નિર્ણય નિષ્ફળતા અને નિરાશા
જીવનમાં નિર્ણય મહત્વનો ભાગ ભજવે છે. અહી દરેકને કોઇ ને કોઇ નિર્ણય લેવો પડતો હોય છે, કોઇ સ્વયં નિર્ણય કરે છે તો કોઇ બીજાની સલાહ લઇને નિર્ણય કરે છે પણ બને ત્યાં સુધી જીવનના દરેક નિર્ણય માણસે પોતે લેવા જોઈએ અને નિર્ણય લેતા પહેલા જે પણ બાબતમાં તમે નિર્ણય કરો છો તેના પર હાલની પરિસ્થિતિ અને ભવિષ્યની પરિસ્થિતિનો વિચાર કરીને નિર્ણય કરવો જોઇએ.
આપણે નિર્ણયને એક ધંધાની દ્રષ્ટિએ જોઈએ તો એક વ્યક્તિ કોઇ નવો ધંધો શરૂ કરવાની ઇચ્છા ધરાવે છે હવે
તે જે પણ ધંધો શરૂ કરે છે તેના વિશેનો ખ્યાલ તેને નથી કે શું કરવું હવે તે સમયે તે બીજાને પૂછીને નિર્ણય તો લઈ છે કે બસ મારે આ ધંધો શરૂ કરવો જ છે પણ તે ભવિષ્યની ચિંતા કર્યા વગર ધંધો શરૂ કરે છે હવે થોડા સમય પછી એનો ધંધો બંધ થઇ જાય છે , હવે તેને એવું લાગે છે કે સલાહ જેને આપી તેને ખરાબ સલાહ આપી છે અને હવે તેને આગળ શું કરવું તેની ચિંતામાં છે એટલે કોઈપણ પ્રકારનો નિર્ણય તમે જીવનમાં લો પણ તેમાં કદાચ નિષ્ફળતા મળે તો તેના પછી શું કરવું અને મોટી નિષ્ફળતા મળે અને તે સમયે બધું જ નિરાશા જનક લાગે છે અને મન પણ કહ્યું કરતું નથી તો આવા સમય પર ...નિર્ણય લેતા પહેલા નિષ્ફળતા નો ખ્યાલ કરવો જોઇએ અને તે નિષ્ફળતાના સમય પર પોતે નિરાશ તો થવાના જ છીએ તો એ સમય પર શું કરીશું તે પણ વિચારવું જોઇએ.
દરેક માણસ એકવાર નહિ પણ કેટલીયવાર એવા નિર્ણય કરે છે કે જેને લઇને તેને નિષ્ફળતા અને નિરાશ જેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે એટલે નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જોઇએ ભલે નિર્ણય લેવામાં થોડી ધીરજ રાખવી પડે. નિર્ણય , નિષ્ફળતા અને નિરાશા એક વાર્તા દ્વારા સમજીએ.
એક વિદ્યાર્થી ભણવામાં ખૂબ હોશિયાર હતો જેમ જેમ તે આગળ ભણવા લાગ્યો તેમ તેને વધારે ભણવાની મજા આવવા લાગી. હવે તે ધોરણ દસ પાસ કરી ચુક્યો હતો હવે તેને નિર્ણય લેવો હતો એને આગળ શું ભણવું ? હવે તેને નિર્ણય તેના મિત્રોને પૂછીને કર્યો.
હવે તે ભણવામાં તો હોશિયાર હતો જ પણ તેને વિજ્ઞાન વિષયમાં થોડો ઓછો રસ હતો હવે તેને વિજ્ઞાનના ક્લાસ બધા કંટાળા જનક લાગવા લાગ્યા. પરીક્ષાનો સમય ધીરે ધીરે નજીક આવતો હતો. તેની પરિક્ષા આવી
હવે તેને મહેનત તો કરી હતી પણ તેને બધું ભણવાનું હવે કંટાળા જનક લાગતું હતું જેનાથી તે પરિક્ષામાં સારું લખી ના શક્યો જેના કારણે તેનું પરિણામ સારું ના આવ્યું એટલે તેને લીધેલા નિર્ણયમાં નિષ્ફળતા મળી હવે તે નિષ્ફળતાના લીધે નિરાશ રહેવા લાગ્યો તેને મિત્રોના લીધે પોતાના નિર્ણય પર અફસોસ થવા લાગ્યો અને હવે તેને નક્કી કર્યું કે નિષ્ફળતા મળે કે સફળતા નિર્ણય મારો પોતાના જ હશે. હવે તેને નિર્ણય જાતે લીધો હતો એટલે આવતી પરિક્ષામાં તે સારું પરિણામ લાવી શક્યો અને નિરાશ થવાને બદલે હર્ષોલ્લાસ રહેવા લાગ્યો.
જીવનમાં ખોટા નિર્ણય ક્યારેક લેવાય જાય તેનાથી નિષ્ફળતા પણ મળે અને નિષ્ફળ વ્યક્તિ થોડો તો તેના ખોટા નિર્ણય અને નિષ્ફળતા લીધે નિરાશ થઇ જ જાય.
એટલે નિર્ણય લેવામાં ક્યારેય ગભરાવું નહિ, જ્યારે નિર્ણય પોતાનો હોય તો સફળતા પણ મળે અને કદાચ નિષ્ફળતા પણ મળે પણ તેનાથી નિરાશ થવાનું નથી
તમારે ફરી નિર્ણય લઇ , ફરી મહેનત કરી , સફળતા મેળવો.
Comments
Post a Comment