વિધાતાના લેખ ક્યારેય ના બદલાય
આપણા બધાને ખબર છે કે આપણા દરેકના લેખ છઠ્ઠીના દિવસે જ લખાય જાય છે અને એ દિવસે જેવી રીતે લખાયું હોય તેવી જ રીતે આપનું જીવન પસાર થાય છે તેમાં થોડો પણ ફેરફાર થઇ જ ના શકે.
વિધાતાના લેખ ક્યારેય ના બદલાય તેને એક નાની સત્ય બનેલી ઘટના દ્વારા સાંભળીએ.
રાવણના ઘરે એક દિવસ વિધાતા તેની દીકરીના લેખ લખવા આવે છે હવે રાવણ કેટલો શક્તિશાળી હતો તે તો આપણને ખબર જ છે જ્યારે વિધાતા લેખ લખીને ઘરની બહાર નીકળે છે ત્યારે રાવણ વિધાતાને પૂછે છે કે શું લખ્યું મારી દીકરીના નસીબમાં ત્યારે વિધાતા કહે છે જે હું લખું છું તે ફક્ત મને થોડીવાર સુધી જ યાદ રહે છે અને એ થોડીવાર પછી તો મને પણ ખબર હોતી નથી કે મેં કોના ભાગ્યમાં શું લખ્યું છે. રાવણ કહે છે ભલે તમે થોડીવાર પછી ભૂલી જતા હોવ પણ અત્યારે તો તમને યાદ હશે ને થોડું એમાંથી એક પ્રસંગ કયો બનાવાનો છે મારી દીકરીના જીવનમાં એતો કહો. વિધાતા કહે છે આમ તો મારી પાસે કોઇ અધિકાર નથી કે મેં જે લખ્યું તે બીજાને કહી શકું છતાં પણ તમે પૃથ્વી પરના એક એવા મહાન માણસ છો જે એટલો બધો શક્તિશાળી છે તમારા જેવો બીજો કોઇ માણસ પૃથ્વી પર જન્મ પણ નહિ લે. એટલે તમને કહું છું કે તમારી દીકરીના લગ્ન એક હરિજનના દીકરા સાથે થશે.
રાવણ આવું સાંભળીને તો ગુસ્સે થઇ ગયો હું જાતે બ્રાહ્મણ છું મારી પાસે આટલું રાજપાટ , હું આટલો શક્તિશાળી અને મારી દીકરીના લગ્ન એક હરિજનના દીકરા સાથે થાય જ કેવી રીતે ??
વિધાતા : આતો તમે મને પૂછ્યું એટલે કહ્યું તેમાં હું કંઇ ના બદલી શકું અને આવું જ થશે મારું લખેલું કોઇ બદલી જ ના શકે.
રાવણ : સારું સારું , તમે જે લખ્યું હોય એ પણ હું મારી દીકરીના લગ્ન ક્યારેય હરિજનના દીકરા સાથે ના થવા દવ અને એના માટે મારે જેટલા પ્રયત્નો કરવા પડશે અને જે પણ કરવું પડે તે બધું જ કરી દઈશ પણ લગ્ન તો નહિ જ થવા દવ.
રાવણ તો પોતાના રાજ્યમાં જેટલા હરીજનના ઘરે જેટલા બાળકોનો જન્મ થોડા દિવસ પહેલાં થયો હોય તે બધા બાળકોને જીવતા જ એક બંધ પેટીમાં મૂકીને નદીના પાણીમાં તરતા મૂકી દેવા.
હવે થાય છે એમ કે આવી રીતે તરતી મૂકવામાં આવેલી બાળકની પેટી એક ધોબી અને ધોબણને મળે છે હવે નસીબ એવા હોય છે ધોબી ધોબણના ઘરે પણ એક કોઇ બાળક નહિ હોતું તો ધોબણને ઇચ્છા થાય છે કે આ બાળકને આપણે રાખી લઇએ ત્યારે ધોબી તેને કહે છે કે આપણી તો બધાને ખબર છે કે આ લોકોને કોઇ બાળક જ નથી અને આ બાળક મોટું થશે તો લોકો આપણને કંઇ ને કંઇ પૂછશે કે તમારે તો કોઇ બાળક જ નહોતું તો આ બાળક ક્યાંથી આવ્યું અને કોનું છે ત્યારે આપણે હજારો પ્રશ્નોનો જવાબ નહી આપી શકીએ એના કરતા આપણે આ બાળકને આપણે આપણા રાજાને આપીએ જેમને આપણી જેમ કોઈ સંતાન નથી
ધોબીની વાત સાંભળીને ધોબણ પણ તે વાતમાં સંમત થઇ અને બંને રાજાને ત્યાં પહોંચ્યા અને રાજાએ બધી વાત કરી કે પોતાને આ બાળક કેવી રીતે મળ્યું છે અને અમે તમારા સુધી કેમ પહોંચાડ્યું.
રાજા બધું સાંભળીને ખુશ થાય છે અને રાણી તો બાળક જોઈને એટલી બધી ખુશ થાય છે કે તેની ખુશીનો પાર નથી રહ્યો. રાજાને ધોબી અને ધોબણ પર ગર્વ થાય છે કે મારી પ્રજા આટલી બધી સારી છે કે એક ધોબી ધોબણ આ બાળકને પોતાની પાસે ના રાખ્યું અને તેને મને સોંપ્યું મને ગર્વ છે મારી પ્રજા પર.
આ બાજુ ધોબી ધોબણ રાજા પાસેથી રજા લે તે પહેલા જ રાજા તેમણે સુવર્ણના એક હજાર સિક્કામાં ઇનામ આપીને બંનેને ઘરે જવાનો આદેશ આપે છે.
આ બાજુ તો રાવણ દર વર્ષે જે પણ બાળક હરીજનના ઘરે જન્મે તેને પાણીમાં તરતું મૂકી દેતો અને આમને આમ પંદર વર્ષ પૂર્ણ થવા આવ્યા હવે રાવણને થયું કે હવે મારે મારી દીકરીને વિધાતાના લેખ મુજબ થાય તે પહેલાં તેને પરણાવી દેવી જોઇએ.
હવે દીકરી માટે મોટા મોટા રાજાઓના ત્યાં માંગા મોકલવામાં આવ્યા અને આખરે એજ રાજાને ત્યાં દીકરીનું સગપણ નક્કી કર્યું જે રાજાને ત્યાં કોઇ સંતાન ન હતું અને પેલું પેટી વાળુ બાળક રાજાએ ઉછેરીને મોટું કર્યું હતું તેની સાથે જ થયા હતા.
લગ્નના દિવસો ખૂબ જ નજીક હતા અને જોત જોતામાં તે લગ્નના પ્રસંગનો દિવસ પણ આવી ગયો અને જ્યારે લગ્નના ચાર ફેરા પૂર્ણ થવાના હતા ત્યાં વિધાતા આવી પહોંચ્યા અને રાજા રાવણને કહ્યું કે હે રાજા તું આટલો બધો શક્તિશાળી હોવા છતાં પણ તું મારા લખેલા લેખને ના બદલી શક્યોને
રાજા રાવણે કહ્યું : બદલી જ નાખ્યાને લેખ તમે તો એક હરીજનના દીકરા સાથે લખેલા અને આજે મારી દીકરીના લગ્ન એક રાજાના દીકરા સાથે થઇ ગયા.
વિધાતા : રાજા મારા જે પણ થયું છે તે મારા લખેલા મુજબ જ થયું છે છતાં પણ તમને લાગતું હોય કે તમે મારા લખેલા લેખની વિરુધ્ધ કર્યું છે તો જે દીકરા સાથે તમારી દીકરીના લગ્ન થયા તેના પિતાને એકવાર તેમના દીકરાની સચ્ચાઇ વિશે પૂછો કે તેમણે જે દીકરાનું લગ્ન તમારી દીકરી સાથે કરાવ્યું તે ખરેખર તેમનો જ દીકરો હતો.
રાજા રાવણ વિચારમાં પડી જાય છે અને તે પેલા રાજાને બોલાવે છે અને બધી પૂછ પરછ કરે છે કે આ જે કહી રહ્યા છે તે સાચું છે આ દીકરો તમારો પોતાનો નથી.
પેલો રાજા આખી બનેલી ઘટના રાજા રાવણને કરે છે : રાજા રાવણ આખી વાત સાંભળીને દુઃખી થાય છે કે હું આટલો બધો શક્તિશાળી અને જે નહોતું થવા દેવું તેના માટે કેટલાય પ્રયત્નો કર્યા પરંતુ છેલ્લે તો જે વિધિતાના લેખ લખેલા તે મુજબ જ થયું અને રાજા રાવણ તેની હાર સ્વીકારે છે.
આખી વાર્તાનો મર્મ બસ એટલો જ છે કે અમુકવાર આપણે એવા પ્રયત્નો કરીને વિધિના લેખ બદલવા પ્રયત્ન કરીએ છીએ જે ખરેખર તે મુજબ થવાનું જ નથી અને ત્યારે આપણને આપણી તાકાત , બુધ્ધિ પર વધારે પડતું અભિમાન હોય છે છતાં પણ લખેલા લેખની વિરુધ્ધ થોડું પણ કંઇ અલગ થતું જ નથી જેવા લેખ લખાયા તે મુજબ થશે.
જો અમુક લોકોને લાગતું હોય કે પ્રયત્નોથી અશક્ય ને પણ શક્ય બનાવી શકાય પરંતુ તે તમારા ભાગ્યમાં લખેલું હશે તો જ આપણે બદલી શકીએ છીએ બાકી જો રાજા રાવણ ના બદલી શક્યો તો આપણી શું તાકાત .
માણસ સાથે બનતી દરેક ઘટના તેના પ્રારબ્ધ કર્મને આધીન હોય છે અને ભવિષ્યમાં થનારી ઘટના તેના વર્તમાનના પુરુષાર્થને આધીન બનશે.
જેને પ્રારબ્ધ અને પુરુષાર્થનું જ્ઞાન છે તે માણસ ક્યારેય દુઃખી થતો નથી.
Comments
Post a Comment