" જીવનનો બદલાવ - પુરુષાર્થ "
દુનિયાનો દરેક વ્યક્તિ એવું ઇચ્છતો હોય જ છે મારે મારું જીવન બદલવું છે પણ એમ થોડું બદલાય જાય છે તેને બદલવા પ્રચંડ પુરુષાર્થ કરવો પડે છે અને આવો પુરુષાર્થ દરેક વ્યક્તિ કરી શકતો નથી અહી દરેક વ્યક્તિ પ્રારબ્ધની આશાએ પોતાનું જીવન બદલવા માગે છે જ્યારે પણ મારો સમય આવશે ત્યારે મારું જીવન બદલાશે આવું વિચારનારા ઘણા બધા હોય છે પણ જેને ખરેખર પોતાનું જીવન બદલવું છે તે ખરેખર પ્રચંડ પુરુષાર્થ કરવા તૈયાર રહે છે તેના જીવનની દરેક સ્થિતિમાં તે પોતાને સ્થિર રાખવાની કોશિશ કરતો રહે છે. ઘણા લોકો એવા પણ હોય છે જે ફક્ત માની લેતા હોય છે ભગવાનની જેવી ઇચ્છા હશે મારી સાથે તેવું જ થશે અને આમ ને આમ તે પોતાના જીવનને બદલવા કોઇ પણ જાતનો પુરુષાર્થ કરતો નથી પણ એને ખબર નથી કે ભગવાન ફક્ત તમને જીવન આપે છે પણ તેને કેવું જીવવું તે વ્યક્તિ પોતાની ઇચ્છા મુજબ જીવી શકે છે
આપણે વાચ્યું છે કે કોઈપણ કર્મ કરવું જોઇએ પણ કર્મ કેવું કરવું જોઇએ તેની સાચી ખબર દરેકને ખરેખર હોતી નથી કર્મ એટલે આપણે જે પણ ક્રિયા કરીએ છીએ તે બધું જ કર્મ જ છે. દરેકે સાંભળ્યું છે કે કર્મ કરવા પર આપણો હક છે ફળ પર નહિ પણ ફળ ભગવાનની ઇચ્છા થી મળે છે એવું કંઇ હોતું નથી ફળ આપણા કર્મ પરથી જ નક્કી થાય છે અને આપણે જે પણ કર્મ કર્યું છે તેનું ફળ આપણને અવશ્ય મળવાનું જ છે કદાચ એ સમય પર ના મળે તો પછી મળે પણ મળે તો ખરું જ.
જીવન સીમિત છે પણ તેને મહાન બનાવવા માટેની કોઇ સીમા નથી. આપણે ધારીએ તેટલું પોતાનું જીવન બદલી શકીએ છીએ. જીવનનું સારું ઘડતર થવું એ એક શિલ્પકાર પહેલી વાર કોઇ પથ્થરને મૂર્તિ બનાવે તેવું છે જેમ કોઇ પથ્થરને મૂર્તિ માં બદલવા માટે નાની છીણી હથોડી લઇને સાચવી સાચવીને પથ્થર પર ઘા મારવા પડે છે તેમ આપણા જીવનને પણ પથ્થરમાંથી મૂર્તિમાં ફેરવી શકાય છે આપણા જીવનમાં આપણને એવા
છીણી હથોડીના ઘા વાગવા જરૂરી છે. આપણે કદાચ જોયું નહિ હોય પણ સાંભળ્યું કે વાંચ્યું તો હશે જ કે જ્યારે કોઇ શિલ્પકાર પથ્થર પર છીણીના ઘા મારે છે ત્યારે તે કુશળતા પૂર્વક કામ કરે છે એવી જ રીતે આપણે પણ છીણી પર પડતાં ઘા ની જેમ આપણા પાસે પણ છીણી હોય છે જેના પર આપણે હથોડી જેવા ઘા વાગવા દેતા નથી અને જેના કારણે આપણી છીણી આપણું ઘડતર કરી શકતી નથી.
પ્રચંડ પુરુષાર્થનો કોઇ વિકલ્પ નથી જે પણ વ્યક્તિ પ્રચંડ પુરુષાર્થ કરે છે તેને ખરેખર જે મેળવવું છે તે અવશ્ય મેળવી શકે છે.
Comments
Post a Comment