પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

" મૃત્યુ અને સફળતા "

                  " મૃત્યુ અને સફળતા "

તમે બધા મારા લેખનું શીર્ષક જોઇને આશ્ચર્ય હશો કે અત્યાર સુધી આપણે બધાએ સફળતા અને નિષ્ફળતા, સંઘર્ષ અને સફળતા જોયું છે પણ અહીં તો શીર્ષક કંઇક અલગ જ છે. પરંતુ આ બંને શબ્દો એકબીજા સાથે જોડાય તેવા છે જ નહિ પણ બંનેના ગુણધર્મ એકસરખા છે તમે જ કહો આપણા બધાનું મૃત્યુ નિશ્ચિત છે ? તમે દરેક હા પાડશો કારણકે જેનો પણ જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. તેમ સફળતા પણ કંઇક એવી જ છે તે પણ નિશ્ચિત જ છે.
  આપણે દરેકને મૃત્યુ ના આવે ત્યાં સુધી જીવવું જ પડે છે કોઇ એવું કરી શકે કે મારે તો બહુ દુઃખ આવી ગયું છે હું આજે જ મૃત્યુ પામીશ ના એવું તમે ધારો તો પણ લાવી શકતા નથી તે તેના નિશ્ચિત સમય પર જ આવે છે. તેમ સફળતા પણ એવી જ છે તેને મેળવવા આપણે ઘણીવાર એવા પ્રયત્નો કરીએ છીએ કે મને જલ્દી જલ્દી સફળતા મળી જાય પણ આવું અમુક લોકો સાથે જ થાય છે અને આવું પણ જલ્દીથી એટલે કે પોતાના જીવનથી કંટાળી જઈને આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે પણ શું દરેક વ્યક્તિ આપઘાત કરવાથી મૃત્યુ પામે છે ? 
તમારો જવાબ કદાચ હા હશે કારણ એક જ  અત્યારની જનરેશન નાની નાની વાતમાં જીવનથી હારી જાય છે અને તે કંટાળીને આપઘાત જ કરવાનો પ્રયાસ કરે છે અને કદાચ તેને આપઘાત કર્યો એટલે તેનું મૃત્યુ થયું એ વાત હકીકત નથી પણ તેનું મૃત્યુ નિશ્ચિત હતું  માટે આપઘાત કર્યું તે હકીકત છે. કારણકે એનું મૃત્યુ આપઘાતથી જ લખેલું હતું.  કેટલાય એવા લોકો છે જે આપઘાત તો કરે છે પણ મૃત્યુ પામતા નથી.
તો ચાલો એવો જ એક દાખલો જોઈએ.

એક ભાઈને દારૂ પીવાની અને જુગાર રમવાની આદત પડી ગઇ હતી એક દિવસ તેના પિતાને તે વાતની ખબર પડી કે મારો છોકરો દારૂ પીવે છે અને જુગાર પણ રમે છે તો તે જ્યારે ઘરે આવ્યો ત્યારે તેના પિતાએ તેને ધમકાવ્યો કે આ બધી ખોટી આદત અને ખોટી સંગત છે
આ બધું આજે જ છોડી દે પણ આ છોકરાને તો આદત પડી ગઇ હતી એટલે એનામાં કોઇ ફરક ના પડ્યો છતાં એક દિવસ તેના પિતાએ ફરીવાર કીધું બેટા આ બધું ખોટું છે તારી સંગત ખરાબ લોકો સાથે થઇ ગઇ છે અને તારી આદતો પણ ખરાબ થઇ ગઇ છે. આ બધું સાંભળી આજે તો છોકરો વધારે ગુસ્સામાં આવી ગયો અને રૂમની અંદર જતો રહ્યો અને અંદરથી બારણું બંધ કરી દીધું. હવે તે આ બધી વાતોથી એટલો કંટાળ્યો હતો કે વાત પોતાની જાતને પંખે લટકાવી દવ ત્યાં સુધી પહોંચી ગઇ. આ બાજુ પિતાને તેના દીકરાની ચિંતા થવા લાગી કે મારો છોકરો કોઇ ખોટું પગલું ના ભરી દે તો તેણે  પાડોશીઓને બોલાવીને તાત્કાલિક બારણું તોડાયું ત્યારે તેમણે પોતાનો છોકરો પંખા પર લટકતો જોયો પણ નસીબ એટલા સારા કે તેના નીચેથી ટેબલ ખસ્યું ન હતું તેના લીધે તે બચી ગયો પણ એક સમસ્યા ઉભી થઇ જે રૂમાલથી ગળું બાંધ્યું હતું તેના લીધે હવે તે પેલા જેવું  બોલી નહિ શકે અને તેને હવે કોઇ બીજા સાથે વાત ઈશારા દ્વારા કરવી પડશે.

ઉપરના ઉદાહરણથી આપણે સમજીએ કે મૃત્યુ નિશ્ચિત હોય તો આપઘાત કામ લાગે છે નહિ તો આખુ જીવન એવી રીતે ગુજારવુ પડે જેની આપણે  ક્યારેય કલ્પના પણ ના કરી હોય.
 મારો લેખ ફક્ત સફળતાને સંબોધીને હતો એટલે સફળતામાં પણ આવું જ કંઇક થાય છે ગમે તેવી પરિસ્થિતિ આવે નિષ્ફળતા મળે તો તેને સ્વીકારો
પણ કોઇ એવા પગલાં ના ભરતા જેના લીધે આખું જીવન પસ્તાવું પડે. એક દિવસ સફળતા મળશે આ વાત નિશ્ચિત છે એટલે જીવનમાં ધીરજ રાખવી.

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "