પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

હા જરૂર છે મને મારા પાડોશીની

" હા જરૂર છે મને મારા પાડોશીની "

જીવનમાં માણસ જેમ જેમ મોટો થાય છે તેમ તેમ તે ઘણું બધું જાણતો થાય , સમજતો થાય , છતાં પણ એક વાત તે ભૂલતો જાય કે જરૂર મારે કોઇની છે.
   માણસની પાસે ભૌતિક સુખ વધે તેમ તેને લાગવા માંડે કે કદાચ મારે કોઈની જરૂર નહિ પડે અને કદાચ જરૂર પડશે તો મારા પસંદ કરેલા સ્નેહીઓ અવશ્ય મને કામ લાગશે અને મારી ખરાબ પરિસ્થિતિમાં મને સાથ આપશે. જેને આપણે પોતાના સમજીએ છીએ સબંધીઓ સમજીએ છીએ તે જ લોકો અમુક સમય પર આપણને કામ લાગતા નથી તો આવું કેમ ...?
     જીવનમાં દરેક માણસની કદર કરવી જોઈએ ખબર કોઈને નથી ક્યારે કોની જરૂર પડે પણ બને ત્યાં સુધી સારા સબંધો જો રાખવા હોય ને તો પોતાના પાડોશીઓ સાથે રખાય કારણકે પહેલો સગો પાડોશી છે.
આમ આપણે પસંદ કરેલા કેટલાય સ્નેહીઓ હોય છે જેને આપણે આપણા ખુશીના પ્રસંગે આમંત્રિત કરીએ છીએ ત્યારે આપણે આપણા અમુક પાડોશીઓને ગણતરીમાં લેતા નથી કે મારે આ વ્યક્તિને પણ બોલાવવો જોઈએ ત્યારે તો આપણે સ્નેહીઓ સાથે વ્યસ્ત રહીએ છીએ. 
     સાચી ખબર પાડોશીઓની ત્યારે પડે છે જ્યારે તાત્કાલિક આપણે કોઇ વ્યક્તિની જરૂર પડે છે અને આપણો પાડોશી આપણા માટે હાજર રહે છે.

કહેવત છે ને..  પહેલો સગો એ આપણો પાડોશી 
જીવનમાં જ્યારે જ્યારે કોઈ ખુશીઓનો પ્રસંગ આપણે 
ઉજવીએ ત્યારે આપણે આપણા પાડોશીઓને ક્યારેય ભૂલવા ન જોઈએ.
    અત્યારની દરેક વ્યક્તિની માનસિકતા એક જ થઇ ગઇ છે મારા પાડોશીઓને તો બસ ટેવ પડી ગઈ છે કોઈને ઘરે કંઈ થાય ને તેની વાતો કરવાની ..છતાં પણ કંઇ સમસ્યા આપણે ઘરે થાય તો પહેલો સાથ આપણા પાડોશીઓને હોય છે. 

છેલ્લે છેલ્લે બસ એટલું લખવું છે 
                        " હા જરૂર છે મને મારા પાડોશીની"

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "