' માણસને અને તેનાથી બનતી ઘટનાને પારખતા શીખો '
એકવાર એક ખુલ્લી જગ્યામાં એક માણસ પક્ષીઓને દાણા નાખતો હતો અને બીજું બાજુ થોડે દૂર ઉભેલો માણસ પક્ષીઓને નાની નાની કાંકરીઓ મારી ત્યાંથી ઉડાડતો હતો આ આખું દ્રશ્ય એક ત્રીજો માણસ ત્યાંથી પસાર થતો હતો અને તેણે જોયું.
તે તરત જ પેલા કાંકરી મારનાર માણસ પાસે પહોંચે છે અને પૂછે કેમ ભાઇ કોઇ પક્ષીઓને દાણા નાખે છે તો તે તારાથી સહન નહિ થતું તો તું તારી મસ્તીમાં ક્યારનો નાની નાની કાંકરીઓ નાખીને પક્ષીઓને દાણા ચણતા ઉડાડી રહ્યો છે.
પેલા કાંકરીઓ મારતા માણસે શાંતિપૂર્વક સામેવાળાને જવાબ આપ્યો કે મારી આખી વાત સાંભળો અને પછી તમે મને ગુનેગાર કહો.
પેલા ભાઇએ કહ્યું : આટલું મે જોયું છતાં તું મને હજુ તારી વાત સાંભળવાનું કહું છું , સારું સારું બોલ તું જે કરી રહ્યો છે તે ખોટું નથી.
કાંકરીઓ મારતા માણસે : મને મારી દ્રષ્ટિએ મારું કાર્ય ખોટું નથી લાગ્યું રહ્યું ભલે તમને તે ખરાબ લાગતું હોય પણ એની પાછળની ઘટનાને જાણવાની કોશિશ અવશ્ય કરો.
પેલા ભાઇએ કહ્યું : જો ભાઇ મને તો તારું કાર્ય ખોટું જ લાગી રહ્યું છે ભલે તું મારી સામે જે બોલે તે , તું તો મને એક પક્ષીઓને કાંકરીઓ મારતો જ દેખાય છે.
કાંકરીઓ મારતા માણસે જવાબ આપ્યો : સારું , મારી આખી વાત ધ્યાનથી સાંભળો અને તેને હકીકતની દ્રષ્ટિએ એક વાર જુઓ. હું કાંકરીઓ એટલે નાખું છું કે ત્યાં પેલો શિકારી પક્ષીઓને ચણ એટલા માટે નાખે છે કે તેણે ત્યાં એક મોટી જાળ પાથરી છે અને જેવા પક્ષીઓ દાણા ચણવા આવે તો તરત જ તે જાળમાં ફસાઈ જાય જેનાથી તે તેમને પકડી શકે. જ્યારે હું અહીં એટલે કાંકરીઓ નાખું છું કે મને તેની આખી વાત ખબર છે કે તે જે કરી રહ્યો છે તેમાં તેનો સ્વાર્થ છુપાયેલો છે અને હું નિસ્વાર્થ ભાવે એટલે કાંકરીઓ નાખું છું કે મારે તે પક્ષીઓને તેની સ્વાર્થ ભરી જાળમાં ફસાવવા દેવા નથી.
આખી વાત સાંભળી પેલો ભાઇ હકીકત જાણવા જાય છે અને હકીકત ખરેખર એ જ હોય છે જે પેલા માણસે તેને કહી હોય છે અને તે કાંકરીઓ નાખતા માણસ પાસે પાછો આવે છે અને માફી માંગે છે અને તેને તેના કામમાં સાથ આપે છે.
આપણા દરેકના જીવનમાં પણ કંઇક એવું જ હોય છે આપણને જે નજર સામે થઇ રહ્યું હોય છે તે ખોટું કાર્ય જ લાગી રહ્યું હોય છે અને જે ખરેખર ખોટું થઇ રહ્યું છે તે આંખોની નજરે સારું લાગે છે.
સ્વાર્થી માણસ હંમેશા આપણી પાસે શરૂઆતમાં સારો જ વ્યવહાર કરશે અને અંતે જ્યારે ખબર પડશે કે આ ભાઇ હવે મારા પર સંપૂર્ણ વિશ્વાસ કરે છે એટલે તે તેની સ્વાર્થ વૃત્તિનો ભાવ દેખાડી જ દે છે અને જે માણસનું કાર્ય આપણને શરૂઆતમાં જ ખરાબ થતું દેખાય રહ્યું છે ખરેખર તે દેખાય છે ખરાબ પણ હકીકત તો કાર્યના અંતમાં ખબર પડે છે કે જે કંઇ થઇ રહ્યું હતું તે સારા માટે થઇ રહ્યું હતું.
જીવનમાં પોતાના સાથે બનતી દરેક ઘટનાને વાસ્તવિક નજરથી જોવાની ઇચ્છા રાખો જેનાથી ભવિષ્યમાં થનારું નુકસાન અને ફાયદો વર્તમાનમાં જાણી શકીએ.
ભવિષ્યમાં થનારી ઘટનાનો થોડો અણસાર આપણને વર્તમાનમાં મળે છે પરંતુ આપણે આવા નાના નાના અણસારને ધ્યાનમાં લેતા નથી અને ભવિષ્યમાં થનારી ઘટનાથી મોટું નુક્સાન કરી બેસીએ છીએ.
Comments
Post a Comment