પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

" વિચાર્યા વિનાનું પગલું "

 અહી જે શીર્ષક રાખ્યું છે તે પરથી તમને બધાને થોડી ઘણી તો ખબર પડી જ ગઇ હશે કે હું શું લખવા જઇ રહ્યો છું. જેમને ના ખબર પડી હોય તે લોકોએ વિચારવાની જરૂર નથી કારણકે આજનું શીર્ષક જ  " વિચાર્યા વિનાનું પગલું " છે.

 વાત થોડી જૂના જમાનાની છે અને કદાચ સાંભળેલી પણ હોય શકે. શહેરમાં બે વ્યક્તિઓ જેઓ બસ ટ્રાવેલિંગમાં નોકરી કરતા હતા. એક ડ્રાઇવર અને એક કંડકટર હતો. બંને જણ દસ વર્ષથી  સાથે જ નોકરી કરતા હતા. તેમના રૂટ માં આવતા દરેક  પેસેન્જર લોકોને તેઓ સારી રીતે ઓળખતા હતા કયો પેસેન્જર ક્યાં બેસશે અને ક્યાં ઉતરશે આ બધી તેમને ખબર પડી ગઈ હતી. હવે તે સમયમાં બસમાં એટલા બધા પેસેન્જર નહોતા હોતા એટલે  કંડકટરને ઓછી જવાબદારી હોતી હતી અને બધા પેસેન્જર બસમાં ચડતાની સાથે જ ટિકિટ પણ લઈ લેતા હતા.એક દિવસ એક સાડા છ ફૂટ ઊંચો માણસ બસની અંદર પ્રવેશ કર્યો આટલા ઉંચા માણસને જોઈને બધા પેસેન્જર અને સાથે કંડકટર પણ તેને જોવા લાગ્યો જેમકે તેને કોઈ મોટો અપરાધ ના કરી દીધો હોય તેમ બધા લોકો એની સામે ને સામે તાકી રહ્યા
પેલો ભાઇ તો કંઈ બોલ્યા વગર પાછળની સીટમાં જઈને બેસી ગયો. આજ સુધી કંડકટરને પાછળ જવું પડ્યું નહોતું કારણકે બધા જ પેસેન્જર ચડતાની સાથે જ ટિકિટ લઈ લેતા હતા અને બધા કાયમના પેસેન્જર થઇ ગયા હતા પણ આ સાડા છ ફૂટનો માણસ પહેલી જ વખત બસમાં મુસાફરી કરવા બેઠો હતો. હવે થોડી બસ આગળ પહોંચીને કંડકટર ઉભો થઈને પાછળ ગયો અને પાછળ જઈને તેને બેઠેલા માણસને ટિકિટ ક્યાં ની આપુ એવું પૂછ્યું અને ત્યાં બેઠેલા માણસે કીધું . પઠાણ ભાઇ ક્યારેય ટિકિટ નથી લેતા , તેના અવાજમાં દમ હતો અમે તે પોતે પણ એક શક્તિશાળી વ્યક્તિ જેવો દેખાતો હતો અને તેની સામે ઉભેલો કંડકટર દૂબળો પાતળો ને માંડ માંડ પાંચ ફૂટ ઉંચાઈ ધરાવતો હતો તે સામે વાળાના અવાજ પરથી થોડો ડરી ગયો હોય તેવું લાગતું હતું પણ તે ત્યાં કઇ બોલ્યો નહિ ને પાછો પોતાની સીટ પર આવીને બેસી ગયો થોડેક આગળ જતાં પઠાણભાઇનું સ્ટેશન આવ્યુને તે ત્યાં ઉતરી ગયો . હવે આવું તો દરરોજ બનવા લાગ્યું કંડકટર જ્યારે પણ ટિકિટ લેવા જાય ત્યારે એક જ વાત બોલે પઠાણ ભાઇ
' પઠાણ ભાઇ ક્યારેય ટિકિટ નથી લેતા,
આ વાત સાંભળી કંડકટર પાછો વળી જતો  આવું બે મહિના સુધી ચાલ્યું એક વાર કંડકટરે ત્રણ મહિનાની રજા લેવાનું વિચાર્યું અને તેના બદલામાં બીજા કોઈ વ્યક્તિને તેની જગ્યાએ રાખ્યો. આ બાજુ કંડકટરે નક્કી કર્યું હતું કે મારે આ ત્રણ મહિનામાં પોતાની જાતને એવી બનાવી છે કે મારી બસમાં ટિકિટ વગર બેસતો પેલો પઠાણ મારાથી ડરી જાય , આમ તેને તો જીમ ચાલુ કરી , મારસલ આર્ટ શીખ્યો અને પોતાની બોડીને એક તાકાતવર માણસ જેવી બનાવી દીધી . હવે ત્રણ મહિનામાં થોડાક જ દિવસ બાકી હતા પણ હવે તેનામાં ઘણો બધો ફરક આવી ગયો હતો અને હવે તેને નક્કી કરી લીધું હતું કે હવે તો પઠાણે મારી પાસેથી ટિકિટ લેવી જ પડશે. હવે તે સમય આવી ગયો તે નોકરી પર આવી ગયો હતો બસમાં પેસેન્જર બેસી ગયા હતા બસ ઉપડી અને થોડે  દૂર સ્ટેન્ડ પર આવી ઊભી રહી ત્યાં જ પઠાણભાઇ ઉપર ચડ્યા અને એમની સીટ પર જઈને બેસી ગયા. હવે બસ થોડે દૂર ગઈને કંડકટર ટિકિટ લેવા પાછળ ગયો અને કીધું આજે તો ટિકિટ લેવી જ પડશે.
આજે કંડકટરના અવાજમાં દમ હતો તેથી પઠાણ થોડો સમય ચૂપ રહ્યો અને એ આજે કંઇ બોલ્યો નહિ કે ' પઠાણ ભાઇ ક્યારેય ટિકિટ નથી લેતા , અને પોતાના પેન્ટના ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું અને તેને બતાવ્યું કે હું સરકારી ઓફિસર છું અને મારી પાસે બસનો પાસ છે
અને આ પાસ મને મારા સ્ટાફના માણસોએ આપ્યો છે
 આ સાંભળી કંડકટર ચૂપ થઇ જાય છે અને પોતાની સીટ પર બેસી જાય છે.

  વાર્તા સાંભળી તમને ખબર તો પડી હશે કે આ લેખનું શીર્ષક  " વિચાર્યા વિનાનું પગલું " શીર્ષક કેમ રાખ્યું છે.

           અહી કંડકટરે ક્યારેય વિચાર્યું જ નહોતું કે આ વ્યક્તિ દરરોજ ટિકિટ કેમ નથી લેતો અને આવું કદાચ વિચાર્યું હોત તો તેના મનમાં એક પ્રશ્ન અવશ્ય આવત કે લાવ હું તેને પૂછી જોવ કે તમે કેમ ટિકિટ નથી લેતા અને ત્યારે તેને તે જ સમયે ખબર પડી જાત કે આ તો એક સરકારી ઓફિસર છે અને એમની પાસે પાસ છે. પણ અહીં વિચાર્યા વિનાનું પગલું ભર્યું અને ત્રણ મહિનાની રજા પાડી અને આખરે તે નિષ્ફળ નીવડ્યા. હા તેમને એક અનુભવ થયો અને બીજું કે તેમની બોડી પહેલા કરતા વધારે તાકાતવર બની પણ જે કામ માટે તેમણે આટલું બધું કર્યું  ત્યાં તો તેમને કંઈ જ પરિણામ ના મળ્યું
     આપણા બધાના જીવનમાં પણ આપણે કેટલાક કામ અને નિર્ણયો વિચાર્યા વિના લઇ લેતા હોઈએ  છે અને તેનું પરિણામ પણ આપણને છેલ્લે કઇ મળતું નથી .
      બસ છેલ્લે એટલું જ કહીશ કે તમે કોઈ પણ નિર્ણય વિચાર્યા વગર ક્યારેય ના લેશો.
     લેખ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
                                                             

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "