પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

સંઘર્ષના દિવસો અને સફળતાના દિવસે

               સંઘર્ષના દિવસો અને સફળતાના દિવસે 


થોડા સમય પહેલા મને એક વિચાર આવ્યો કે મારે કંઇક કરવું છે તે કરવા માટે હું બે ત્રણ નહિ પણ પંદર વીસ વ્યક્તિને રૂબરૂ મળ્યો અને એવા જ વ્યક્તિને મળ્યો કે જે મને ઓળખે છે એમાંથી કેટલાયને તો મારી વાત સાંભળવાનો સમય જ હતો નહિ અને જેને સાંભળી મારી વાત અને જેની સાથે મે મારા કામ કરવાનો વિચાર રજૂ કર્યો તે લોકોને મારા કામમાં રસ પણ ના આવ્યો અને મારો વિચાર કામ નહિ લાગે આવું કીધું છતાં પણ હું ઉદાસ ના થયો કે ચાલો ને હજુ  જે ખાસ મિત્રો છે તેમને મળું તેમને કદાચ મારો વિચાર ગમે મારા વિચાર પર વિશ્વાસ મૂકે અને મારી સાથે કામ કરવા જોડાય પણ એવું કંઈ ના થયું .
       હવે તો હું એકલો જ હતો મારા વિચાર અને મારું કામ કરવા માટે એક બે દિવસ તો મને પણ લાગ્યું કે ખરેખર મારા મિત્રો સાચું કહેતા હતા કે મારા વિચાર પર કામ કરવામાં કંઇ મજા નહિ. હવે મારો વિચાર તે વિચાર પર કામ નહિ જ કરવાનો હતો અને બીજે દિવસે વહેલી સવારે મને એક સપનું આવ્યું કે બીજા લોકો તારી સાથે નથી તો શું તું તારા વિચારને છોડી દઈશ શું તને તારા પર વિશ્વાસ નથી કે તું આ વિચારને અવશ્ય સકારાત્મક પરિણામ આપી શકે છે અને તે કરી શકે છે જે કામ ફક્ત બીજા લોકોના કહેવાથી તું કરવા નહિ માંગતો.
  હવે તે સવારે હું સપનું તોડીને જાગી ગયો અને મે નક્કી કરી લીધું કે ભલે કોઈ મને સાથ આપે કે ના આપે હું અવશ્ય મારા કામને કરીશ મને મારા વિચાર પર પૂર્ણ વિશ્વાસ છે કે હું અવશ્ય કંઇક નવું કરી બતાવીશ .
 હવે ધીરે ધીરે મે કામ ચાલુ કર્યું પહેલા તો મને તે કામમાં કોઈ નફો કે નામ ના મળ્યું પણ મારી સખત મહેનત અને કામ કરવાની જીદ મને કામ કરવામાં વધારેને વધારે મદદ કરતી હતી જેના કારણે મને કામ કરવામાં કોઈ કંટાળો આવતો ન હતો હવે ધીમે ધીમે એક બે વ્યક્તિ મારી પાસે આવવા લાગ્યા અને પૂછવા લાગ્યા ભાઇ તું શું કરી રહ્યો છું મે મારો વિચાર ના કહ્યો પણ જે વિચાર પર હું કામ કરી રહ્યો હતો તે કામ બતાવ્યું. તે લોકોને મારું કામ ગમવા લાગ્યું તેમણે કહ્યું શું અમે પણ તમારા કામમાં ભાગ લઇ શકીએ છીએ તો મે કહ્યુ અત્યારે તો હું આ કામ કરીને એટલો નફો મેળવી શકતો નથી કે હું બીજા લોકોને કામમાં ભાગીદાર બનાવી શકું  પણ પેલા લોકોને તો બસ કામ ગમ્યું હતું તેમને હમણાં નફાથી એટલું કઈ લેવા દેવા ન હતું બસ પાર્ટ ટાઇમ થોડું થોડું કામ અમે કરીશું એમ કહી ને તે લોકો બીજે જ દિવસથી કામ પર આાવવા લાગ્યા હવે મારા કામને નફો પણ મળવા લાગ્યો હતો અને નામ પણ મળવા લાગ્યું હતું હવે તેમના બીજા મિત્રો પણ મારી સાથે કામ કરવા લાગ્યા
 હવે જે લોકોએ મને કહ્યું હતું કે તારા વિચારમાં કંઇ મજા નહિ તે લોકો મારી સાથે જોડાવા માંગતા હતા અને ધીમે ધીમે તે લોકો પણ મારા કામમાં જોડાઈને વળતર મેળવવા લાગ્યા.

       એટલે તો કહેવામાં આવ્યું કે 
     સંઘર્ષમાં તો કોઈ નહિ જોડાય પણ જોડાશે ત્યારે જ્યારે આપણે કોઈ સફળતા મેળવી લઈશું...
   

 

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "