શ્રદ્ધા અને વિશ્વાસ
- Get link
- X
- Other Apps
" શ્રદ્ધા અને વિશ્વાસ "
શ્રદ્ધા કેરો દીપક મારો ના કદીએ ઓલવાજો મારું જીવન અંજલિ થાજો ...પંક્તિથી શરૂઆત કરીને આજનો લેખ તમારા બધાના સમક્ષ રજૂ કરું છું.
આપણે દરેક શ્રદ્ધા અને વિશ્વાસ ને એકબીજાના સમાનાર્થી જ સમજીએ છીએ પરંતુ બંને એકબીજાથી ઘણા જ અલગ છે પહેલા તો આપણે શ્રદ્ધા અને વિશ્વાસ વચ્ચે તફાવત શું છે તે જાણીએ.
આમ તો શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો ત્રણે પ્રથમ દ્રષ્ટિએ સમાનાર્થી શબ્દો લાગે, પરંતુ ત્રણે શબ્દોમાં અર્થસંબંધી તફાવત છે. મારે આ ત્રણે શબ્દો શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસાનો વાક્યપ્રયોગ કરવાનો હોય તો હું એમ કહું કે મંત્રમાં વિશ્વાસ રાખવો, સદ્દગુરુમાં ભરોસો રાખવો અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી અથવા એમ પણ કહી શકાય કે સત્યમાં વિશ્વાસ રાખવો, પ્રેમમાં ભરોસો રાખવો અને કરુણામાં શ્રદ્ધા રાખવી. શ્રદ્ધા અમૂલ્ય છે. દરેક જગ્યાએ શ્રદ્ધા મૂકી ન શકાય. વિશ્વાસ વિના ન ચાલે એટલે તેને આપણે ગમે તે જગ્યાએ મૂકી દઈએ છીએ , જ્ઞાનને આપણે લોકોએ વિજ્ઞાન બનાવી દીધું છે અને તે વાત સત્ય જ છે તેના લીધે આપણે તેના પર વિશ્વાસ મૂકીએ છીએ અત્યારની કાર્ય પધ્ધતિ પણ એવી બની ગઈ છે જેના કારણે દરેક વ્યક્તિ પર વિશ્વાસ મૂકવો પડે છે. ડોક્ટરમાં, ડ્રાઈવરમાં, તમારા ઘરના નોકરમાં પણ વિશ્વાસ મૂકવો પડે છે. જ્યારે શ્રદ્ધા બધા પર રાખી ના શકાય.
આપણે દરેક વ્યક્તિ આપણા કુળદેવી પર શ્રદ્ધા રાખીએ છીએ અને આપણા પોતાના માણસ ઉપર વિશ્વાસ રાખીએ છીએ. વિશ્વાસ માણસ પર રખાય અને શ્રદ્ધા ભગવાન પર. કોઈ પણ માણસ હાલમાં એકબીજા પર વિશ્વાસ મૂકે છે અને એજ વિશ્વાસ મૂકીને એકબીજા સાથેના સંબંધો સાચવે છે કયારેક એકબીજા પર રાખેલો વિશ્વાસ તૂટે છે અને સબંધોમાં તકરાર ઉભી થાય છે જ્યારે આપણે ભગવાન પર શ્રદ્ધા રાખીએ છીએ ત્યારે આવી કોઇ જ તકરાર થતી નથી અને થાય તો પણ ભગવાન તો ક્યારેય એક શબ્દ પણ બોલતા નથી. ભગવાન પર રાખેલી શ્રદ્ધા અતૂટ હોવી જોઇએ ભલે પછી આપણું ધાર્યું થાય કે ભગવાન નું નક્કી કરેલું થાય. જ્યારે માણસ પર થી વિશ્વાસ ઉઠી ગયા પછી આપણે તેના પર પહેલા જેવો વિશ્વાસ મૂકી શકતા નથી જ્યારે ભગવાન પર વિશ્વાસ હોય અને તે વિશ્વાસ તૂટી ગયા પછી પણ આપણા મનમાં એક જ વિચાર આવે છે કે ભલે જે થયું તે મારી પાસે પણ તેણે મારા માટે કંઇક સારું જ વિચાર્યું હશે આને આપણે શ્રદ્ધા કહી શકીએ.
" શ્રદ્ધા અને વિશ્વાસ જીવનની સફળતાની પાંખો છે આ પાંખો વગર માણસ ક્યારેય ઉડી શકતો જ નથી "
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment