" કૃષ્ણ આઠમ "
" ગોકુળમાં ગાયો ચારી તમે એ વાત જગતમાં જાહેર છે.. મથુરાની જેલમાં જન્મ્યા તા...ગોકુળની ગલીઓમાં ઉછર્યા તા... "
જ્યારે આપણે કોઇ વ્યક્તિ વિશે લખવું હોય તો ઘણું બધું એના વિશે જાણવું પડતું હોય છે પણ આજે તો સાક્ષાત્ ભગવાન પર કંઇ લખવું હોય તો શબ્દો ઓછા પડે ..આવતીકાલે જન્માષ્ટમી છે અને તે પવિત્ર દિવસ પર હું એમના પર ફક્ત થોડું જ કંઇક લખી શકું છું.
ચોર્યાસી લાખ ફેરા ફર્યા પછી જ્યારે જન્મ આપણને મનુષ્ય યોનિમાં અવતાર મળે છે ત્યારે આપણને અવતાર ભગવાનની ભક્તિ કરવા મળ્યો હોય છે આપણે દરેકે ભગવાનમાં શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી જોઈએ.
કૃષ્ણ એટલે ...સર્વત્ર
મથુરાની જેલમાં જન્મ થાય અને જન્મની તરત જ મૃત્યુનો ડર , મૃત્યુના ડરથી રાતો રાત માતા પિતાથી દૂર થવું અને ગોકુળ આવવું , અંધારી રાતે અને શ્રાવણ મહિનાના મુશળધાર વરસાદમાં જ્યારે નંદબાબા ગોકુળ લઈને આવે છે ત્યારે રસ્તામાં શેષનાગ તેમને છત્ર છાયા આપે છે.
બીજે દિવસે જ્યારે સવારમાં બધાને ખબર પડે છે ત્યારે આખું ગોકુળ ગામ ભગવાન કૃષ્ણને જોવા આવે છે. લોકોની ખુશીઓનો પાર નહિ હોતો પણ જ્યાં ખુશી હોય તેના વિરુધ્ધમાં દુઃખ પણ હતું કારણકે કોઇ માતા પિતા એવું ના ઈચ્છે કે પોતાનું બાળકને જન્મ આપી તરત જ બીજાને સોંપવું પડે પણ વાત પરિસ્થિતિની હતી જો ભગવાનને પરિસ્થિતિએ પોતાના માતા પિતાથી વિખૂટું થવું પડ્યું તો આપણે પણ ક્યારેક એવી પરિસ્થિતિ આવે,
કૃષ્ણના લીધે ગોકુળની એક એક ગલીમાં જેના અવાજનો શોર થતો હતો અને આજે એક નાનું બાળક થોડું વધારે મોટેથી બૂમ પાડે તો આપણે ફરિયાદ કરી દઈએ છીએ. કૃષ્ણ જ એક એવું પાત્ર છે જે તમને ઘરે ઘરે જોવા મળશે , બાળક નાનું હોય ભલે તે છોકરો હોય કે પછી છોકરી હોય પણ તેના પરિવારને તો તે કૃષ્ણ જેવું જ લાગે છે. જો ભગવાન કૃષ્ણ નટખટ હતા તો અમારું બાળક કેમ નહિ.
કૃષ્ણ ગોકુળમાં ધીમે ધીમે ઉછેરે છે અને ગાયો ચરાવા પણ જાય છે અને અત્યારે કદાચ જો કોઇ નાનું બાળક ગાયો ચારવા જાય તો .. લોકો તેની મજાક ઉડાવે છે કે બસ હવે તું આજ કરજે .. એ વખત એકવાર પણ કોઇ વિચાર નહિ કરતો કે સમય સાથે બધું બદલાય છે.
જેને નાનપણમાં ગોકુળની ગાયો ચારી હતી તેને જ મથુરા પર યુધ્ધ કરી મથુરા જીત્યું હતું. એમ જરૂરી નથી જે બાળક નાનપણમાં ગાયો ચરાવે છે તે આખું જીવન ગાયો જ ચરાવશે.
નાનપણમાં કરેલા કેટલાય પરાક્રમ જોઈને ત્યારે જ લોકો તેને અસાધારણ માનતા હતા. અને જ્યાં વર્ષો સુધી રહ્યો , જ્યાં તેને તેનુ સંપૂર્ણ બાળપણ વિતાવ્યું તે જ જગ્યા છોડીને જવાનો જેવો સમય આવે એવો જ સમય આજે આપણે આપણી નિશાળ છોડીએ છીએ ત્યારે આવે છે. આપણને પણ નિશાળની માયા થઈ ગઈ હોય છે જેવી માયા ગોકુળ ગામનાં માણસોને કૃષ્ણ પ્રત્યે થઇ ગઇ હતી. ..ખાસ તો જશોદા મૈયા જેમણે તેમને જન્મ તો આપ્યો ન હતો પણ તેનું લાલન પાલન પોતાના બાળક હોય તેમ કર્યું હતું.
ગોકુળ છોડી મથુરા આવે છે અને મથુરામાં પોતાના જ મામાં સાથે લડે છે અને મથુરા નગરી જીતે છે અને પોતાના માતા પિતાનું ગૌરવ વધારે છે.
ગોકુળ વાસીઓને થયેલી મોહ માયા હવે ફક્ત કૃષ્ણને પાછા આવવાની પ્રતીક્ષામાં રહી ગઇ હતી. એકવાર કૃષ્ણને બધાની યાદ આવે છે અને કૃષ્ણ ઉદ્ધવને ગોકુળ પત્ર લઇને મોકલે છે અને કહેજે કૃષ્ણ તમને બધાને ખૂબ જ યાદ કરે છે. જ્યારે ઉદ્ધવ ગોકુળ પહોંચે છે ત્યારે બધા ફક્ત તેને જોઈને કહે છે તમે કૃષ્ણમાં સમાચાર લઇને આવ્યા છો ને ...એમ કરી બધી ગોપીઓ અને આખું ગોકુળ ગામ ઉદ્ધવની ચારેબાજુ થઇ જાય છે .
વાત જ્યારે રાધાની આવી ત્યારે તો આખું ગામ સ્તબ્ધ થઇ જાય છે અને પૂછે છે ..એ મુરલી મનોહર રાધાને યાદ કરે છે..ત્યારે ઉદ્ધવ ખૂબ જ સરસ જવાબ આપે છે
જેટલીવાર રાધાની આંખમાંથી આંસુની ધારા વહે છે તેટલીવાર કૃષ્ણ તેમને યાદ કરે છે. ભલે આજે કૃષ્ણ રાધા પાસે નથી પણ કૃષ્ણના દિલમાં હંમેશા માટે રાધાજી વશી ગયા છે.
કૃષ્ણને જ્યારે દ્વારકા આવવાનું થાય છે ત્યારે જીતેલું મથુરા પણ છોડવું પડે છે અને રુક્મિણી સાથે લગ્ન કરવા ..રાધા ને પણ છોડવી પડે છે.
તે તો સમગ્ર સૃષ્ટિના સર્જનહાર હતા .. પણ કુદરતના નિયમો સાથે તો તે પણ ઝૂક્યા છે અને તેમણે જીવનમાં ઘણું બધું છોડ્યું છે. અહી તો આપણાથી નાની નાની વાતો નહિ છૂટતી મોટી વસ્તુઓની તો વાત જ દૂર છે અને કદાચ આપણે આપણી રાધા છોડવાની વાત આવે તો વાત મૃત્યુ સુધી આવી જાય.
આમ તો મે હજુ કંઇ લખ્યું જ નથી કૃષ્ણ પર પણ એક છેલ્લો ફકરો લખું છું જે આપણા સમગ્ર મનુષ્યના જીવન માટે ઉપયોગી છે.
અહી દરેક માણસ એક કૃષ્ણ પણ છે અને અર્જુન પણ છે પણ અહીં હર કોઈને કૃષ્ણ બનવું વધારે ગમે છે.
કારણકે અર્જુનનું પાત્ર એક શિષ્યનું છે અને કૃષ્ણનું પાત્ર ગુરુનું છે. અહી ઉપદેશ આપનાર ઘણા છે પણ ઉપદેશ સ્વીકારનાર ઘણા ઓછા છે. કૃષ્ણ બનવા .ઘણું બધું ગુમાવે પડે ત્યારે કૃષ્ણ બનાય છે આપણે બધાએ એક કહેવત સાંભળી છે જે માણસ સાચી સલાહ આપતો હોય છે તેને તેના જીવનમાં ઘણું બધું ગુમાવ્યું હોય છે અને કૃષ્ણએ પણ ઘણું બધું ગુમાવ્યું છે. જીવનમાં કોઇ એવી પરિસ્થિતિ આવે જ છે જ્યારે આપણે કૃષ્ણ બનીએ છીએ અને અમુક પરિસ્થિતિમાં અર્જુન પણ બનવું પડે છે.
તમને અને તમારા સમગ્ર પરિવારને કૃષ્ણ આઠમની હાર્દિક શુભેચ્છાઓ કૃષ્ણ ભગવાનની તમારા અને તમારા પરિવાર પર હંમેશા કૃપા બની રહે.
- જય શ્રી કૃષ્ણ
Comments
Post a Comment