પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

" છેલ્લી તક "

                          " છેલ્લી તક "
   
આપણા દરેકના જીવનમાં આપને કંઈપણ કાર્ય કરીએ છીએ તો આપડે તેમાં સફળ પણ થતાં હોઇએ છીએ અને ક્યારેક નિષ્ફળ પણ થઈએ છીએ  ત્યારે આપણને કોઈનું કોઈ વ્યક્તિ અવશ્ય કહેતું હોય છે હજુ તારી પાસે બીજી તક છે એટલે તું ચિંતા ના કર પણ અહીં મારે 
વાત છેલ્લી તકની કરવી છે.
       આપણે જીવનમાં બનતી દરેક ઘટનામાં કાર્ય કરવા માટે આપણે તક ગુમાવી દેતા હોઇએ છીએ કે હજુ એક તક મારી પાસે છે ને ફરીવાર પ્રયત્ન કરીશ અા કાર્ય આજે નહિ તો આવતીકાલે થશે આવા બહાના કાઢી આપણે દરેક આપણા મનને મનાવી લઈએ છીએ પણ 
જીવનમાં દરેક પરિસ્થિતિ તક અવશ્ય મળે છે પણ તે તક હંમેશા નવી હોય છે તે મળેલી તક અલગ હોય છે 
સમય અલગ હોય છે એટલે તે વખતે મળતી સફળતા પણ કંઇક અલગ જ હશે .
      આપણા જીવનમાં બનતી દરેક ઘટના કુદરત દ્વારા નિર્મિત હોય છે પણ એ ઘટના સારું થવા માટે જ કુદરતે નિર્માણ કરી હોય છે પણ આપણે તે સમયે જે પણ કંઈ કરીએ છીએ તેના હિસાબે તે ઘટના બનતી હોય છે 
   વર્તમાનમાં બનતી દરેક ઘટના પાછળ આપણું ભૂતકાળ જ જવાબદાર હોય છે આ ખબર ત્યારે પડે છે જ્યારે આપણે વર્તમાનની પરિસ્થિતિને થોડુક ઊંડાણમાં વિચારીએ તો આપણને વાસ્તવિકતા નજરે આવે છે કે આ ઘટના પાછળનું પરિણામ આવું કેમ છે 
  " બીજી તક અવશ્ય મળે છે પણ ગુમાવેલી તક ક્યારેય પાછી નહિ મળતી"
       દરેક કામને કરતા પહેલા સંપૂર્ણ રીતે વિચારવું કે મારી પાસે આ છેલ્લી તક છે અને આ કામ કરવા કે આ નિર્ણય લેવા આવી તક ક્યારેય નહી મળે.

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "