"આપણી માતૃભાષા આપણી નૈતિક જવાબદારી "
આપણે દરેક ગુજરાતના છીએ તો આપણે દરેકને ગુજરાતી ભાષા એટલે કે આપણી માતૃભાષા આવડવી એ ખરેખર ખૂબ જ જરૂરી છે. હવે જેમ જેમ નવી પેઢી આવે છે તેમ તેમ આપણી ભાષાને ભૂલીને નવી પેઢીને અંગ્રેજી ભાષામાં શિક્ષણ મળવા લાગ્યું છે અત્યારનો દરેક ગુજરાતી પરિવાર એવું ઈચ્છે કે મારો દીકરો કે દીકરી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે . અહી મારો ઉલ્લેખ ગુજરાતી પરિવાર એટલે કે ફક્ત ગુજરાતના લોકો માટે જ નથી પણ જે પણ લોકો ગુજરાતમાં રહે છે તે બધા માટે લાગુ પડે છે.
આપણું બાળક અમુક ધોરણ સુધી તો આપણી ગુજરાતી ભાષામાં એટલે કે આપણી માતૃભાષામાં જ ભણવું જોઈએ જેના કારણે તેને ઘણી બધી ખબર પડે છે અમુક વાર થાય એવું કે કોઇ પરિવારનું બાળક જે ભણે છે અંગ્રેજી માધ્યમમાં અને તેના ઘરેથી તેને દૂકાને ઘર સામગ્રી સામાન લેવા મોકલે છે. હવે બાળકને તો નાનપણથી અંગ્રેજીમાં જ બોલતા શીખવ્યું હતું એના કારણે તેની મમ્મીએ તેને એક ચિઠ્ઠી લખીને આપી હતી જેમાં સામગ્રીના નામ લખ્યા હતા અને કીધું હતું બેટા આ ચિઠ્ઠી દુકાન વાળા કાકાને આપજે તે તને દરેક સામગ્રી આપી દેશે. હવે થાય છે એવું કે બાળક દુકાને પહોંચે સામગ્રી પણ લઇ લે છે પરંતુ જ્યારે કેટલા રૂપિયાની સામગ્રી થઇ તેવું પૂછે છે ત્યારે તે અંગ્રજીમાં બોલે છે સામે દુકાનવાળા કાકાને અંગ્રેજી ખાસ આવડતું નહોતું તો એમણે કીધું બેટા મને નહિ ખબર કે તું શું બોલ્યો પણ તારી બધી સામગ્રીના એકસો વીસ રૂપિયા થયા આ બાજુ છોકરાને એકસો વીસ રૂપિયા એટલે ખબર ના પડી.ત્યારે કાકાએ છોકરા ને પૂછ્યું કેટલા રૂપિયા લઇને આવ્યો છું. છોકરાએ થેલીમાં જોયું તો એની મમ્મીએ બે સો રૂપિયાની નોટ આપી હતી તે નોટ છોકરાએ કાકાને આપી અને કાકાએ એકસો વીસ રૂપિયા કાપીને એંસી રૂપિયા છોકરાને પાછા આપ્યા ત્યારે છોકરાને ખબર પડી કે બધી સામગ્રી વન હન્ડ્રેડ ટ્વેન્ટી રૂપિસ એટલે કે એકસો વીસ રૂપિયાની આવી.
આવા તો ઘણા બધા પ્રસંગ બને છે જેનાથી બંને વ્યક્તિ વચ્ચે મુંઝવણ ઉભી થાય છે માટે જ બાળકને અમુક ધોરણ સુધી તો પોતાની માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ જેનાથી રોજિંદા જીવનમાં આવી મુંઝવણ ઉભી ના થાય.
" આપણા દરેક ગુજરાતીની નૈતિક જવાબદારી છે કે આપણે આપણી ગુજરાતી ભાષા એટલે કે આપણી માતૃભાષા ને દરેક વ્યક્તિમાં જીવંત રાખવી ખૂબ જ જરૂરી છે"
Comments
Post a Comment