" બાળકના ભવિષ્યનો પાયો પરિવાર છે "
પૃથ્વી પરના દરેક માણસને જન્મ્યા પછીના પાંચ વર્ષ સુધી ( બાળક કે બાળકી ) અવસ્થામાં રહેવું જ પડે છે. અને આ અવસ્થામાં માણસ જેટલું શીખે એટલું તેના માટે ઓછું ગણાય છે કારણકે આ એવી ઉંમર છે જ્યારે બાળકમાં શીખવાની શક્તિ વધારે હોય છે . બાળકની જેમાં પણ રુચિ હોય તે કામ તરત જ શીખી જાય છે. આ ઉંમરમાં બાળક બોલતા , ચાલતા , અને બીજું પણ ઘણું શીખે છે પણ આ બધામાં મુખ્ય ફાળો કેવા વાતાવરણમાં બાળક ઉછળે છે તેની ઘણી જ અસર પડે છે . દાખલા તરીકે કોઇ લુહારના ઘરે બાળક જન્મે તો તેને ત્યાંનું વાતાવરણ અનુકુળ આવે છે જ્યારે બાળક એક ભંગાર વાળને ત્યાં જન્મે તો બાળકને ત્યાં નું વાતવરણ અનુકૂળ આવે છે .
પરંતુ હું વાત અહી તેના સંસ્કારની કરવા માગું છું બાળકમાં કેવા સંસ્કાર હોવા જોઈએ જેનાથી તે પોતાને અને પોતાના પરિવાર નું ભલું કરી શકે. અત્યારની જનરેશનમાં મા- બાપ બંને ને નોકરી ધંધામાં કાર્યશીલ રહેવું પડે છે જેનાથી પોતાના પરિવારને મોંઘવારીનું સામનો સરળતાથી કરી શકે પરંતુ આ એક એક પ્રશ્નના લીધે ૮૦ ટકાથી વધુ પરિવારમાં બાળકના વર્તન અંગેના પ્રશ્નો ઉભા થાય છે. આ થવાનું મુખ્ય કારણ મા - બાપ હોય છે. મા - બાપ ને નવરાશ હોતી જ નથી અને તે કોઈને કોઈ કામમાં વ્યસ્ત જ હોય છે . મા ઘરના કામથી
પછી જેમ જ બાળક મોટું થાય છે તેમ તે પોતાના મા - બાપનું નહિ પણ બહારના લોકોને આદર્શ માનવા લાગે છે. તેમાં આજુબાજુના વ્યક્તિઓ હોય કે પછી નિશાળમાં ભણતા મિત્રોના આદર્શ બની જતા હોય છે અને ધીમે ધીમે તેમને મા - બાપ સાથે વાત કરવી ઓછી ગમતી હોય છે. પહેલા હતું કે બાળક મોટા પરિવારમાં જન્મે એટલે કે ત્યારે ઘરના બધા છોકરાઓનો પરિવાર એક સાથે રહેતો જેમકે કાકા - કાકી , મોટા પપ્પા - મોટી મમ્મી , કે પછી બા - દાદા હોય આ રીતે રહેતા હતા ત્યારે બાળકના ઉછેરમાં એટલા બધા પ્રશ્ન નહોતા પણ અત્યારની પરિસ્થિતિ ઘણી જ બદલાય ગઇ છે કોઇ માણસને કોઇ પ્રત્યે આદર , વિશ્વાસ રહ્યો નથી દરેક પોત - પોતાનું વિચારવામાં જ વ્યસ્ત છે એટલે બીજાનું વિચરે એનો તો સવાલ જ ઉભો થતો નથી. એટલા માટે મા - બાપે પોતાના બાળક જ્યાં સુધી ભણી ગણીને લાયક ના થાય ત્યાં સુધી તેની એક એક વાતમાં પ્રશ્નો કરવાનો હક છે બાળકને શું કરવું છે ત્યાંથી લઇને કયા માર્ગ પર તેને જવું છે તે અંગેની બધી સ્પ્ટતા આપણે કરવી જોઇએ . કારણકે અત્યારનો બાળક ટીવી જોઈને ઘણું બધું શીખી લેતો હોય છે પણ એ જાણતો હોતો નથી એ તે તેના માટે યોગ્ય છે કે નહિ . ટીવીમાં બતાવવામાં આવતા બધા પ્રોગ્રામ મને નથી લાગતું બાળકને પ્રોત્સાહન આપે એવા હોય છે . અમુક પ્રોગ્રામ સારા હોય છે પણ તે તરફ બાળકનું મન પરોવતું નથી અને તેને જે ના કરવું જોઈએ તેના જ વિચાર આવે છે , એક સચોટ વાત કહું તો ટીવીમાં બતાવવામાં આવતા પ્રોગ્રામ મનોરંજન માટેના હોય છે અને એ પ્રોગ્રામ જોઈને બાળક તેને અનુસરવાને પોતાનું લક્ષ સમજી લેતો હોય છે . જ્યારે તે સમયે મા - બાપને પણ ખબર નથી હોતી કે મારું બાળક કયા માર્ગ પર જઈ રહ્યું છે અને પાછળથી પસ્તાવાનો અનુભવ કરે છે. આ બધું મા - બાપની બાળક પ્રત્યેની બેદરકારીના લીધે થતું હોય છે. જો આવું ના થાય તેના માટે બાળક માટે દિવસમાં થોડો સમય કાઢીને તેની સાથે બેસવું તેની સાથે વાત કરવી બેટા શું કરી રહ્યો છું હમણાં , ભણવાનું કેવું ચાલે , અને આ બધું ફક્ત પૂછવા ખાતર પૂછવાનું નથી તેની ખાતરી પણ કરવાની છે તે ખરેખર કેટલું ભણે છે તે કેટલો હોશિયાર છે અને કયા વિષયમાં રસ છે આ બધું જાણવાન જવાબદારી મા - બાપ બંનેની છે. બાળકને ભણવા સિવાય પણ અમુક વાતોમાં રુચિ થાય તેવું કરો જેમકે મહાન માણસોના જીવન પ્રસંગો વંચાવો અમુક સમય પર ધર્મ પુસ્તકનું જ્ઞાન આપો. તમારી આજુબાજુમાં રહેતા સારા એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એમની વિશે વાત કરો. આમ કરવાથી બાળકને તમારા પ્રત્યે વિશ્વાસ વધશે , તમારો આદર કરશે અને બીજાની વાત સાંભળતા પહેલા તમારી સાથે તે વાત કરશે કે આ વ્યક્તિ મને આવી વાત કરતો હતો અને તે કરવું જોઈએ મારે કે ના કરવું જોઈએ તેની સલાહ તમારી પાસેથી માગશે. આમ કરવાથી તમારા બાળકનું મન એક ઉજ્જળ ભવિષ્ય તરફ આગળ વધશે. આ લેખમાં બસ આટલું જ .. આ ટોપીક પર તો ઘણું બધું લખી શકાય પણ અત્યારની જનરેશનને જેમ બને તેમ સંક્ષિપ્તમાં નિરૂપણ જોઈતું હોય છે કારણકે અત્યારે કોઈ પાસે વધારે વાંચવાનો સમય પણ નથી હોતો માટે ટૂંકમાં લખ્યું છે .
લેખ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
- ઉરવ
Comments
Post a Comment