પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

" સમયની કિંમત "


                    " સમયની કિંમત " 

   એક સત્ય ઘટના છે એક કાકા જેમની ઉંમર આશરે સિત્તેરેક વર્ષની હશે આમ તો ખબર નહિ એમનો પરિવાર શું કરે છે અને ક્યાં રહે છે પણ આ કાકા દરરોજ સવારે વહેલા રેલવે સ્ટેશન પર આવી જતા અને એમની પાસે એક બેગ હોતી જેમાંથી તે નવા આવેલા પેપર કાઢતા અને સ્ટેશન પર એક બાજુ રસ્તાની બાજુમાં બેસી પેપર વેચતા.
  એકવાર એક માણસ કાકા પાસે જાય છે અને પેપર માગે છે કાકા પેપર આપે છે અને આ બાજુ આ માણસ ખિસ્સામાંથી પાકીટ કાઢી કાકાને દસ રૂપિયાની નોટ આપે છે પણ થાય છે એવું કે  દસ રૂપિયામાંથી કાકાને પેપરના ત્રણ રૂપિયા કાપી સાત રૂપિયા પાછા આપવાના હોય છે પણ કાકા પાસે પાંચ રૂપિયાનો સિક્કો હોય છે પણ બીજા છૂટા નહિ હોતા કાકા પેલા માણસને કહે છે દસેક મિનિટ બેસો કોઇ બીજું માણસ પેપર લેવા આવે અને છૂટા આવે એટલે તમને આપુ. પેલા ભાઇએ કીધું અરે વાંધો નહિ કાકા વાત ફક્ત બે રૂપિયાની જ છે ને એ તમે રાખો 
મારે આમ પણ રાહ જોવાય એટલો સમય નથી કારણકે 
મારે હજુ ટિકિટ લેવાની પણ બાકી છે અને મારી ટ્રેનનો 
આવવાનો સમય પણ થઇ ગયો છે એમ કહી પેલો માણસ ત્યાંથી રેલવે પ્લેટફોર્મ તરફ જાય છે.
        થોડી જ વારમાં પેલા કાકા રેલવે પ્લેટફોર્મ પર જાય અને પેલા માણસને શોધે છે અને તે માણસ તેમને ટિકિટ બારી આગળ મળી જાય છે અને ત્યાં પેલા ભાઈના હાથમાં કાકા બે રૂપિયાનો સિક્કો આપે છે. ત્યારે પેલો માણસ કહે છે કાકા મે ના તો પાડી હતી કે એ બે રૂપિયા તમારી પાસે રહેવા દે જો અને તમે બે રૂપિયા આપવા તમારો ધંધો છોડી અહી સુધી આવ્યા.
  ત્યારે પેલા કાકાએ ખૂબ જ સરસ વાત કરી ...
" ભાઇ બે રૂપિયા કદાચ તમને નાના લાગતા હશે એટલે તમે મારી પાસે બાકી મૂકી અહી આવતા રહ્યા ..પણ એ બે રૂપિયા કમાવા માટે મને કેટલો સમય લાગે છે એ તમે  સાંભળશો ..
          કાકાનો જવાબ :  મને એક પેપરના ચાલીસ પૈસા મળે છે અને એવા પાંચ પેપર વેચું ત્યારે મને બે રૂપિયા મળે છે અને એ પાંચ પેપર વેચવા મને કલાક લાગે છે અને ક્યારેક ક્યારેક તો કલાકથી પણ વધારે સમય લાગે છે  એટલે હું તમને આ બે રૂપિયા પાછા આપવા આયો છું.
     " જરૂરી નથી કે કોઈ વ્યક્તિ આપણા જેટલા જ રૂપિયા કમાઇ લેતું હોય છે પણ નાનામાં નાની રકમ કમાવા માટે પણ કેટલો સમય લાગે છે તેની ખબર કાકા જેવા કોઇ વ્યક્તિ મળે ત્યારે આપણને ખબર પડે.
     કેટલીય વાર આપણે બોલીએ છીએ બે રૂપિયામાં શું પણ...બે રૂપિયા કમાવા કેટલો સમય લાગે છે તે ફક્ત પરિસ્થિતિએ જ ખબર પડતી હોય છે.
                                      - સત્ય ઘટના પર આધારિત 

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "