પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

કોનું સાંભળવું અને કોનું સાંભળ્યું

           કોનું સાંભળવું અને કોનું સાંભળ્યું 

આજે મને એક અનુભવ થયો કે શું મારી સાંભળેલી વાત ખરેખર સાચી છે
  અમુક ઉંમર થયા પછી મારી જેમ દરેક વ્યક્તિને ( પુરુષ - સ્ત્રી ) મારા જેવો પ્રશ્ન અવશ્ય થતો હશે કે હવે મારે શું કરવું અને શું નિર્ણય લેવો.
  આપણા દરેકની એક એવી ઉંમર હોય છે જ્યારે આપણે આપણા ઘરના લોકોને ખૂબ જ નજીકથી સમજવાના હોય છે અને તે સમય પોતાની જવાનીનો હોય , આપણે દરેકની આ ઉંમરમાં આપણે એક નિર્ણય કરવાનો હોય છે કે હવે મારે શું કરવું ..પરંતુ આ વખતે પોતાના મનમાં ચાલતા દરેક પ્રશ્નોનો જવાબ આપણે ઘરવાળા પાસેથી લેવાને બદલે આપણે બહારની દુનિયાના વ્યક્તિઓ પાસેથી લેવા માંગીએ છીએ કે મારો એક સારો મિત્ર , મારો કોઇ સારો સબંધી , અન્ય પણ બીજા અમુક લોકો હોય છે જે આપણને આપણા જીવન વિશે કંઈ ને કંઈ માર્ગદર્શન આપવા ઇચ્છતા હોય છે ત્યારે આપણે આપણા ઘરવાળાને પૂછ્યા વગર બહારના લોકો પાસેથી નિર્ણય તો લઈ લેતા હોઈએ છીએ અને અંતે જ્યારે તેમાં નિષ્ફળતા મેળવીએ ત્યારે આપણે આપણા ઘરના લોકો પાસે આવીએ છીએ અને તે નિષ્ફળતામાં થયેલું દેવું અથવા તો હવે આગળ શું કરવું તેનો નિર્ણય શું લેવો તેના વિશે થોડી ઘરના વ્યક્તિઓ પાસે ચર્ચા કરીએ છીએ અને અંતે ઘરના જ લોકો પાસેથી આપણને સાચી સલાહ લેવા મળતી હોય છે અને આપણા દરેકનું જીવન સરળ બને છે.

   એક એવો સમય આવશે જ્યારે બહારની દુનિયાના વ્યક્તિઓ આપણને આપણા જ ઘરના લોકોની વિરુદ્ધમાં નિર્ણયો લેવડાવશે કે તારા ઘરના લોકો હજુ જૂના જમાનામાં જીવે છે એમને કંઇ કર્યું નથી એટલે તને પણ નહિ કરવા દેતા આવા લોકોથી અવશ્ય ચેતવું જે આપણને આપણા પરિવારની વિરુધ્ધ નિર્ણય લેવડાવે છે.
  
   બહારના લોકો પાસેથી સલાહ અવશ્ય લેવી પણ સાથે સાથે લીધેલી સલાહની ચર્ચા ઘરના સભ્યો પાસે પણ કરવી જેનાથી કદાચ ભવિષ્યમાં આપણે નિષ્ફળ જઈએ તો આપણા ઘરના સભ્યો તો આપણને સાથ આપનારા હોય.
    
    લાખો કરોડોની મિલકત ભેગી કર્યા પછી પણ જો પોતાના માતા પિતાનું કહ્યું આપણે ના કરીએ તો બાકી રહ્યા જીવનના  બધા જ દિવસો નર્ક જેવા લાગશે અને તેનો અહેસાસ માતા પિતાના મૃત્યુ પછી થશે અને ત્યારે આપણે અફસોસ વગર કંઇ જ નહિ કરી શકીએ .

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "