પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

" સાંભળવું , બોલવું અને ચૂપ રહેવું "


 આજે હું જે વિષય પર લખવા જઇ રહ્યો છું તેના વિશેનું જ્ઞાન દુનિયાની દરેક વ્યક્તિ માટે મહત્વનું છે. આપણા દરેકના જીવનમાં આ ત્રણ બાબતનું ધ્યાન અવશ્ય હોવું જોઇએ. બાળપણથી લઈને વૃદ્ધ થતા સુધી આ ત્રણ બાબત દરેકના જીવનમાં ભાગ ભજવતું હોય છે.
પ્રથમ વાત કરીએ તો તે સાંભળવા પર છે. સાંભળવું એટલે કોઇ બોલતું હોય તેની વાત સાંભળવી, મન ગમતા ગીત સાંભળવા, કથા સાંભળવી, પણ મારે મુખ્ય વાત અહી ફક્ત આપણે બીજા કોઈ વ્યક્તિ સાથે જ્યારે કોઇ ચર્ચા કરતા હોઇએ , કોઇ કામની વાત હોય કે પછી ખાલી એમ જ વાત કરતા હોઇએ ત્યારે પણ આપણે સાંભળવા કરતા બોલવાની ઉતાવળ કરતા હોઇએ છીએ. એક દ્રષ્ટાંત આપુ તો કોઇ માણસ બે દિવસથી ઉદાસ છે અને એ વ્યક્તિને આપણી સાથ તેની વાત કરવી છે કે તે કેમ ઉદાસ છે હવે થાય છે એવું કે જ્યારે તે વાત કરવાની શરૂઆત કરે કે થોડી જ વારમાં આપણે અડધી વાતે બોલી પડીએ છીએ , હા તારી સાચી વાત છે અને આપણે તેને કહીએ છીએ કે અરે તારા એકલા સાથે નહિ આવું તો મારી સાથે પણ થાય તે સમય પર આપણે ફક્ત તેની વાત સાંભળવાની જરૂર છે તેની પૂરેપૂરી વાત સાંભળો પછી તમે જે બોલવા ઇચ્છતા હોય તે બોલો પણ આપણે તો બસ એક મોકો મળવો જોઇએ બોલવાનો એટલે બોલવાનું શરૂ કરી દઈએ છીએ અને પાછળથી એવું પણ થાય છે અરે . આ વાત આને સાથે કરવાની ન હતી અને બે દિવસ સુધી તો ચિંતા કરે કે આ વ્યક્તિ મારી વાત કોઈને કહી તો નહિ દે ને.
  જીવનમાં બોલતા પહેલા સાંભળવું ખૂબ જ જરૂરી છે અને સંપૂર્ણ સાંભળ્યા પછી બોલવું કે ના બોલવું તે સમજવું પણ ખૂબ જ જરૂરી છે ઘણીવાર ચૂપ રહેવાની જગ્યાએ પણ આપણે બોલવાનું શરૂ કરી દેતા હોઇએ છીએ. જીવનમાં બોલેલા શબ્દો ની હંમેશા ચૂકવવી પડે છે તમે જેવા શબ્દો બોલશો તમારો બીજા વ્યક્તિ પર પ્રભાવ તેવો જ પડશે તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે માણસના સંસ્કાર તેના શબ્દો પરથી અને તેની બોલવાની રીત પરથી ખબર પડી જાય છે માટે  બોલવામાં ધ્યાન રાખવું જોઇએ અને બોલતા પહેલા સાંભળવું જોઈએ અને બોલવા જેવું ના લાગે તો ચૂપ રહેવું જોઇએ.
એક મહાન વ્યક્તિનું ઉદાહરણ આપું તો તે વ્યક્તિ આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તેમણે તેમનું જીવન ખૂબ જ નીતિ નિયમ અને સંયમ રાખીને જીવ્યું છે. તે જ્યારે આશ્રમમાં હોતા ત્યારે તેમને ફક્ત ગુજરાતની જ નહિ પણ ભારતના અને વિદેશના માણસો તેમને મળવા આવતા તે સમય પર તેમનું વર્તન આવનારી વ્યક્તિને સ્પર્શ કરી જતું અને સામેવાળી વ્યક્તિને ખૂબ જ ગર્વ થતો કે આજે હું જે વ્યક્તિને મળ્યો છું તેના જેવી વ્યક્તિ આ દુનિયામાં ફક્ત ને ફક્ત બે થી ત્રણ ટકા જેટલી જ હશે કારણકે આ એ વ્યક્તિ છે જે પોતાની વાત શરૂ કરતાં પહેલા સામેવાળી વ્યક્તિની વાતને સાંભળે છે, સમજે છે અને પછી જ તેનો પ્રત્યુતર આપે છે અને બને ત્યાં સુધી દરેક પ્રશ્નનો ઉત્તર તે ઓછા શબ્દોમાં બોલાતો હોય ત્યાં સુધી વધારે શબ્દનો ઉપયોગ ક્યારેક કરતા ન હતા અને સામેવાળી વ્યક્તિના પ્રશ્નને નિઃસંકોચ રાખીને ઉત્તર આપતા હતા.
તે અઠવાડિયામાં  તેમના આશ્રમમાં બધાને મૌન વ્રત રખાવતા અને મૌન કેમ રાખવું તેનો ફાયદો પણ કહેતા.
   આમ તો ઘણા વ્યક્તિઓ છે જેમના ઉદાહરણ આપી શકું તેમ છું પણ આ વ્યક્તિ આપણા ભારતની એવી હસ્તી બની ચૂકી છે જેમના નામ આગળ મહાત્મા લાગે છે. અમારા આવતો બ્લોગ આપણા  દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિશે લખવા માંગું છું .તો અમારો આવતો લેખ " સત્ય અને અહિંસાના પૂજારી એટલે મહાત્મા ગાંધી વિશે હશે.
                                                          

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "