પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

ઘડિયાળ અને સમય

ઘડિયાળ અને સમય
  એક નાનો સંવાદ છે. એકવાર એક આઠ વર્ષનું બાળક એક સેમિનારમાં ગયું હતું. સેમિનારમાં જે વ્યક્તિ બોલવા ઉપસ્થિત હતું તે એક ખ્યાત વ્યક્તિ હતી.
આ બાળકને ઘડિયાળ પહેરવાનો શોખ ખૂબ જ હતો.
તેના હાથમાં એક નાની ઘડિયાળ હતી જેની કિંમત આશરે સો થી દોઢસો રૂપિયા જેટલી હશે પણ જે વ્યક્તિ બોલવા ઉપસ્થિત થયેલો તેના હાથમાં ઘડિયાળ હતી  તે એના પ્રમાણે મોંઘી હશે. થોડીવાર પછી સેમિનાર પૂર્ણ થયો. પેલા બાળકને હવે પેલી ખ્યાત વ્યક્તિ સાથે થોડી વાત કરવી હતી તો તે દોડતો દોડતો તે વ્યક્તિ પાસે પહોંચી ગયો. તે વ્યક્તિ આ નાના બાળકને જોઈ ત્યાંને ત્યાં ઉભી રહી ગઈ.

વ્યક્તિએ બાળકને પૂછ્યું : બોલ કેમ દોડતો દોડતો આવ્યો ?
બાળક : સર ,મને એક વાત પૂછવી હતી શું હું તે વાત તમને પૂછી શકું ?
વ્યક્તિ : હા, કેમ નહિ.
બાળક : મને કહેશો તમારા હાથમાં ઘડિયાળ છે તે કેટલી મોંઘી છે ? અને મારી ઘડિયાળ કરતા એમાં ફરક શું છે ?

વ્યક્તિ : મારી વાત ધ્યાનથી સાંભળજે , મારા હાથમાં ભલે ઘડિયાળ મોંઘી છે પણ સમય તો એજ બતાવે છે જે તારી ઘડિયાળમાં બતાવે છે. પરંતુ ફરક માત્ર એટલો છે જ્યારે માણસનો સમય બદલાય છે ત્યારે તેના હાથમાં ઘડિયાળ પણ બદલાય જાય છે. હું પણ તારા જેટલો નાનો હતો ત્યારે મારા હાથમાં ઘડિયાળ ન હતી જ્યારે આજે મારો સમય બદલાયો તો હું મોંઘામાં મોંઘી ઘડિયાળ પહેરી શકું છું

    " સસ્તી ઘડિયાળ હોય કે પછી મોંઘી ઘડિયાળ સમય તો એજ બતાવશે પણ તમારો સમય નક્કી કરશે કે તમે સસ્તી ઘડિયાળ પહેરી શકો છો કે મોંઘી ઘડિયાળ પહેરી શકો છો."

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "