પ્રારબ્ધ અને પુરુષાર્થ

                    પ્રારબ્ધ અને પુરુષાર્થ આપણા દરેકનું જીવન પ્રારબ્ધ અને પુરુષાર્થ પર ટકેલું છે પ્રારબ્ધ ભૂતકાળમાં કરેલા પુરુષાર્થનું પરિણામ છે અને વર્તમાનમાં આપણે જે કંઇ કરી રહ્યા છે એ આપણો પુરુષાર્થ છે.       ઘણીવાર એવું થતું હોય છે કે આપણે પુરુષાર્થ તો વર્તમાનમાં કરીએ છીએ અને પરિણામ પણ વર્તમાનમાં જ જોઇએ છે હા એવા કેટલાક કર્મો છે જેનું આપણને તાત્કાલિક ફળ મળે છે પણ એવા કેટલાક કર્મો જેને આપણે પુરુષાર્થ કહીએ છીએ જેનું ફળ આપણને તાત્કાલિક નહિ મળતું અને આ ભેગું થયેલું કર્મ આપણા દરેકની આવતીકાલ બનાવે છે. જે માણસને પુરુષાર્થ અને પ્રારબ્ધનું જ્ઞાન છે જે તેને જાણે છે તે ક્યારેય કોઇપણ પરિસ્થિતિ તેની સાથે બને તેનાથી તે દુઃખી થતો નથી તે બસ તેના કાર્યમાં વ્યસ્ત રહે છે.લોકો કહે છે માણસ બદલાય છે માણસ ત્યારે જ બદલાય જ્યારે પરિસ્થિતિ બદલાવાની હોય જ્યાં સુધી પરિસ્થિતિ ના બદલાય ત્યાં સુધી કોઇ માણસ ક્યારેય બદલાતો નથી. એક દાખલા જોઈએ તો ,   દા. ત ,  કોઇ અમીર મિત્ર આપણો મિત્ર હોય અને એ આપણા પાછળ ઘણા પૈસા વાપરે છે પણ ધીમ...

કર્મ ફળ ના આપે ત્યાં સુધી શાંત ના થાય

           
         " કર્મ ફળ ના આપે ત્યાં સુધી શાંત ના થાય "
 
  આપણે દરેકે કર્મ વિશે ઘણું બધું સાંભળ્યું છે કે જીવનમાં સારા કર્મો કરવાથી સારા ફળ મળે છે અને ખરાબ કર્મ કરવાથી ખરાબ ફળ મળે છે. તો કર્મની જ એક સત્ય ઘટના છે જે એક કોર્ટના જજ સાથે બનેલી છે. 
      એકવાર જજ સાંજના સમયે એક બગીચામાં એક બાંકડા પર બેઠા હતા. બેઠા બેઠા ત્યાં અંધારું થવા આવ્યું હતું અને તે અંધારામાં તેમની પાસેથી એક માણસ  ભાગતો ભાગતો એમની પાસેથી પસાર થાય છે અને એ માણસની પાછળ એક બીજો માણસ એની પાછળ પાછળ ભાગતો જાય છે અને થોડે દૂર જઇને પેલો માણસ પેલા આગળ વાળા માણસને પકડી પાડે છે અને હાથમાં રહેલા ચપ્પા વડે પેલા માણસના પેટમાં બે વાર ઘા કરે છે અને પેલો માણસ ત્યાંને ત્યાં ઢળી પડે છે. આ આખી ઘટના આ બાજુ જજ જોઇ રહ્યા હતા જેને ચપ્પાના ઘા માર્યા તે માણસને જજે જોયો હતો પણ તેમને ખબર હતી કે આવતીકાલે સવારે આ કેસ કોર્ટમાં જ આવશે ને એમ કરીને ત્યાંથી ઘર તરફ જતા રહે છે.
  
    બીજા દિવસે કોર્ટમાં તેજ કેસ આવે છે પણ જેણે ખૂન કર્યું હોય છે એના બદલે કોઇ બીજા જ માણસને કઠેરામાં લાવીને ઉભો કરી દીધો હોય છે અને જે પોલીસે તેને હાજર કર્યો હોય છે તેની પાસે તેની વિરુદ્ધમાં કાગળિયા પણ બરાબર હોય છે. આ બધું જ જજની સામે થઇ રહ્યું હોય છે પરંતુ તે કાનૂનના કાયદાથી બંધાયેલ હોવાથી તે કંઇ જ કરી શકતા નથી અને છેવટે તેમણે તે નિર્દોષ માણસને ફાંસીની સજા થઇ. ફાંસીની સજા એવી હોય છે કે તરત જ ફાંસીની તારીખ આપવામાં આવતી નથી એટલે જજ પાસે તે માણસને મળવાની ઇચ્છા થઇ કે આ નિર્દોષ માણસને ફાંસીની સજા કેવી રીતે થાય કારણકે આ જજ ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખવા વાળા હતા એટલે તેમણે નક્કી કર્યું કે મારે તે નિર્દોષ માણસને એકવાર મળવું જોઇએ અને જજ હોવાથી તેમને તે માણસને મળવાની મંજૂરી આપી. પેલા માણસ પાસે જાય છે અને તેને મળીને પૂછે છે કે તે ખુબ કર્યું નથી છતાં તને સજા થાય છે . પેલા માણસે કહ્યું હા સાહેબ ખરેખર મે આ ખૂન નહિ કર્યું  છતાં મારે આ ખૂનની સજાને લીધે હવે ફાંસી થશે. ત્યારે જજ ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખવા વાળા હતા તો તેમને લાગ્યું કે કદાચ ભૂલ માણસની કોર્ટમાં થઇ જાય પણ કારણકે અહી તો રોકડા મળી જાય એટલે આખે આખો કેસ ફરી જાય પરંતુ આ માણસે જો ખૂન કર્યું જ નથી તો ઉપર વાળાની કોર્ટમાં આજે કે નીચેની કોર્ટ જેવું થઇ રહ્યું છે એમને ભગવાન પરથી વિશ્વાસ ઉઠવા લાગે છે ભગવાન પણ માણસ જેવા થઇ ગયા છે. છતાં પણ એમણે એકવાર પેલા માણસને પૂછ્યું જો તને એક છેલ્લો પ્રશ્ન કરું અને એનો તારે મને સાચે સાચો જવાબ આપવાનો કારણકે આ પ્રશ્નનો જવાબ મારા અને મારી ભગવાન પરની અતૂટ શ્રદ્ધાનો છે કારણકે મારો ભગવાન ક્યારેય ખોટો નિર્ણય કરે જ નહિ. આ બધું સાંભળી પેલા માણસે જજને કહ્યું હું જે કહીશ તે સત્ય જ કહીશ.
  જજે પૂછ્યું , તને પોલીસે કેમ પકડ્યો ખબર નહિ પણ સાચે સાચું બોલ તારા આ કેસ પહેલા કેટલા કેસ ચાલુ હતા અને એ કેસોમાં તે કોઈના ખૂન કરેલા ??
   પેલા માણસે કહ્યું : હા સાહેબ આજથી પાંચ વર્ષ પહેલાં મે એક ખૂન કરેલું અને એ કેસ બે વર્ષ સુધી ચાલ્યો અને છેવટે મે પોલીસ , વકીલ અને બીજા પણ બે ત્રણ માણસોને રૂપિયા આપીને કેસ રફા દફા કરી નાખ્યો હતો. 
   જજ વચમાં જ બોલે છે બસ મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો અને મને મારા ભગવાન પર વિશ્વાસ બેસી ગયો કે તે ક્યારેય ખોટો નિર્ણય કરે જ નહીં કારણકે એ દિવસે ભલે તું રૂપિયા આપીને ખુનના કેસમાંથી છૂટી ગયેલો પણ એજ ખૂનની સજા તને આ ખૂનના લીધે મળી રહી છે. કારણકે તે જે ખૂન કરેલું એટલે તને એની સજા તો વહેલી મોડી મળવાની જ હતી અને આ સજા તારી એ ખૂનની જ છે. 

  આપણે દરેકે એક કહેવત સાંભળી છે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી. 
   માણસે કરેલું ગમે તે કર્મ જ્યાં સુધી ફળ ના આપી દે ત્યાં સુધી તે શાંત થતું જ નથી એટલે આપણે જેવા કર્મ કરીશું એના ફળ અવશ્ય આપણને મળવાના જ છે જેવા કર્મ કરીશું એવા ફળ મળશે જ એટલે કર્મ કરતા પહેલા સો વાર વિચાર કરવો કે મને મારા કર્મનું ફળ ભવિષ્યમાં મળવાનું જ છે.
   આવતા લેખમાં કર્મ કેવા કેવા હોય અને તેના ફળ ક્યારે આપણને મળે લેખ તેના પર હશે.
  

Comments

Popular posts from this blog

પ્રારબ્ધ અને પુરુષાર્થ

" ગરજની ઘડીએ "

" ભૂલને સ્વીકારો અને સુધારો "