પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

' કર્મ અને ફળ '


  1. ' કર્મ અને ફળ ' 

 કર્મ અને ફળનું મહત્વ દરેક માણસના જીવનમાં ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે દરેક માણસને કર્મ સાથે બંધાવું જ પડે અને આપણું કર્મ જ આપણને આ દુનિયામાં ઓળખ આપે જેવું આપણું કર્મ હોય તેવો જ પ્રભાવ આપણો બીજા માણસ પર પડતો જોવા મળે દરેકે દરેક માણસ પોતાનું કર્મ અલગ અલગ રીતે કરતો હોય કોઇ ભર બપોરે તડકામાં મજૂરી કરતો જોવા મળે તો કોઇ એ.સી. ચાલુ કરી ઓફિસમાં કામ કરતો જોવા મળે. કર્મ એટલે કામ , કાર્ય , જેવા આપણા કર્મ હોય એવા જ ફળ આપણને મળે પણ આપણે બધાને તો કર્મ ઓછું કરવું પડે અને  ફળ સારું મળે તેની આશાઓ રાખતા હોઇએ.
  કર્મ અને ફળ વચ્ચેનો સંબંધ શું ?
દા.ત., આપણે એક ઊંચી ટેકરી પર જઈને ખીણ બાજુનું મોઢું રાખીને બૂમ પાડીએ કે હું કોણ છું ? તો શું સામે થી આપણને જવાબ મળશે કે તમે ફલાણા ગામના ફલાણા ધર્મના માણસ છો ના ત્યાં આપણને એવો જવાબ ના મળે તો આપણને ત્યાં કેવો અવાજ સાંભળવા મળશે તો આપણે જે બૂમ પાડી હતી એ જ અવાજ આપણને પાછો સાંભળવા મળશે ફરક બસ એટલો હશે કે આપણને એક નો એક અવાજ બે થી ત્રણ વાર સાંભળવા મળશે એવી જ રીતે કર્મ નું ફળ એવું જ હોય છે જેવું આપણે કર્મ કર્યું હોય એવું જ આપણા કર્મ નું ફળ નક્કી થતું હોય છે ક્યારેક આપણને વિચારી આવતો હોય છે કે આપણને ફળ કેમ સારું નહિ મળતું પણ આપણે ક્યારેય કર્મ કરતી વખતે નથી વિચારતા કે હું કેવી કર્મ કરી રહ્યો છું અને ફળ લેતી વખતે આપણને વિચાર આવે કદાચ મે કર્મ સારું કર્યું હોયતો ફળ સારું મળત ક્યારેક તો એવો પણ વિચાર આવે કે કર્મ કરવાથી ફળ નથી મળતું ફળ તો નસીબથી મળતું હોય છે પણ આ વાત પણ વિચાર કરવા જેવી છે કે તેને નસીબ થી મળ્યું મને કેમ નહિ. આ સમય પર આપણે બધા સામે વાળા વ્યક્તિ પર ઈર્ષા કરતા હોઈએ છીએ ત્યાં આપણે એવું કરવાનું નથી ત્યાં આપણને ફળ કેમ નહિ મળ્યું તેના માટે વિચાર કરવાનો અને ફરીથી કર્મ કરવા માટે લાગી જવાનું નક્કી કરી જ લેવાનું ત્યારે કે હવે મને મારું નસીબ સાથ આપે કે ના આપે પણ હું કોઈપણ પરિસ્થિતિમાં મારા ફળ પ્રત્યે કર્મ કરીશ
અને આવા જ દ્રઢ સંકલ્પ અને પોતાના આત્મવિશ્વાસ થી કર્મ કરશો તો અવશ્ય પોતાને જોઈતું ફળ જરૂર મળશે.
   ભગવદ્ ગીતામાં કર્મયોગનાં અધ્યાયમાં ભગવાને  કહ્યું છે  કે મનુષ્ય તારે ફક્ત લક્ષ નક્કી કરી તે લક્ષ માટે માત્ર  કર્મ  કરવાનું છે એ લક્ષ સુધી પહોંચવા તું ફક્ત સમય નક્કી કરી શકે છે પણ કયા સમય પર મારે તને ત્યાં પહોંચાડવો એ તારા હાથમાં નથી તે મારા હાથમાં છે.

બીજું પણ કહ્યું છે મનુષ્ય તારો અવતાર અહી ફક્ત ને ફક્ત કર્મ કરવા માટે જ થયો છે તું અહીં કંઈ લઈને પણ નથી આવ્યો કે તું અહીંથી કંઈ લઈ પણ જવાનો નથી.
હા અમુક ભૌતિક વસ્તુઓ અહી મૂકીને જઈશ જેમકે
તારું ઘર , બીજી કોઇપણ પ્રકારની મિલકત , બેંક બેલેન્સ બધું જ તું અહી મૂકીને જ જવાનો પણ એ પણ તારા ગયા પછી તારું નથી રહેવાનું અને થોડા સમય પછી એ પણ નષ્ટ થઇ જશે. તારે અહી કંઈ મૂકીને જ જવું હોયતો તો એ તારા કરેલા કર્મ છે આવનારી પેઢી તને તારા કર્મના લીધે જ યાદ રાખશે નહિ કે તારી ભૌતિક વસ્તુઓ ના લીધે એટલે મનુષ્ય બને ત્યાં સુધી સારા કર્મ કોને કહેવાય તેનો વિચાર કર અને આજથી જ સારા કર્મ કરવાનું ચાલુ કરી દે હજુ પણ તારી પાસે સમય છે માટે તું સારા કર્મ કર પણ જ્યારે તું મરણ પધારીએ હોઈશ અને તે સમય તને તારા કરેલા ખરાબ કર્મ પર તને દુઃખ થતું હશે ત્યારે તને થશે કે કદાચ હું થોડા સારા કર્મ કરી શક્યો હોત તો મારી જે સ્થિતિ અત્યારે છે એના કરતાં સારી હોત પણ એ સમય ફકત તારે વિચારવાનો હશે ના કે કર્મ કરી શકવાનો.
  આ પૃથ્વી પર દરેક મનુષ્યનો અવતાર કંઈ ને કંઈ કર્મ કરવા માટે જ થયો છે અને તેણે કેવા કર્મ કરવા તે  મનુષ્ય પોતે જ નક્કી કરી શકે છે.
                                                          

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "