પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

" સ્વાભિમાન કે અભિમાન "


 સ્વાભિમાન એટલે પોતાનું માન પણ જ્યારે અભિમાન એટલે વસ્તુ , સમય, સ્થાન , રૂપિયા , વગેરેનું માન.
અત્યારની જનરેશન બંને ને એક જ સરખું ગણે છે.
પણ બંનેમાં ઘણો મોટો તફાવત છે. માણસ જન્મથી સ્વાભિમાની કે અભિમાની નથી હોતો પણ સમય તેને  તે બનાવી દેતો હોય છે. જ્યારે તેને વધારે માન મળે ત્યારે એને લાગવા માંડે કે દરેક વ્યક્તિ મારાથી નાના છે.
આ લોકો મારી બરાબરી ક્યારેય કરી ના શકે. આવા
વિચારો તેના મનમાં આવવાના શરૂ થઇ જાય છે દરેક માણસનો સ્વભાવ અને વર્તન માન મળવાથી બદલાય જતું નથી પણ  ૯૦% માણસના સ્વભાવમાં અને વર્તનમાં બદલાવ આવી જાય છે  અને મળેલા માનની લીધે તેનામાં થોડું અભિમાન આવી જતું હોય છે. માન સાથે બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે. જેમકે ,સત્તા, રૂપિયા, આ બધી વસ્તુઓ તેના મનમાં અભિમાન પેદા કરે છે હવે તેને લાગવા માંડે છે કે હું જ છું , બીજા લોકોને તે તેનાથી નાના માણસ સમજી બેસે છે પછી તો કોઇપણ પ્રકારની પ્રવૃતિઓ બીજા સાથે કરાવશે અને તેનો પૂરેપૂરો યશ પોતે લેશે તેને હવે એવું જ લાગવા માંડ્યું છે કે આ બધું મારા લીધે થાય છે, હું હતો એટલે થયું , હવે ધીરે ધીરે તેના મનમાં અભિમાની બીજ એક વૃક્ષ બનવા માંડે છે અને  હવે તેની બુદ્ધિ સારું વિચારવા પ્રત્યે નબળી પડતી જાય છે. તેના મનમાં બીજા પ્રત્યે તુચ્છ વ્યક્તિના વિચાર આવવાના શરૂ થઇ જાય છે. તે બીજાની  કદર કરતો નથી તેને જે ઠીક લાગે તે રીતે બીજા સાથે વર્તતો હોય છે બીજાને તેનાથી તકલીફ છે કે નહિ તે જોતો નથી. ગમે તેવું બોલી જવું,  નાના - મોટાનું માન ના રાખવું આવી બધી ખરાબ આદતોથી તે ટેવાઈ જાય છે. ધીમે ધીમે અભિમાન ના લીધે તે ઘણું બધું ગુમાવી બેસે છે જેમકે , ના કામના રૂપિયા વાપરે, પોતાની સત્તાનો ખોટી જગ્યાએ ઉપયોગ કરે,  સમયનો સદુપયોગ ના કરવો , વસ્તુની કિંમત ના કરવી , દરેક વ્યક્તિ એના જેવી જ વ્યક્તિ છે તે ભૂલી જવું અને તેની કદર ના કરવી, આ બધી જ આદતો તેને પોતાને એક દિવસ માનસિક રીતે તોડી નાખે છે અને છેવટે તેની સાથે કંઈ જ રહેતું નથી.અને માણસ પોતાના જીવનની સૌથી મોટી ભૂલ સમજી અંતે અફસોસ કરે છે.
        સ્વાભિમાન શું છે ?  શું તે પણ અભિમાન જેવું જ છે. શું તે માણસ અને માણસના જીવનને બરબાદ કરી નાખે છે ? ઘણા બધા પ્રશ્ન આપણા મનમાં ઉદભવતા હશે તો ચાલો એક નજર સ્વાભિમાન પર કરીએ.
 સ્વાભિમાન એટલે પોતાનું માન,જે વ્યક્તિને પોતાનું માન ના હોય તે વ્યક્તિ ક્યારેય બીજાનું માન ના કરી શકે. જીવન આપણું છે તો પહેલું માન તો આપણે પોતાનું કરવું જોઈએ પણ અત્યારે તો આપણે બીજાના જીવનમાં એટલા બધા ઘૂસ્યા રહીએ છીએ કે આપણે આપણું પોતાનું માન એટલે સ્વાભિમાન ભૂલી જ ગયા છે. કોઈ ના લીધે ગમાડવું , કોઈને તમારું થોડું વર્તન ગમે એટલે હા પાડી દેવી પછી જોવે નહિ કે તે માણસ મારો ઉપયોગ કરી રહ્યો છે, કોઇ તમારાથી નારાજ ન થાય તેના માટે પોતાની ખુશીઓને પણ જતી કરવાની , અમુક વાર તો એવું પણ થાય કે જ્યાં કદર ના હોય ત્યાં પણ જઈને ઉભા થઇ જવું , અરે પોતાની થોડી તો કિંમત રાખો તમે પણ માણસ છો તમારી પણ કોઈ કદર કરવું જોઇએ. તમે તો ક્યારેક પોતાના સ્વાભિમાનને પણ ગીરવે મૂકી દેતા હોવ છો અને આખરે નિરાશ થાવ છો યાર હું બધાને સમજુ છું મને જ કોઈ સમજતું નથી ,
અલ્યા પણ તને કોણ સમજે તું કોઈ દિવસ પોતાને સમજ્યો છું તું કોણ છે ? , તારો જન્મ બીજા લોકોને ખુશ રાખવા નથી થયો,  તારી પણ પોતાની જિંદગી છે,
આ બધા વિચારો ક્યારેય નહિ આવતા બસ આવે છે તો એક જ વિચાર , અા આવો છે પેલો તેવો છે. અરે તે સમય બીજા પર આક્ષેપ મૂકવાનો નથી પણ બીજા લોકો પણ તારી કદર કરે એવા કામ કરવાનો છે પહેલા તો એ વિચારવાનું છે કે મારે શું કરવું છે ? અને હું શું કરી શકું છું ?
 પણ અમને તો ખબર જ નથી ને સ્વાભિમાન થી શું થઇ શકે ?
 સ્વાભિમાન જે પણ વ્યક્તિમાં હોય છે તે વ્યક્તિને સફળતા જલ્દી મળતી હોય છે કારણ કે  તે હંમેશા
પોતાના માટે સમય વધારે ફાળવે છે. તેને શું કરવું છે તેનું પ્લાનિંગ રાખે છે. તે ઘણા ઓછા લોકોના ટચ માં રહેતો હોય છે  સબંધો માટે તે પણ સમય કાઢે છે પણ તેને બીજા વ્યક્તિના જીવનમાં શું ચાલી રહ્યું છે. તેને જાણવું એવી રુચિ તેનામાં હોતી જ નથી તે હંમેશા પોતાના જીવનને જ મહત્વ આપે છે. સ્વાભિમાન હોવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે અને માણસને જો કોઈ સફળ બનાવતું હોય તો તે તેનો પોતાનો આત્મવિશ્વાસ છે. ભલે ને પછી આખી દુનિયા કહી દે તારાથી નહિ થાય પણ જ્યાં સુધી પોતાના પર વિશ્વાસ છે તો માણસ ધાર્યું કરી શકે છે .
સ્વાભિમાની વ્યક્તિ પોતાનું અપમાન ક્યારેય સહન નથી કરતો , જ્યાં તેની કદર ના થાય ત્યાં તે એક પળ વાર પણ ઉભો  રહેતો નથી.
    આ દુનિયામાં અભિમાની તો ઘણા બધા થઈ ગયા અને અભિમાનના લીધે બરબાદ પણ થઈ ગયા.
પણ હું માનું છું ત્યાં સુધી દરેક સફળ વ્યક્તિની અંદર  સ્વાભિમાની વ્યક્તિ રહેલો જ છે.
                                                             

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "