" શિક્ષકના જીવનની સત્ય ઘટના "
- Get link
- X
- Other Apps
સત્ય ઘટના પર આધારિત
આજે પાંચ સપ્ટેમ્બર એટલે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મદિવસ અને આ દિવસે દરેક નિશાળમાં શિક્ષક દિન ની ઉજવણી થાય છે તો આજે તમારા સમક્ષ એક એવા શિક્ષકની સત્ય ઘટના કહેવા જઇ રહ્યો છું જે સત્ય ઘટના મેં એમના મોઢેથી સાંભળી છે.
શિક્ષકનું નામ હું જાહેર કરતો નથી પણ એમનો જન્મ અમદાવાદમાં ૧૯૬૪ ની સાલની આસપાસ એક વાણિયા પરિવારમાં થયો હતો તેમના પિતા એટલા રૂપિયા વાળા ન હતા કે તેમને સારું શિક્ષણ આપી શકે પણ તેમને નાનપણ થી ભણવામાં ઉત્સુકતા હતી પણ તે જ્યારે ધોરણ દસમાં આવ્યા ત્યારે ત્રણ વિષયમાં નાપાસ થયા ત્યારે જ તેમના પિતાએ કીધું બેટા આપણે હવે ભણવાનું બંધ કરો અને ધંધે લાગી જાવ પણ પિતાની વાત ના માની અને ફરી એકવાર પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો અને માંડમાંડ બે વિષયમાં પાસ થયા અને એક વિષયમાં નાપાસ થયા અને તે વિષય અંગ્રેજી હતો.
છતાં પણ ફરી પરીક્ષા આપી તે વિષયમાં પણ પાસ થઇ ગયા અને ઘરેથી તો આગળ ભણવાની મંજૂરી હતી નહિ છતાં પણ એમની જિદ્દ સમજી એમના પિતાએ તેમને એક તક વધારે આપી તક તો મળી પણ બાજુમાં ઘરનો ધંધો પણ સંભાળવાનો આ બાજુ આ સાહેબે તે વાત મંજૂર કરી ધીમે ધીમે દિવસો જતાં ધોરણ બારની પરીક્ષા આવી અને તેમને બાર કોમર્સની પરિક્ષામાં એકાઉન્ટ જેવા વિષયમાં નાપાસ થયા અને તેની ત્રણ મહિના પછી તરત જ પરીક્ષા આપી દીધી અને તેમાં પાસ થઇ ગયા.
હવે આગળ ભણવા કોમર્સ કોલેજમાં એડમિશન લીધું પણ તેમને ત્યાં એકાઉન્ટનો વિષય ભણવામાં મજા ન આવી અને છ મહિનામાં તેમને કોમર્સ કૉલેજ છોડી દીધી. હવે શિક્ષક પાસે શું કરવું આગળ એનો કોઈ માર્ગ દેખાતો ન હતો અને તેમને એક નાની નોકરી શરૂ કરી દીધી અને અમદાવાદથી મુંબઇ જવાની તક પણ તે જ વર્ષે મળી
હવે તેમને ત્યાંના વાતાવરણમાં બે ત્રણ સારા ભણેલા મિત્રો મળ્યા આને કારણે ફરી ભણવાની ઈચ્છા થઈ અને પાર્ટ ટાઇમ નોકરી અને ફૂલ ટાઈમ બી.એ. શરૂ કર્યું
ધીમે ધીમે ભણવામાં રસ પડવા લાગ્યો અને તેના પછી એમ.એ અંગ્રેજી વિષય મુખ્ય રાખી ભણવાનું ચાલુ રાખ્યું.
ત્યારના સમયમાં શિક્ષક બનવા માટે આટલી લાયકાત કાફી હતી તો તેમણે શિક્ષકની નોકરી શરૂ કરી
પણ નોકરીની શરૂઆત કર્યા પછીના થોડાક જ દિવસોમાં તેમનો એક ગંભીર અકસ્માત થયો અને તેમને
ત્રણ મહિના ઘરે રહેવું પડ્યું અને પગમાં ૧૩ ટાંકા લીધા.
ત્યારે તેમના લગ્ન તો થઇ ગયા હતા એટલે એમની સેવા એમના પત્ની કરતા એમની પત્નીની સેવાના લીધે તેમને વહેલું સારું થઇ ગયું. તેમની પત્ની પણ એક શિક્ષક જ હતા જેના લીધે ઘર ચલાવવાની જવાબદારી તેમણે સંભાળી હતી. આમ તો શિક્ષકે કહ્યું કે આ નોકરીમાં ઘણી બધી બદલી થઈ ઘણા એવા લોકો પણ મને મળ્યા જેની સાથે વાત કરવી પણ ગમતી ન હતી એટલે આપણા દરેકને આવા લોકો જીવનમાં મળતા રહેશે આપણે તેવા લોકોનો સ્વીકાર કરીને આપણા જીવનમાં આગળ નીકળી જવાનું છે.
સાહેબે મને છેલ્લે છેલ્લે એક વાત અવશ્ય કરી કે હું જીવન ઘણું લાંબુ જીવ્યો એવું લાગે છે પણ ક્યારે મારી ઉંમર રિટાયાર્ડ ની આવી ગઈ મને ખબર પણ ના પડી અને હા હું આજે પણ કંઇકને શીખતો રહુ છું અને એના દ્વારા બાળકનો પણ કંઇકને કંઇક શીખવાડતો રહુ છું .
" જે શિક્ષક હંમેશા કંઇક ને કંઇક શીખતો રહે છે તે જ વિદ્યાર્થીને કંઇક વિશેષ જ્ઞાન આપી શકે છે "
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment