પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

"લૉકડાઉન ૫.૦ - પરિસ્થિતિ સાથે જીવતા શીખો"

લોકડાઉન 5.0 પોતાના પર નિર્ભર કરે છે.
આપણે બધા હાલ લોકડાઉન 4.0 માં જીવી રહ્યા છે આ વખતનું લોકડાઉન 4.0 ગયા ત્રણ લોકડાઉન કરતા વધારે સારું છે જે નવા નિયમો મુજબ અમલમાં મુકાયું છે અને દેશની આર્થિક સ્થિતિ સારી બને તેના માટે ઘણી બધી આર્થિક અને જીવન જરૂરિયાત વસ્તુઓ અને આર્થિક વ્યવહાર પર છૂટ અપાય છે પણ શું આ આપેલ છૂટ  લોકડાઉન વધારી શકે છે કે લોકડાઉન પૂર્ણ કરે છે તે હવે આપણા બધા પર નિર્ભર કરે છે. હજુ માણસને બે જગ્યાએ છૂટ નથી મળી અને તે આપણા જીવનને જીવતા પણ શીખવાડે છે અને જીવન ઉદ્ધાર પણ કરાવે છે. હા હું વાત નિશાળ, કોલેજો અને મંદિરોની વાત કરી રહ્યો છું. નિશાળો નથી ખુલી ત્યાં સુધી ઘરે બેસીને કંઇક ને કંઇક રીતે જીવન જીવતા શીખો. હાલની પરિસ્થિતિ તમને ઘણું બધું શીખવાડી રહી છે અને વિશિષ્ટ તો એ છે અત્યારે આપણે મંદિરે દર્શન કરવા તો નથી જઇ શકતા પણ જે ભગવાન ઘરે બેસીને આવી પરિસ્થિતિમાં પણ તમને જીવાડી રહ્યા છે તેમનો ખુબ ખુબ આભાર માનો.
           પરિસ્થિતિ બે પ્રકારની હોય છે એક નિમિત્ત અને બીજી નિર્માણ એવું મારું માનવું છે અને કદાચ આ વાત પર ઘણા બધા લોકો મારી સાથે સંમત હશે અને ઘણા ના પણ હોઇ. હાલ આપણે છેલ્લા બે મહિનાથી આ મહામારીમાં જીવી રહ્યા છે અને સતત લોકડાઉનનો ભંગ ના થાય તેના માટે કેટલાય લોકો એમની પોતાની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. છતાં આ
મહામારીનો કોઈ અંત દેખાતો નથી તો આવી પરિસ્થિતિને નિમિત્ત પરિસ્થિતિ કહી શકાય.
 હવે જાણીએ કે આ પરિસ્થિતિ નિર્માણ કેવી રીતે કહી શકાય ?
 હાલમાં લોકડાઉનમાં આપણે જોયું કે અમુક રાજ્યોને
ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે. લાલ ,નારંગી અને લીલો તો આવું કેમ કરવું પડ્યું  અને બધા જાણે પણ છે કે વધતા જતાં કેસોના કારણે વિસ્તારમાં અલગ અલગ નામ આપી દીધું છે લોકડાઉનનો ભંગ કરવાથી ઘણા બધા કેસોમાં વધારો જોવા મળ્યો છે હાલમાં દરરોજ હજારો નવા કેસ વધી રહ્યા છે તો આ પરિસ્થિતિ એ નિર્માણ પરિસ્થિતિ છે. જે લોકોએ કરેલા  નિયમોના ભંગના કારણે વધી રહ્યા છે.
      હાલમાં આપણને જે નવા નિયમો વાળુ લોકડાઉન 4.0 મળ્યું છે તે આપણને ઘણું બધું શીખવાડી રહ્યું છે
જેમાં આપણે પોતાની સાવધાની પોતાની જાતે રાખવાની છે. બીજા નિયમોનું પાલન કરે કે ના કરે આપણે બધાએ કરવાનું છે કારણકે આપણી સાવધાની આપણા પરિવારને સાવધાન રાખી શકે છે અને એક એક પરિવાર ભેગો મળી આ નિયમોનું પાલન કરશે તો આપણા સમગ્ર દેશને થોડાક જ દિવસોમાં આ મહામારીથી છુટકારો મળી શકે છે અને આપણા આવનારા દિવસો આપણા બધાનું  ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે જો આપણે બધા લોકડાઉન 4.0 નું ચુસ્તપણે પાલન કરીશું તો કદાચ લોકડાઉન 5.0 નું એલાન કદાચ ના પણ કરવું પડે.

     " અમુક પરિસ્થિતિ પ્રયત્નો સાથે સમય અને સજાગતા પણ માગતી હોય છે "

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "