આજે હું એક આદર્શ વ્યક્તિ ઉપર જણાવવા જઇ રહ્યો છું " મહાત્મા ગાંધી " નામ બધાએ સાંભળ્યું છે તેમના વિશે ઘણું બધું સાંભળ્યું પણ છે એમને આપણા દેશ માટે ઘણું બધું કર્યું છે . પણ સાચું કહું તો ફક્ત સાંભળ્યું છે ક્યારેય જાણવા વિશેનો વિચાર આપણા મગજમાં જ નથી આવ્યોને કારણકે આપણે બધાને વધારે વિચારવાની આદત નથી. અને બધાના મનમાં એક વિચાર અવશ્ય આવતો જ હોય છે અને એ વિચાર હું અવશ્ય અહી જણાવવા માગુ છું ..કે આપણે જાણીએ કરવું શું છે. થઈ ગયા એ થઈ ગયા અત્યારે તો નથી ને બસ આવા વિચારો આવે પણ થોડો ઊંડાણમાં વિચાર કરીએ તો વધારે જાણવાની ઈચ્છા થાય , કંઈ નહિ તમને થાય ના થાય મને નહિ ખબર પણ હું અહી એમના વિશે થોડી વાત જરૂર કહીશ કારણકે મને ગર્વ છે એ મહાન વ્યક્તિ પર જેનો ફોટો આજે આપણા દેશની ચલણી નોટ પર છે તેના પર થી મને તો લાગે છે કે માણસ કંઇક તો એના જીવનમાં એવું કરીને ગયો છે જેના કારણે આપણો દેશ આજે પણ એનું આટલું સમ્માન કરે છે .
ગાંધીજીનું મુળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમનો જન્મ ૨ ઓક્ટોબર ૧૮૬૯ ના રોજ પોરબંદરમાં એક વણિક ( વૈષ્ણવ ) પરિવારમાં થયો હતો . વણિક એટલે વાણિયા પણ એમના વંશમાં બે ત્રણ પેથી કોઈએ કરિયાણા કે વેપારીની જેમ દુકાન કરી ન હતી. તેમના કુટુંબીઓ રજવાડાના સમયમાં દિવાનપદ નું કામ કરતા હતા. અને તેમના પિતા પણ પોરબંદરમાં એક દીવાન તરીકે ફરજ બજાવતા હતા ત્યાંથી પછી રાજકોટ અને વઢવાણ પણ દિવાન પદ સંભાળ્યું હતું. તેમનો પરિવાર વૈષ્ણવ હતો તેની ઘરના બધા જ ચુસ્ત શાકાહારી હતા.
તે સમય પર બાળવિવાહની પ્રથા ચાલતી હતી એટલે તેમના લગ્ન પણ બાળ ઉંમર એટલે ૧૩ વર્ષની વયે કસ્તૂરબા સાથે થઈ ગયા હતા . ત્યારે તેઓનું ભણવાનું ચાલુ હતું. તેમના પરિવારમાં અને સંબંધીઓમાં બધા ભણેલા ગણેલા હતા એટલે તેમના પિતા પણ તેમણે ભણાવવા માગતા હતા. પોરબંદરમાં ભણતા હતા ત્યારે તેમનું મન ખાસ ભણવા માટે લાગતું નહોતું . પછી એમને મેટ્રિક સુધી ભણવા માટે રાજકોટમાં તેમનું એડમિશન કરવામાં આવ્યું ત્યાં તે માંડ માંડ પાસ થયા હતા. હવે આગળના ભણતર માટે યુનિવર્સિટી ઓફ બોમ્બે સલગ્ન શામળાજી કોલેજમાં પ્રવેશ મેળવ્યો પણ તે ત્યાં ઝાઝું ટક્યા નહિ. આવું સાંભળી તેમના કુટુંબીઓ તેમના પ્રત્યે નિરાશ થયા કારણકે તેમના કુટુંબીઓની ઈચ્છા હતી કે અમારો દીકરો બૅરિસ્ટર બને. હજુ મોકો હાથમાં જ હતો અને તેમણે મોકો ના ગુમાવતા ઘરના લોકોને તરત જ હા પાડી દીધી. પણ ભારતમાં અંગ્રેજીમાં શાસનમાં લીધે ભણવા માટે ઇંગ્લેન્ડ જવું પડે તેમ હતું ત્યાં શૈક્ષણિક કાર્ય વધારે ચાલતું હતું તો તેમને આ તક ઝડપી લીધી અને સીધા જ ઇંગ્લેન્ડ પહોંચ્યા. ત્યાં તે બૅરિસ્ટર બન્યા અને પછી ત્યાંથી સીધા જ દક્ષિણ આફ્રિકા નોકરી માટે પહોંચ્યા. ગાંધીજી સ્વભાવે શાંત હતા . ત્યાં તેમનું બૅરિસ્ટર નું કામ સારું એવું ચાલતું હતું પણ એક દિવસ તેમને એક ન્યાયાલયમાં માથા પરની પાઘડી ઉતારવાનું કીધું તો આ તેમને અપમાન જેવું લાગ્યું અને તેઓ તરત જ તે ન્યાયાલય માંથી બહાર નીકળી ગયા. આ બનાવ બન્યા પછી તેમણે એકવાર ત્યાંની રેલવેમાં મુસાફરી કરવાની થઇ તે સમય પર તેમનું ટિકિટ બુકિંગ ફર્સ્ટ ક્લાસમાં થયું હતું પરંતુ તે સમય પર તેમનું અપમાન થયું અને તેમને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી ઉતરીને થર્ડ ક્લાસ ડબ્બામાં બેસવાની વાત કહેવામાં આવી ત્યારે તેમણે આ વાત વિશે ટિકિટ માસ્તરને બોલાવ્યો અને ટિકિટ બતાવતા કહ્યું કે મારી ટિકિટ તો પહેલેથી ફર્સ્ટ ક્લાસની છે તો હું કેમ થર્ડ ક્લાસમા જવ ત્યારે તેમને ગોરા અને કાળા રંગના માણસોનો ભેદ માસ્તરે કીધો. તેના પરથી તેમને ખબર પડી એક આ બ્રિટિશ સરકાર ભારતના દરેક નાગરિક સાથે આવી જ રીતે વર્તન કરે છે અને ભારતના દરેક નાગરિકને લઘુમતી કોમનો સમજે છે. આ આખી વાત તેમને ખટકી તેમને કોઈ નિર્ણય ના કર્યો પણ તેમના મનમાં બ્રિટિશ સરકાર પાસેથી પોતાની હક્કની માગણી કરવાનો નિર્ણય મક્કમ કરી દીધો. દક્ષિણ આફ્રિકામાં તેમણે જેટલા પણ ભારતના નાગરિકો હતા તેમની એક મિટિંગ બોલાવી અને બધાને આ ગેરકાયદેસરના વર્તન અંગે ચર્ચા કરી પણ શરૂઆતમાં તો એમની વાતનો કોઇ લોકોએ વિચાર કર્યો નહિ. પણ જેમના વિચારો ગાંધીજી જેવા હતા તેમને ગાંધીજીની વાતમાં રસ આવ્યો અને તેમણે ગાંધીજી સાથે જોડવાનું નક્કી કર્યું. આમ એક યુનિયન સંગઠનની સ્થાપના કરવામાં આવી અને તેના મુખ્ય મંત્રી પદ લોકોએ તેમને સોંપ્યું. હવે આ સંગઠને ત્યાંની સરકાર સામે પોતાને અન્યાય થાય છે દરેક નાગરિકને પોતાની હક્ક મળવો જોઈએ તેની માગણી કરી. આ સંગઠનનું પદ ત્યાં બીજા કોઈ જે તેમનો વિશ્વાસુ અને બીજાનું ભલું વિચારે તેવો હોય તે માણસને સોંપી તેમણે તેમના પરિવાર એટલે તેમના પત્ની કસ્તુરબા અને તેમના પુત્રો સાથે ભારત પરત આવવાની તૈયારી કરી લીધી.
ગાંધીજી જ્યારે ભારત પરત આવ્યા ત્યારે તેમણે જોયું કે આપણો દેશ પણ બ્રિટિશ સરકારના ગેરકાયદસર ના વર્તન અને અન્યાયથી પીડાય રહ્યો છે. તેમણે હવે વિચાર્યું કે મારે મારા દેશ માટે કંઈક કરવું જોઈએ અને તેનો વિચાર કરતા તેમણે જે કામ દક્ષિણ આફ્રિકામાં શરૂ કર્યું હતું તે જ કામ તેમણે ભારતમાં શરૂ કર્યું. પહેલા તો તેમણે ભારતની હાલની પરિસ્થિતિ કેવી છે તે જોવા તેમણે ભારત ભરમાં ફરવાનું નક્કી કર્યું. તેમણે આ અનુભવ પછી ખબર પડી કે ભારતના દરેક નાગરિક પાસે કાનૂની તાકત ની ખોટ છે પણ પોતે એક બૅરિસ્ટર છે તો આ કામ તે સરળતા પૂર્વક કરી શકું તેમ છું પણ પહેલા તો મારે અલગ અલગ જગ્યાએ બધા ભારતીયોને ભેગા કરી આ અન્યાય અને ગેરકાયદેસર અંગેની સામે પડકાર કરવાની વાત કરી. ધીમે ધીમે આ લડત બ્રિટિશ સરકાર સામે ભારે પડવા લાગી. અને એક વાર ગોરા માણસોએ ગાંધીજી પર હુમલો પણ કરાવ્યો પણ તે હુમલાથી તે બચી ગયા તેમના કેટલાક સાથી મિત્રોએ તેમને તેની સામે અદાલતમાં કેસ દાખલ કરવાની વાત કરી. પણ તેમણે એવું કરવાનું ટાળ્યું અને તેમણે કે કરવા યોગ્ય હતું તે કામ આગળ ચલાવ્યું. હવે આ લડતમાં ગાંધીજીએ બ્રિટિશ સરકાર સામે પોતાના સબંધ બગડે નહિ અને પોતાને પોતાના અધિકારો મળે તેની ચળવળ શરૂ કરી. પણ આ બાબતે બ્રિટિશ સરકારને ખબર પડી અને એમને એક કાયદો શરૂ કર્યો જે પણ કાયદાની વિરુદ્ધ કોઈપણ કાર્ય કરશે તેને ન્યાયપાલિકાને જણાવ્યા વગર સજા કરવામાં આવશે અને જેલમાં નાખી દેવામાં આવશે. આ વાતથી ગાંધીજીની વાતમાં પૂર્ણવિરામ મૂકાઇ ગયું અને એમણે સત્યાગ્રહ નું એલાન કરી દીધું. આ વાતથી ભારતમાં ચારેબાજુ હિંસા ફાટી નીકળતા બ્રિટિશ સરકારના લશ્કરે અમૃતસરના જલિયાવાલા બાગમાં અંદાજિત ૪૦૦ થી વધારે સત્યાગ્રહી પ્રજા પર ગોળીબાર કર્યો અને ત્યાં એક સ્મશાન જેવો માહોલ સર્જાય ગયો. આ ઘટનાનું ગાંધીજી પર ખૂબ જ દર્દ જનક પ્રભાવ પડ્યો અને તેમણે ફરીથી ત્યાંની ગવર્નર ને પત્ર લખ્યો અને પોતાના સમગ્ર ભારતને આઝાદી આપવાનું કામ હાથ ધર્યું.
ગાંધીજી હવે એક દમ સાદાય થી પોતાનું જીવન ગુજારવાનું નક્કી કર્યું . તેમને વસવાટ અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમમાં કર્યો ત્યાં તે ચળવળ અંગે ચર્ચા કરતા અને બીજા ક્રાંતિકારીઓને તેના વિશે માર્ગદર્શન આપ્યા ધીમે ધીમે તેમની પાસે ઘણા લોકો મુલાકાત કરવા આવતા હતા. એક વાર તેમણે મીઠા પરના કર વસૂલ માટે સત્યાગ્રહની ચળવળ શરૂ કરી અને પગપાળા સંઘ સાબરમતીથી દાંડી સુધી જશે તેની ઘોષણા પણ કરી. અને આ દાંડીકૂચ યાત્રામાં ૫૦,૦૦૦ થી વધારે વ્યક્તિઓ જોડાયા હતા . આ સફર ૪૦૦ કિલોમીટર નો હતો અને ૨૧ માર્ચથી શરૂ કરી ૬ એપ્રિલના રોજ બધા ગાંધીજી સાથે દાંડી પહોંચ્યા હતા તે ઘટનાથી બ્રિટિશ સરકાર હવે પાછી પડવા લાગી હતી. ત્યાં જઈને ગાંધીજીએ મુઠ્ઠી ભરીને મીઠું લઈને કાનૂન નો ભંગ કરેલો અને તેનું નામ સવિનય કાનૂનભંગ પડ્યું હતું. અને આ ચળવળના લીધે ૫૦,૦૦૦ જેટલા વ્યક્તિઓને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. આ થતાં ગાંધીજીએ તરત જ પોતાના દેશવાસીઓને જેલમાંથી છોડાવવા માટે બ્રિટિશ સરકારના પ્રતિનિધિ સાથે ચર્ચા કરવા મિટિંગ કરી અને મિટિંગમાં છેલ્લે ગાંધીજીનો આદર કરતા બંને પક્ષોને સમાધાન કરાવ્યું અને ગાંધીજીને ખાતરી આપી કે હું તમને તમારા બધા હક અપાવા તૈયાર છું. ગાંધીજીએ તેમનો આભાર માન્યો અને ત્યાંથી રવાના થયા અને થોડા દિવસ પછી બધાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. હવે ગાંધીજીને પોતાના હક નહિ પણ હવે તો ગાંધીજીને બ્રિટિશ સરકાર પાસેથી આખો દેશ આઝાદ કરાવો હતો. ગાંધીજી જે પણ કરતા તે બ્રિટિશ સરકારને વિરૂદ્ધ જ લાગતું હતું. અને તેના લીધે તેમને કેટલીય વખત જેલ જવું પડ્યું હતું તેમનો આખો જીવન પ્રસંગ વાંચીએ તો આપણને ખબર પડે કે એમની અડધી જિંદગીથી તો જેલમાં જ ગઈ હતી. તે જેલ હતા ત્યારે પણ ઘણા લોકો એમને મળવા જતા હતા .
ગાંધીજી એ એમના " સત્યના પ્રયોગો " માં લખ્યું છે કે મે મારા જીવનમાં જે પણ કંઈ કર્યું છે તે પછી નિયમ હોય કે આદત આ બધું મે પુસ્તકના જ્ઞાન દ્વારા કર્યું હતું
મને પુસ્તક વાંચવાનો ખુબ જ શોખ હતો અને લખવાનો પણ શોખ હતો જ્યારે મને જે વાત વાંચીને ના સમજાય તેને હું લખી લેતો અને તેને વારંવાર સમજવાનો પ્રયત્ન કરતો હતો. મારા આદર્શ પુસ્તકો ગણું તો શ્રીમદ્ ભગવદ્ ગીતા , ટોલ્સટોય ના , બાઇબલ અને કુરાન જેવા પુસ્તકોને હું આદર્શ માનુ છુ. હું હંમેશાં કોઈપણ કાર્યમાં વ્યસ્ત રહેવાનું પસંદ કરતો હતો. અને પોતાનું કામ પોતે જ કરવું કોઈ કામમાં આળસના રાખવી તે મારા પોતાના સિદ્ધાંત હતા. હું જ્યાં પણ જવ ત્યાં હું કોઈને અડચણ ના કરતો અને સામેવાળાને કહી દેતો કે મારા લીધે તમને કોઈને અડચણ ના પડવી જોઇએ.
આમ એક દિવસ એવો આવ્યો જે દિવસે આપણને સ્વતંત્રતાતા મળી. સ્વતંત્રતા મળ્યા પછી થોડા સમય પછી એટલે તારીખ ૩૦- જાન્યુઆરી - ૧૯૪૮ ના રોજ
ગાંધીજી સાંજના સમયે પ્રાર્થના કરવા બહાર આવતા હતા અને તે દિવસે તેમની તબિયત પણ થોડી સારી ન હતી એવા સમય પર પણ તે પ્રાર્થનામાં હાજરી આપવાનું ચૂકતા નહીં અને પ્રાર્થના કરતી વખતે ટોળામાંથી એક વ્યક્તિએ ગાંધીજી પાસે નજીક જતા ગાંધીજી પર ગોળીબાર કર્યો અને અને એજ ક્ષણમાં ગાંધીજી ત્યાંને ત્યાં ગબડી પડ્યા અને લોકો ભેગા થઇ ગયા અને ૭૯ વર્ષની ઉંમરે તેમના પ્રાણ નીકળી ગયા . ત્યાં નજીકમાં ઉભેલા વ્યક્તિએ બધાને કહ્યું હતું કે ગાંધીજીના છેલ્લા શબ્દો હે રામ ..હતા .
ગાંધીજી આપણા દેશના એક મહાનાયક ક્રાંતિકારી તરીકે ઓળખાય છે , કોઈ બાપુ , કોઈ મહાત્મા , તેમના મૃત્યુ પછી પણ લોકો તેમને પોતાના આદર્શ બનાવતા હતા. ગાંધીજીએ આપણા દેશ માટે ઘણું કર્યું છે.
ઇંગ્લેન્ડમાં આજે પણ તેમનું પૂતળું બનાવ્યું છે જે ત્યાંના લોકોને સંદેશ આપે છે કે આ વ્યક્તિએ અમને અમારા વતન પાછા મોકલી દીધા હતા. ગાંધીજીની ચર્ચા દેશમાં નહિ પણ વિદેશમાં પણ થતી રહે છે અને કેટલાય વિદેશીઓએ ગાંધીજી પર પુસ્તક પણ લખ્યા છે અને ગાંધીજીએ પણ ઘણા પુસ્તકો લખ્યા છે.
શક્ય હોય તો એકવાર તેમનો જીવનપ્રસંગ વાંચજો તેમાં ઘણા બધા એવા પ્રસંગો છે જેના લીધે આપણા જીવનમાં આવતાં પ્રશ્નો નો હલ મળી શકે છે.
વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર
Comments
Post a Comment