" વિશ્વ ખ્યાત ચિત્રકાર પાબલો પિકાસુ "
ઓગણીસમી સદીમાં એક મહાન ચિત્રકાર થઇ ગયા જેમનું નામ પાબલો પિકાસુ હતું તેમણે ચિત્રકલામાં ઘણા બધા એવોર્ડ પોતાના નામે કર્યા છે.
તેમના ચિત્ર દુનિયા ભરમાં પ્રખ્યાત છે અને તેમના ચિત્રની કિંમત એ સમય પર લાખો રૂપિયામાં અંકાતી હતી.
એકવાર પિકાસુ બગીચામાં એક બાંકડા પર શાંતિથી બેઠા હતા ત્યાં એક યુવાન છોકરી પસાર થઇ તેની નજર બાંકડા પર બેઠેલા પિકાસુ પર પડી બાંકડાની નજીક આવતા તે છોકરી પિકાસુ ને ઓળખી ગઈ અને પિકાસુ
સાથે વાત કરવા લાગી.
તેને કહ્યું : સાહેબ , હું તમને સારી રીતે ઓળખું છું . તમે ખ્યાત ચિત્રકાર છો ને ?
પિકાસુ : હા.
છોકરી : સાહેબ , તમે મારા માટે એક ચિત્ર બનાવી શકો છો ?
પિકાસુ : હમણાં તો મારી પાસે ચિત્ર દોરવા માટે રંગ કે સાધન નથી તો કેવી રીતે દોરી આપુ ?
છોકરી : તેની ચિંતા તમે ના કરો હું બધી જ સામગ્રી લાવી આપુ છું ફકત તમે મને એક ચિત્ર દોરી આપો.
પિકાસુ : સારું , મારી પાસે ૧૫ મિનિટ છે બને તેમ જલ્દી સામગ્રીની વ્યવસ્થા કરી આપો.
છોકરી સામગ્રી લેવા જાય છે અને થોડીવાર બાદ સામગ્રી લઈને આવે છે.
છોકરી : લો , બધું આવી ગયું.
પિકાસુ દસ મિનિટમાં ચિત્ર તૈયાર કરે છે અને છોકરીને આપે છે.
છોકરી ચિત્રની કિંમત પૂછે છે
પિકાસુ : આ લાખો રૂપિયાનું ચિત્ર છે.
છોકરી સાચું નહિ માનતી તો પિકાસુ કહે છે : બજારમાં જઈને ચિત્રની કિંમત પરખ કરનારને આ ચિત્ર બતાવ તને એ લોકો કિંમત કહી દે શે.
છોકરી બજારમાં જાય છે એક નહિ દસ લોકોને પૂછે છે
કિંમત બધા જ તેને લાખો રૂપિયાની ઉપર બતાવે છે.
છોકરી પાછી આવે અને પિકાસુ ને કહે છે તમારી વાત સાચી છે આ ચિત્ર લાખો રૂપિયાનું છે.
મારે આવું જ દસ મિનિટમાં ચિત્ર દોરતા શીખવું છે તમે કહો એટલા રૂપિયા આપવા તૈયાર છું.
પીકાસુ : હા શીખવી શકું પણ મારે તારી પાસેથી એક રૂપિયો નથી જોઈતો બસ તું આવું ચિત્ર શીખવા ત્રીસ વર્ષ કાઢ તું પણ મારા કરતાં સારું ચિત્ર દોરતા શીખી જઈશ.
શીખ : કોઇ કાર્ય ને સારામાં સારું બનાવવા સમય અવશ્ય લાગે છે પરંતુ નકલ કરનાર દસ મિનિટમાં નકલ કરી શકે છે પણ નકલની એટલી કિંમત ના થાય જેટલી
અસલની થાય.
" કોઈપણ કાર્યમાં પારંગત બનવા પોતાના કામને સમય અવશ્ય આપવો પડે છે સમય આપ્યા વગર કોઈપણ કાર્યમાં પારંગત બની શકાતું નથી "
ગૂગલ પર પાબલો પીકાસુ વિશે સર્ચ કરી શકો છો.
Comments
Post a Comment