ આઠમ એટલે કૃષ્ણનો જન્મદિવસ "

                          " કૃષ્ણ આઠમ "      " ગોકુળમાં ગાયો ચારી તમે એ વાત જગતમાં જાહેર છે.. મથુરાની જેલમાં જન્મ્યા તા...ગોકુળની ગલીઓમાં ઉછર્યા તા... "    જ્યારે આપણે કોઇ વ્યક્તિ વિશે લખવું હોય તો ઘણું બધું એના વિશે જાણવું પડતું હોય છે પણ આજે તો સાક્ષાત્ ભગવાન પર કંઇ લખવું હોય તો શબ્દો ઓછા પડે ..આવતીકાલે જન્માષ્ટમી છે અને તે પવિત્ર દિવસ પર હું એમના પર ફક્ત થોડું જ કંઇક લખી શકું છું.   ચોર્યાસી લાખ ફેરા ફર્યા પછી જ્યારે જન્મ આપણને મનુષ્ય યોનિમાં અવતાર મળે છે ત્યારે આપણને અવતાર ભગવાનની ભક્તિ કરવા મળ્યો હોય છે આપણે દરેકે ભગવાનમાં શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી જોઈએ.         કૃષ્ણ એટલે ...સર્વત્ર    મથુરાની જેલમાં જન્મ થાય અને જન્મની તરત જ મૃત્યુનો ડર , મૃત્યુના ડરથી રાતો રાત માતા પિતાથી દૂર થવું અને ગોકુળ આવવું , અંધારી રાતે અને શ્રાવણ મહિનાના મુશળધાર વરસાદમાં જ્યારે નંદબાબા ગોકુળ લઈને આવે છે ત્યારે રસ્તામાં શેષનાગ તેમને છત્ર છાયા આપે છે.     બીજે દિવસે જ્ય...

" સમયની કિંમત "

                    " સમયની કિંમત "     એક સત્ય ઘટના છે એક કાકા જેમની ઉંમર આશરે સિત્તેરેક વર્ષની હશે આમ તો ખબર નહિ એમનો પરિવાર શું કરે છે અને ક્યાં રહે છે પણ આ કાકા દરરોજ સવારે વહેલા રેલવે સ્ટેશન પર આવી જતા અને એમની પાસે એક બેગ હોતી જેમાંથી તે નવા આવેલા પેપર કાઢતા અને સ્ટેશન પર એક બાજુ રસ્તાની બાજુમાં બેસી પેપર વેચતા.   એકવાર એક માણસ કાકા પાસે જાય છે અને પેપર માગે છે કાકા પેપર આપે છે અને આ બાજુ આ માણસ ખિસ્સામાંથી પાકીટ કાઢી કાકાને દસ રૂપિયાની નોટ આપે છે પણ થાય છે એવું કે  દસ રૂપિયામાંથી કાકાને પેપરના ત્રણ રૂપિયા કાપી સાત રૂપિયા પાછા આપવાના હોય છે પણ કાકા પાસે પાંચ રૂપિયાનો સિક્કો હોય છે પણ બીજા છૂટા નહિ હોતા કાકા પેલા માણસને કહે છે દસેક મિનિટ બેસો કોઇ બીજું માણસ પેપર લેવા આવે અને છૂટા આવે એટલે તમને આપુ. પેલા ભાઇએ કીધું અરે વાંધો નહિ કાકા વાત ફક્ત બે રૂપિયાની જ છે ને એ તમે રાખો  મારે આમ પણ રાહ જોવાય એટલો સમય નથી કારણકે  મારે હજુ ટિકિટ લેવાની પણ બાકી છે અને મારી ટ્રેનનો  આવવાનો સમય પણ થઇ ગયો છે એમ કહ...

" જીવનની પરિસ્થિતિ અને સાચા મિત્રની પરખ "

  " જીવનની પરિસ્થિતિ અને સાચા મિત્રની પરખ " આપણા દરેકની પરિસ્થતિ સમય સાથે બદલાતી રહે છે અને અમુક સમયે આપણી સાથે કોઇ એવી ઘટના બની જાય છે જેનાથી આપણી માનસિક પરિસ્થિતિ ઘણી જ નબળી બની જતી હોય છે. ઘટના તો બની ગઇ છે પણ હવે કરવું શું ? એ એક પ્રશ્ન ઉભો થયો.   દરેક વ્યક્તિએ એક વાત હંમેશા યાદ રાખવી આપણી સાથે જે પણ કંઇ બન્યું તે ક્યાંક ને ક્યાંક આપણું સારું થવા માટે જ બન્યું છે.     આપણા દરેકના જીવનમાં જે પણ પરિસ્થિતિ બની જાય છે તેના માટે શું કરવું ? આનો માત્ર જવાબ આપણે  ફક્ત ફક્ત ને આપણા મિત્ર અથવા તો આપણા પરિવાર પાસેથી મેળવી શકીએ છીએ યાદ રાખજો આપણી સાથે બનેલી સમસ્યાનું નિવારણ ફક્ત ને ફક્ત  આપણી પાસે જ છે અને બીજા કોઇ પાસે છે તો તે આપણો  ખાસ મિત્ર છે જેને આપણા જીવનની દરેકે દરેક વાત ખબર છે અને દુનિયાનો એવો કોઇ વ્યક્તિ નહિ હોય જેનો કોઇ એક ખાસ મિત્ર ના હોય. આપણા લેખનું શીર્ષક જીવનની પરિસ્થિતિ અને સાચા મિત્રની પરખ વિશે વિશે છે તો હું તમને નીચે જણાવુ કે આપણા જીવનમાં મિત્રની કેમ જરૂર ?.    આપણા દરેકનો એક ખાસ મિત્ર હોય છે જેની પાસે આપણે આપણા જીવનની દરેકે...

" મૃત્યુ અને સફળતા "

                  " મૃત્યુ અને સફળતા " તમે બધા મારા લેખનું શીર્ષક જોઇને આશ્ચર્ય હશો કે અત્યાર સુધી આપણે બધાએ સફળતા અને નિષ્ફળતા, સંઘર્ષ અને સફળતા જોયું છે પણ અહીં તો શીર્ષક કંઇક અલગ જ છે. પરંતુ આ બંને શબ્દો એકબીજા સાથે જોડાય તેવા છે જ નહિ પણ બંનેના ગુણધર્મ એકસરખા છે તમે જ કહો આપણા બધાનું મૃત્યુ નિશ્ચિત છે ? તમે દરેક હા પાડશો કારણકે જેનો પણ જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. તેમ સફળતા પણ કંઇક એવી જ છે તે પણ નિશ્ચિત જ છે.   આપણે દરેકને મૃત્યુ ના આવે ત્યાં સુધી જીવવું જ પડે છે કોઇ એવું કરી શકે કે મારે તો બહુ દુઃખ આવી ગયું છે હું આજે જ મૃત્યુ પામીશ ના એવું તમે ધારો તો પણ લાવી શકતા નથી તે તેના નિશ્ચિત સમય પર જ આવે છે. તેમ સફળતા પણ એવી જ છે તેને મેળવવા આપણે ઘણીવાર એવા પ્રયત્નો કરીએ છીએ કે મને જલ્દી જલ્દી સફળતા મળી જાય પણ આવું અમુક લોકો સાથે જ થાય છે અને આવું પણ જલ્દીથી એટલે કે પોતાના જીવનથી કંટાળી જઈને આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે પણ શું દરેક વ્યક્તિ આપઘાત કરવાથી મૃત્યુ પામે છે ?  તમારો જવાબ કદાચ હા હશે કારણ એક જ  અત્યારની જનરેશન ના...

" મૃત્યુ અને સફળતા "

" મૃત્યુ અને સફળતા " તમે બધા મારા લેખનું શીર્ષક જોઇને આશ્ચર્ય હશો કે અત્યાર સુધી અમે " સફળતા અને નિષ્ફળતા "  , સંઘર્ષ અને સફળતા જોયું છે પણ અહીં તો શીર્ષક કંઇક અલગ જ છે. પરંતુ આ બંને શબ્દો એકબીજા સાથે જોડાય તેવા છે જ નહિ પણ બંનેના ગુણધર્મ એકસરખા છે. તમે જ કહો આપણા બધાનું મૃત્યુ નિશ્ચિત છે ? તમે દરેક હા પાડશો કારણકે જેનો પણ જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. તેમ સફળતા પણ કંઇક એવી જ છે તે પણ નિશ્ચિત જ છે.   આપણે દરેકને મૃત્યુ ના આવે ત્યાં સુધી જીવવું જ પડે છે કોઇ એવું કરી શકે કે મારે તો બહુ દુઃખ આવી ગયું છે હું આજે જ મૃત્યુ પામીશ ના એવું તમે ધારો તો પણ લાવી શકતા નથી તે તેના નિશ્ચિત સમય પર જ આવે છે. તેમ સફળતા પણ એવી જ છે તેને મેળવવા આપણે ઘણીવાર એવા પ્રયત્નો કરીએ છીએ કે મને જલ્દી જલ્દી મળી જાય પણ એવું કોઇક લોકો સાથે જ થાય છે અને આવું પણ જલ્દીથી એટલે કે પોતાના જીવનથી કંટાળી જઈને આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે પણ શું દરેક વ્યક્તિ આપઘાત કરવાથી મૃત્યુ પામે છે ? તમારો જવાબ કદાચ હા હશે કારણ એક જ કે અત્યારની જનરેશન નાની વાતમાં જીવનથી હારી જાય છે અને તે આપઘાત જ કરવાનો પ્રયાસ...

"Death and Success"

"Death and Success" You may all be surprised to see the title of my article that so far we have seen "success and failure", struggle and success but here the title is something different. But these two words are not only connected to each other but both have the same properties. You say that all our deaths are certain? You will say yes to everyone because whoever is born is doomed to die. It is also certain that success is something like that.   We all have to live until death comes. Someone can do that I am in so much pain. Even if you assume that I will not die today, you can't bring it. Success is just like that. We often try to get it as soon as I can, but it happens to some people, and it also happens quickly, that is, because they get bored with their lives and try to commit suicide. But does everyone die from suicide? Die? Your answer would probably be yes because the current generation loses its life in a small way and they try to commit suicide and ...