પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સંદેશ

એકવાર અવશ્ય વાંચો.
ઘણા જ ઓછા શબ્દો વાપરીને લખ્યું છે નહિ તો ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાય છે અને ૭૦૦ શ્લોક છે.

             શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સંદેશ

શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળવા તો ઘણા લોકો આતુર હોય છે પણ વાંચવાનું કહીએ તો હમણાં સમય નથી એવું કહે છે. કેટલાય વાંચે પણ છે પણ ફક્ત વાંચવા ખાતર  કહેવા શું માગે છે તે સમજવાનો પ્રયાસ કરતા નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતા એક શ્રેષ્ઠ જીવન સલાહકાર છે નહિ તો એક સમય પસાર કરવાનું વાંચન છે.

 ઘણા લોકો વાંચીને તેનો જીવનમાં અમલ કરે છે અને કેટલાય આ જૂની વાતો અને આપણી નવી જનરેશન ને શું લેવા દેવા એમ કહીને શ્રીમદ્ ભગવદ્ ગીતાની ચોપડી પણ ઘરે વસાવતા નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતા પોતે એવું નહિ કહેતી કે હું મહાન છું પણ આપણા જ લોકો કોર્ટમાં સાચું બોલાવા તેના પર હાથ મૂકાવે છે.

જેમ આપણા ઘરમાં ઘડિયાળ છે તે ફક્ત આંકડાનો સમય બતાવે છે અને ક્યારેક તો સેલ પૂરા થઇ જાય તો બંધ પણ પડી જાય છે પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા જીવનનો સમય બતાવે છે અને જીવનના કેટલાય પ્રશ્નોના ઉત્તર તેમાં આપેલ છે આપણે તેને ઉદાહરણ સમજી આપણા પ્રશ્ન સાથે સરખાવવાનું છે અને તેનાથી આપણને સચોટ ઉત્તર મળી શકે છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લખેલા બધા શબ્દો અમૂલ્ય છે પણ ના સમજનારને તેની કિંમત દેખાતી નથી. જે તેને સમજે છે તે શ્રેષ્ઠ ધર્મ પુસ્તક માને છે અને તેનો ઉપયોગ કરે છે નહિ તો કેટલાય તો ફક્ત તેને પોતાના ઘરના મંદિરમાં એક બાજુ મૂકી જ રાખે છે.

લેખ તો ખૂબ જ ટૂંકમાં લખ્યો છે કેમ કે અહી દરેક પોતાની જિંદગીમાં કોઈને કોઈ કામમાં વ્યસ્ત છે.  વ્યસ્ત જિંદગીમાંથી થોડો સમય કાઢીને એકવાર શ્રીમદ્ ભગવદ્ ગીતા એકવાર અવશ્ય વાંચજો જેમાં તમને તમારા જીવનના કેટલાય પ્રશ્નોના ઉત્તર મળી રહેશે.

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "