ક્રોધ શબ્દ બધાની જિંદગીને ઉથલ પાથલ કરી મૂકે છે. ક્રોધ ઉત્પન્ન કેવી રીતે થાય છે. નાની નાની બાબતોમાં ક્રોધ થઇ જતો હોય છે આખરે તે વિરાટ સ્વરૂપ ધારણ કરે છે પણ દરેક માણસે સમજી લેવું જોઈએ કે ક્રોધ જે પણ વ્યક્તિ કરે જેના પર કરે હંમેશા હાની બન્નેને થાય છે. વ્યક્તિની અંદર ક્રોધ ઉત્પન્ન એક નહિ પણ હજારો કારણો હોય છે જેનાથી આ ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ વ્યકિત તમારી સાથે થોડી મજાક મશ્કરી કરતો હોય અને કદાચ એ તમને ના ગમતું હોય તો પણ તે વ્યક્તિને અકળામણ શરૂ થતી જોવા મળે છે અને આ અકળામણ ધીરે ધીરે વ્યક્તિની અંદર ક્રોધ ઉત્પન્ન કરે છે અને વ્યક્તિ સામે વાળી વ્યક્તિ સાથે એવી રીતે વર્તાવ કરે છે જાણે તે તેનો દુશ્મન હોય અને તે સમય પર તેનો ચહેરો કંઇક અલગ જ જોવા મળે છે.
બસ તે વ્યક્તિને તો સામેવાળી વ્યક્તિ તેની દુશ્મન જ લાગે છે. આવા તો એક નહિ બીજા પણ ઘણા કારણો છે જેના લીધે વ્યક્તિની અંદર ક્રોધ ઉત્પન્ન થાય છે. કદાચ તમારું ધાર્યું કોઇ કાર્ય ના થયું હોય અને થયું હોય તો તમે વિચાર્યું હોય તેવું ના થયું હોય તો પણ ક્રોધ આવી શકે છે. અમુક વાર એવું પણ થાય જે વાત તમને ના ગમતી હોય અથવા જે વ્યક્તિ સાથે તમને વાત કરવી ના ગમતી હોય અને એ જ વ્યક્તિ તમારી સામે બીજા સાથે વાત કરતો હોય ત્યારે પણ તમને ગમતું હોતું નથી અને તેના લીધે તમારા મનમાં તેનાં માટે ક્રોધ ઉત્પન્ન થાય છે અને તે સમય પર તમે કેવા શબ્દોનો પ્રયોગ કરો છો તેનો પણ તમને ખ્યાલ રહેતો નથી તમે સાંભળ્યું હશે
કે વ્યક્તિ ક્રોધ ના બોલવાનું પણ બોલી દેતો હોય છે અને ક્રોધમાંથી શાંત પડયા બાદ તેને તે બોલવાનો અફસોસ થતો હોય છે અને તે એની માફી પણ માગતો હોય છે અમુક વાર માફી મળી પણ જાય છે અને અમુક વાર સબંધ પણ તૂટી જતા હોય છે. નાના નાના ઝગડાઓમાં ઉત્પન્ન થતો ક્રોધ આખરે પોતાને જ હાની પહોચાડતો હોય છે. ક્રોધ ફક્ત ને ફક્ત હાની જ કરે છે.
ક્રોધિત વ્યક્તિ ઘણા લોકોને ગમતી હોતી નથી. અને ઘણા લોકો તેવી વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારની વાતમાં ઊંડા ઉતરતા નથી આવી વ્યક્તિઓથી દુર જ રહેવાનો પ્રયત્ન કરતા હોય છે.
ક્રોધ પર વિજય કેવી રીતે મેળવાય તો માત્ર તેનો એક જ ઉપાય છે ક્રોધ હાની છે તેનાથી પોતાનું જ નુકસાન છે આવું એક કાગળિયા પર લખી રાખવું અને જે વ્યક્તિને વધારે ક્રોધ આવતો હોય , વાત વાત પર ક્રોધ આવતો હોય તે વ્યક્તિએ આ કાગળની ચિઠ્ઠી બનાવી તેને હાલતા ચાલતા રટણ કરતું રહેવાનું તેનાથી ફરક એક દમ નહિ પડે પણ ધીમે ધીમે પડવા લાગશે કારણ કે જ્યારે તમે ચિઠ્ઠી વારંવાર વાંચશો ત્યારે તમને તે લખેલું ગોખાય જશે હવે જ્યારે પણ તમને કોઈ વાત પર કે કોઈ વ્યકિત પર ક્રોધ આવશે ત્યારે તમને યાદ આવશે કે ક્રોધ કરવો એ મારા માટે હાની છે અને તેનાથી મારું જ નુકસાન થશે. આ વાંચવાથી ક્રોધ ઉત્પન્ન થવાની શક્યતા હોય ત્યારે મનમાં વિચાર આવશે કે ક્રોધ ઉત્પન્ન થવો ના જોઇએ બસ આટલું કરવાથી તમારો ક્રોધ ધીમે ધીમે ઓછો થઇ જશે.
Comments
Post a Comment