" જીવનની પરિસ્થિતિ અને સાચા મિત્રની પરખ "
આપણા દરેકની પરિસ્થતિ સમય સાથે બદલાતી રહે છે અને અમુક સમયે આપણી સાથે કોઇ એવી ઘટના બની જાય છે જેનાથી આપણી માનસિક પરિસ્થિતિ ઘણી જ નબળી બની જતી હોય છે. ઘટના તો બની ગઇ છે પણ હવે કરવું શું ? એ એક પ્રશ્ન ઉભો થયો.
દરેક વ્યક્તિએ એક વાત હંમેશા યાદ રાખવી આપણી સાથે જે પણ કંઇ બન્યું તે ક્યાંક ને ક્યાંક આપણું સારું થવા માટે જ બન્યું છે.
આપણા દરેકના જીવનમાં જે પણ પરિસ્થિતિ બની જાય છે તેના માટે શું કરવું ? આનો માત્ર જવાબ આપણે
ફક્ત ફક્ત ને આપણા મિત્ર અથવા તો આપણા પરિવાર પાસેથી મેળવી શકીએ છીએ યાદ રાખજો આપણી સાથે બનેલી સમસ્યાનું નિવારણ ફક્ત ને ફક્ત આપણી પાસે જ છે અને બીજા કોઇ પાસે છે તો તે આપણો ખાસ મિત્ર છે જેને આપણા જીવનની દરેકે દરેક વાત ખબર છે અને દુનિયાનો એવો કોઇ વ્યક્તિ નહિ હોય જેનો કોઇ એક ખાસ મિત્ર ના હોય. આપણા લેખનું શીર્ષક જીવનની પરિસ્થિતિ અને સાચા મિત્રની પરખ વિશે વિશે છે તો હું તમને નીચે જણાવુ કે આપણા જીવનમાં મિત્રની કેમ જરૂર ?.
આપણા દરેકનો એક ખાસ મિત્ર હોય છે જેની પાસે આપણે આપણા જીવનની દરેકે દરેક વાત કરીએ છીએ.
પણ મિત્ર કેવો હોવો જોઇએ. આપણા દરેકના જીવનની અંદર એક ખાસ મિત્રની જરૂર પડે છે અને તેના માટે આપણે આપણા દરેક મિત્રનો અનુભવ કરવો પડે છે અને છેલ્લે સો માંથી એક મિત્ર આપણને એવો મળે છે જેને આપણે ખાસ મિત્ર બનાવીએ છીએ તેને આપણે આપણા જીવનની દરેક વાત કરીએ છીએ કારણકે અમુક વાતો એવી હોય છે જે આપણે આપણા
પરિવાર સાથે નથી કરી શકતા પણ ઘણા એવા વ્યક્તિઓ છે જેમકે કોઈ છોકરો એના ભાઇ સાથે ભાઈબંધની જેમ રહેતો હોય તે તેની સાથે કેટલીક વાતો કરતો હોય પણ કદાચ અમુક વાતો એવી હોય છે જે તે તેના ભાઇ સાથે પણ ના કરી શકતો હોય એવું નથી કે તેને તેના ભાઇ પ્રત્યે વિશ્વાસ નથી. વિશ્વાસ છે પણ તેને એક મર્યાદા નામનો ગુણ નડતો હોય છે જેના કારણે તે તેના ભાઇ સાથે તે વાત નહિ કરી શકતો. નાનો ભાઇ મોટા ભાઇની મર્યાદા સમજી અમુક વાત મોટાભાઈને કરી શકતો નથી જ્યારે મોટોભાઇ નાના ભાઇને એટલે કરી શકતો નથી કે હજુ તે નાનો છે તેને આવી વાતો હમણાં ના કરવી જોઇએ આવી જ સ્થિતિ છોકરીઓ માટે પણ ઉભી થાય છે. અને તેના લીધે જ આપણે દરેક આપણા જીવનમાં એક મિત્ર એવો શોધીએ છીએ જેને આપણે આપણી દરેક વાતો કરી શકીએ.
આપણા દરેકના જીવનની દરેક પરિસ્થિતિ રાત દિવસ જેવી છે જેમ આપણને બંને જોઇએ છે તેમ જીવનમાં સારી પરિસ્થિતિ અને ખરાબ પરિસ્થિતિ પણ આવવી જોઇએ જેનાથી આપણને આપણી સારી પરિસ્થિતિનું
મહત્વ સમજાય.
" સમય તો બદલાય જ છે અને તેની સાથે બીજુ ઘણુ બધુ પણ બદલાય છે આપણે દરેક અહી થોડા વર્ષોની મહેમાનગતિ આવેલ છીએ અને દરેકે મહેમાન ગતી પૂર્ણ કર્યા પછી અહીંથી પાછું રવાના થવાનું જ છે."
Comments
Post a Comment