પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

માણસાઇ ની કિંમત

             🌸 માણસાઇ ની કિંમત 🌸


આજે હું તમને એક મોટી કંપનીના માલિકની વાત કરી રહ્યો છું વાત ધ્યાન પુર્વક વાંચો અને તેમાંથી જે પણ શીખવા મળે તેને તમારા જીવનની અંદર ઉતારો.

એકવાર આ માલિકની કંપનીમાં એક કર્મચારીથી ખૂબ જ મોટું નુક્સાન થયું જેની આશરે રકમ  (પચાસ લાખ રૂપિયા ) જેટલી હતી . કર્મચારી આ કંપનીમાં ૨૫ વર્ષથી નોકરી કરી રહ્યો હતો અને આ ૨૫ વર્ષમાં પહેલીવાર આવી મોટી ખોટ કંપનીને એના લીધે આવી હતી. પોતે તો ઘણો જ ઉદાસ અને માલિકને મોઢું કેવી રીતે બતાવવું એના વિચારમાં ફરતો હતો. પણ શું થાય આ વાત માલિક સુધી પહોંચે તો ખરી જ , માલિકને ખબર પડી કે આ કર્મચારીના લીધે મારી કંપનીને  પહેલીવાર આટલી મોટી ખોટ પડી છે. માલિકે કર્મચારીને પોતાની ઓફિસમાં બોલાવ્યો . કર્મચારી ઓફિસમાં આવતા ડરતો હતો એને તો એવા વિચાર આવતા હતા કે હવે ખોટ તો ભોગવવાની અને નોકરીમાંથી પણ કાઢી મુકશે
પણ છેવટે કર્મચારી ઓફિસમાં પ્રવેશ્યો.
માલિક :  આવો , ખુરશીમાં બેસો .
કર્મચારી :   (મનમાં વિચારતા ) હાશ  માલિકના ચહેરા પરથી લાગતું હતું કે માલિક એટલા બધા ગુસ્સામાં નથી જેટલું નુકસાન થયું છે અને પોતે ખુરશીમાં બેઠો.
માલિક :  લો પાણી પીવો  અને તરત જ બોલ્યા ચા લેશો કે ઠંડું ?
કર્મચારી : ના ના બસ , એમ કરી થોડું જગમાંથી ગ્લાસમાં પાણી રેડ્યું ને પીધું  અને માલિક સામે જોઈ રહ્યો.
માલિક : ( શાંતિ પૂર્વક બોલ્યા ) હા તો મે તમને એટલે અહી બોલાવેલા કે મે  તમને જે પ્રોજેક્ટ આપેલો એમાં ખોટ ગઇ છે એનું તમે શું વિચાર્યું  ?
કર્મચારી : હવે ચોક્કસ મારી નોકરી પણ જશે અને મારે આ  ખોટ આવેલી રકમની ચુકવણી પણ કરવી પડશે .
આવો વિચાર કરતા હતા ને માલિક બોલ્યા
માલિક :  હું તમને એક કાગળિયું આપુ છું . તે વાંચો અને પછી આપડે તે પ્રોજેક્ટ પર આવેલી ખોટ પર વાત કરીએ .
કર્મચારી ના હાથમાં કાગળિયું આપ્યું
કર્મચારી વાંચે છે : અંદર લખ્યું હતું કે તમે મારા પિતા  આ કંપનીના માલિક હતા ત્યારથી આ કંપનીમાં નોકરી કરો છો અને છેલ્લા ૨૫ વર્ષમાં તમે આ કંપનીને જે પણ આપ્યું છે જેમકે તમારી  ( ઈમાનદારી , કામ કરવા પ્રત્યેનું પ્રોત્સાહન અને માર્ગદર્શન અને બીજું પણ ઘણું બધું અમારી કંપની માટે તમે કર્યું છે તેની સામે આ આવેલી ( પચાસ લાખ ) રૂપિયાની ખોટ ખૂબ જ ઓછી છે. માટે આ કંપનીમાં તમને હું કાઢી મૂકવા નથી માગતો અને તમને એક ઉપરની પોસ્ટ નું પ્રમોશન આપવામાં આવે છે જેના દ્વારા તમે  આ આવેલી ખોટ માટે મોટા નિર્ણયો અને મોટી જવાબદારી સમજીને થોડાક જ સમયમાં આ ખોટ પૂરી કરી શકો અને પોસ્ટને ધ્યાનમાં રાખીને તમારો પગાર પણ વધારવામાં આવે છે .

કર્મચારી આ બધું વાંચીને  તેના માલિકને ખૂબ ખૂબ આભાર માને છે અને તેમને એક વચન આપે છે કે હું  આજથી જ આ આવેલી ખોટ પર ફરીથી એકવાર કામ કરવા માગું છું અને મારી થયેલી ભૂલને સ્વીકારતા ફરી વાર આવી ભૂલ ના થાય તેની કાળજી રાખીશ અને થોડાક જ સમયમાં આ ખોટ પૂરી કરી દઈશ અને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તમારી કંપની માટે હું જે પણ કામ કરીશ તેને હું ખૂબ જ ધ્યાન પુર્વક કરીશ .એટલું કહી પ્રોજેક્ટ ની ફાઈલ હાથમાં લઇ અને માલિકને આભાર વ્યક્ત કરતા , કર્મચારી ઓફિસમાંથી બહાર જવા માટેની રજા લે છે .

મને લાગે છે આ નાનો પ્રસંગ તમને તમારી જિંદગીમાં ક્યાંક ને ક્યાંક કામ જરૂર લાગશે તે ધ્યાનમાં રાખીને હું આ તમને મોકલું છું .
      વાંચવા માટે આપનો ખુબ ખુબ આભાર
                                                      - ઉરવ અને અંગ્રેજી માં હરિત

Comments

Post a Comment

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "