પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

" ગરજની ઘડીએ "

                      " ગરજ ની ઘડી " 

ગુજરાતી ભાષાની એક ખ્યાત કહેવત છે ' ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે '
 
     ગરજ ઘણી જ મીઠી છે જેને હોયને એના મોઠામાંથી મીઠા મીઠા શબ્દો નીકળે છે અને એ શબ્દો સામેવાળા વ્યક્તિને કામ કરવા મજબૂર કરી દેતા હોય છે  આપણે ઘણા વ્યક્તિઓને જોયા છે આડા દિવસે આપણને કેમ છો પણ નહિ કહેતા અને એમને કંઇક કામ પડે એટલે આપણી વાહ વાહ કરવાની શરૂ કરે છે. 
અને આપણે તેમની મીઠી મીઠી વાતોમાં આવી જતા હોઈએ છીએ અને આપણે એમના કામ હોંશે હોંશે કરી દેતા હોય છે. મારું તો કહેવું છે દરેક વ્યક્તિએ આવા ગરજ ના સમય પર યાદ કરે અને આપણી વાહ વાહ કરે એવા લોકોથી દૂર રહેવાની જરૂર છે.
   આવા કિસ્સા ઘણા બધા છે જે ફક્ત એમના કામ પૂરતા જ આપણી પાસે સબંધ રાખે છે અને પછી તો એમની સામેથી નીકળીએ તો કેમ છો પણ કહેવા રાજી નથી હોતા. આપણે માણસ છીએ માણસાઈની રીતે બીજા માણસને કામ આવવું જોઈએ એને કામમાં હંમેશા મદદ કરવી જોઈએ પણ દરેક માણસ અત્યારે એવું સમજવા ક્યાં રાજી છે એ તો બસ મારું કામ પત્યું ને બસ છે. જીવન પોતાનું છે સૌથી વધુ સમય આપણે પોતાને આપવાનો છે  અને બીજો સમય આપણે આપણા પરિવારને આપવાનો હોય છે કારણકે આપણી પહેલી ઓળખાણ આપણો પરિવાર છે. કામ શીખ્યા , નોકરી કરતા થયા એની ઓળખાણ પરિવારની ઓળખ પછી જ મળે છે.
            એકવાર પોતાની જાતને અમુક પ્રશ્નો કરો કે મારી આજુબાજુ એવા કેટલાય લોકો છે જે ફક્ત ને ફક્ત એમની ગરજની ઘડીએ જ મને યાદ કરે છે અને પછી તો એમને એવું પણ ખબર નથી હોતી કે આ વ્યક્તિ આપણી બાજુમાં રહે છે.
   દરેકનો જન્મ કઇ તારીખે થયો છે તે બધાને ખબર હોય છે પણ મૃત્યુની તારીખ ક્યારે આવશે એની કોઈની ખબર નથી એટલે ફક્ત ગરજની ઘડીએ જ નહિ પણ આડા દિવસે પણ કોઈપણ વ્યક્તિ સાથે સારો વ્યવહાર રાખો.
      મારું તો માનવું છે કે આપણી આજુબાજુ રહેતા કોઈપણ વ્યક્તિએ આપણને ક્યારેય એની ગરજ સિવાય આપણી સાથે વાત જ નથી કરી તો આપણે તે વ્યક્તિ માટે ઉપરની કહેવત જેવા છીએ.
ગરજ કોને ના કહેવાય જે વ્યક્તિ આપણને કામ વગર પણ બોલાવે છે અને આપણું પણ કોઈ કામ હોય તો તરત જ આપણને મદદ કરે છે અને આપણે પણ તેના કામમાં મદદ કરીએ છીએ તેને ગરજ ના કહેવાય.



Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ભૂલને સ્વીકારો અને સુધારો "